તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Automobile
  • Petrol diesel Price Crosses Rs 100, Now Which Vehicle Is The Best Option In Average And Maintenance Or E car To Buy Or Not? Know Everything ...

ભાસ્કર એક્સપ્લેનર:પેટ્રોલ-ડીઝલનો ભાવ 100 રૂપિયાને પાર, હવે એવરેજ અને મેન્ટેનન્સમાં કઈ ગાડી બેસ્ટ ઓપ્શન અને ઇ-કાર ખરીદવી કે નહીં? જાણો બધું જ...

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

દેશમાં વેક્સિનેશનમાં ભલે ઝડપ ના હોય પણ કોવિડ-19 મહામારી થોડી કંટ્રોલમાં આવી ગઈ છે. દેશના ઘણા રાજ્યોમાં લોકડાઉન પૂરું થઈ ગયું છે. એવું માનવામાં આવી રહ્યું હતું કે, મહામારી કંટ્રોલમાં આવ્યા પછી અને લોકડાઉન પૂરું થયા બાદ કારનાં વેચાણમાં વધારો થશે, પણ એવું થઈ શક્યું નથી. એપ્રિલની સરખામણીમાં કારની રિટેલ વેચાણ 55% ઓછું થયું. તેનું કારણ પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ છે.

ચોંકાવનારી વાત તો એ છે કે, ડીઝલની કિંમત પણ પેટ્રોલ જેટલી થઈ ગઈ છે. બંનેની કિંમતમાં માત્ર 7 રૂપિયાનું અંતર રહ્યું છે. હવે માત્ર 7 રૂપિયાના અંતર દરમિયાન શું ડીઝલ કાર ખરીદવી યોગ્ય નિર્ણય છે? જો ના, તો પેટ્રોલ કાર લેવી જોઈએ કે અન્ય કોઈ ઓપ્શન પણ છે? ભાસ્કર એક્સપ્લેનરમાં અમે તમને આ સમજાવવાનાં પ્રયત્નો કરી રહ્યા છીએ...

પહેલા પેટ્રોલ અને ડીઝલની કિંમતનું ગણિત સમજો
15 ફેબ્રુઆરી, 2011ના રોજ પેટ્રોલની કિંમત 58.37 રૂપિયા પ્રતિ લીટર હતી અને ડીઝલની કિંમત 41.12 રૂપિયા પ્રતિ લીટર હતી. કહેવા માટે તો આ કિંમત 10 વર્ષ જૂની છે પણ આ દરમિયાન પેટ્રોલ આશરે ડબલ અને ડીઝલ આશરે અઢી ગણું મોંઘુ થઈ ગયું છે. રાજસ્થાનના ગંગાનગરમાં પેટ્રોલ 107.53 રુપોયા પ્રતિ લીટર અને ડીઝલ 100.37 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું હતું. એટલે કે 10 વર્ષમાં પેટ્રોલ 46.16 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 59.25 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થઈ ગયું છે. પેટ્રોલની સરખામણીએ ડીઝલ વધારે મોંઘુ થઈ ગયું છે.

હવે ડીઝલ અને પેટ્રોલ કારની કિંમતનું ગણિત સમજો
પેટ્રોલની સરખામણીએ ડીઝલ કારની કિંમત મિનિમમ 70 હજાર રૂપિયા અથવા તો તેનાથી વધારે હોય છે. ઉદાહરણ તરીકે, ટાટા નેક્સન XM S પેટ્રોલ વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત
9.71 લાખ રૂપિયા છે અને XM S ડીઝલ વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત 11.33 લાખ રૂપિયા છે. બંનેની કિંમતમાં 1.62 લાખ રૂપિયાનું અંતર છે.

કારની એવરેજ: આ વાત સાચી છે કે પેટ્રોલ કારની સરખામણીમાં ડીઝલ કારની એવરેજ 4થી 5 કિમી વધારે હોય છે. કિઆ સોનેટ વિશે કંપનીનું કહેવું છે કે, તેનું પેટ્રોલ વેરિઅન્ટ 18km/l અને ડીઝલ વેરિઅન્ટ 24km/lની એવરેજ આપે છે. એટલે કે બંનેની એવરેજમાં 6km/lનું અંતર છે. જો કે, ઓનરોડ માઈલેજ કંપનીએ જણાવેલા એવરેજ કરતાં ઓછી થઈ જાય છે. એક્સપર્ટનું માનીએ તો બંનેના માઈલેકમાં મેક્સિમમ અંતર 4km/lનું જ હોય છે.

માત્ર 4km/lથી વધારે માઈલેજ માટે એક લાખ રૂપિયા ખર્ચવા કેટલું યોગ્ય છે? આનું ગણિત પણ સમજો
ડીઝલ પર ખર્ચ:
માની લો કે, રોજ તમે 50 કિમી કાર ચલાવો છો. ત્યારે મહિનામાં તમે 30 દિવસના હિસાબે 1500 કિમી ચલાવશો. હવે તમારી ડીઝલ કારનું માઈલેજ 24km/l છે, તો એક મહિનામાં મિનિમમ 62.5 લીટર ડીઝલ ખર્ચાશે. હાલ ડીઝલની કિંમત 100.37 રૂપિયા પ્રતિ લીટર છે. તેવામાં 62.5 લીટર ડીઝલનો ખર્ચ 6,274 રૂપિયા હશે. જો કારનું માઈલેજ ઓછું હશે તો ખર્ચ વધી જશે.

પેટ્રોલ પર ખર્ચ: ડીઝલની જેમ પેટ્રોલ કારથી પણ રોજ 50 કિમી કાર ચલાવો છો તો તમે 30 દિવસના હિસાબે 1500 કિમી ચલાવશો. હવે તમારી પેટ્રોલ કારનું માઈલેજ 18km/l છે, તો એક મહિનામાં મિનિમમ 83.4 લીટર પેટ્રોલ ખર્ચાશે. પેટ્રોલની કિંમત 107.53 રૂપિયા છે. મહિનાનો ખર્ચ 8,960 રૂપિયા થશે. જો કારનું માઈલેજ ઓછું હશે તો આ કિંમત વધી જશે.

બંનેનું અંતર: હવે ડેલી 50 કિમી ચલાવવાના હિસાબે પેટ્રોલ અને ડીઝલના ખર્ચની વાત કરીએ તો મહિનામાં બંને ફ્યુઅલનું અંતર 2,686 રૂપિયા થઈ જાય છે. એટલે કે આખા વર્ષના ફ્યુઅલ પર 32, 232 રૂપિયાની બચત થશે. પરંતુ થોડા અટકી જાઓ, કેમ કે બચતનો આંકડો ઓછો થવાનો છે.

પેટ્રોલની સરખામણીમાં ડીઝલ કારમાં મેન્ટેનન્સ કોસ્ટ ઘણું વધી જાય છે. તેને લઇને કાર એક્સપર્ટ અને 'Ask CarGuru'નામથી પોપ્યુલર અમિત ખેરેએ જણાવ્યું કે, ડીઝલ કારની કિંમત જેટલી વધારે હશે, તેટલી મેન્ટેનન્સ કોસ્ટ વધી જશે. 15થી 20 લાખ રૂપિયાની ડીઝલ કાર પર મેન્ટેનન્સ માટે 20% ખર્ચ થાય, તો 20 લાખથી વધુ કિંમતની કારમાં મેન્ટેનન્સ માટે 30% સુધી ખર્ચ આવે છે.

પેટ્રોલની તુલનામાં નાની ડીઝલ કાર પર વાર્ષિક મેન્ટેનન્સ માટે 2,500 રૂપિયા સુધીનો વધુ ખર્ચ કરવો પડે છે. આમાં વધુ એન્જિન ઓઇલ, એન્જિન ક્લિનિંગ, ડીઝલ ફિલ્ટર જેવા ખર્ચ સામેલ છે. આ સિવાય, સર્વિસ ખર્ચમાં પણ તેની કિંમત 1,000 રૂપિયા વધારે થાય છે. ઘણીવાર કેટલાક નાના પાર્ટ્સ પણ બદલવાની જરૂર પડે છે. એકંદરે, તેનો મેન્ટેનન્સ ખર્ચ દર વર્ષે આશરે 4,000 રૂપિયા સુધી જઈ શકે છે.

એટલે કે, ફ્યુલના નામ પર 32,232 રૂપિયાની વાર્ષિક બચતથી હવે જો તમે વધુ મેન્ટેનન્સના 4,000 રૂપિયા ઓછા ચૂકવો તો બચત 28,232 થઈ જાય છે. એટલે કે, જો તમે ડીઝલ કાર માટે એક લાખ રૂપિયા વધુ ખર્ચ્યા તો તેની કિંમત 4 વર્ષ પછી નીકળશે અથવા તેના કરતાં વધુ સમય પણ લાગી શકે છે. આટલું જ નહીં, અમિત ખારેએ કહ્યું કે, ડીઝલ કારની કોસ્ટ કાઢવા માટે ગાડી વધુ ચલાવવી પડશે, પરંતુ વધુ ચાલવાથી તેની મેન્ટેનન્સ કોસ્ટ પણ વધી જશે.

ડીઝલની સરખામણીએ પેટ્રોલ સારું, પણ પેટ્રોલનો ઓપ્શન ઇ-વ્હીકલ
આ મામલો પેટ્રોલ અથવા ડીઝલ કારથી સમાપ્ત થતો નથી કારણ કે, હવે ત્રીજો વિકલ્પ પણ છે. હા, દેશમાં ધીમે ધીમે ઇલેક્ટ્રિક કારની માગ વધી રહી છે. જો કે, પેટ્રોલ અને ડીઝલની કિંમતની નોટ આઉટ સદીથી ઇલેક્ટ્રિક વાહનોની માગ ઝડપથી વધી શકે છે. ફેમ II યોજનાને કારણે સરકાર હવે ઇ-વાહનો પર વધુ સબસિડી આપશે. તેમજ, દેશમાં ઇ-વાહન ઉદ્યોગમાં વધતા રોકાણને પણ ફાયદો થશે.

જો આપણે ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ અસોસિએશન્સ (FADA) દ્વારા જાહેર કરવામાં આવેલા છેલ્લા 6 મહિનાના આંકડા જોઈએ તો ઇ-વ્હીકલ સેગમેન્ટમાં સાત ગણી વૃદ્ધિ થઈ છે, પરંતુ આ આંકડાઓ ઘણા ઓછા છે. પેટ્રોલ અને ડીઝલના ભાવની સદી પછી હવે ઇલેક્ટ્રિક કાર લોકો માટે વધુ સારો વિકલ્પ બની શકે છે. તો ચાલો પહેલા ઇલેક્ટ્રિક કારમાંથી બચત કરવાનું ગણિત સમજીએ ...

  • પેટ્રોલ અને ડીઝલની જેમ તમે પણ ઇલેક્ટ્રિક કાર દ્વારા દરરોજ 50 કિમીની મુસાફરી કરો છો.
  • ધારી લઇએ કે તમે ટાટા નેક્સન EV ખરીદી છે, જેની કિંમત 14 લાખ રૂપિયા છે.
  • વીજળીના 1 યૂનિટની કિંમત 8 રૂપિયા છે, તેથી કાર ફુલ ચાર્જ થવામાં આશરે 30 યૂનિટ પૂરાં કરશે.
  • 8 રૂપિયા યૂનિટ પ્રમાણે EVને સિંગલ ચાર્જ કરવામાં 30 યૂનિટના 240 રૂપિયા ખર્ચ થશે.
  • માની લઇએ કે 240 રૂપિયામાં EV 300થી 312 કિલોમીટરની રેન્જ આપે છે.
  • એટલે કે, કાર સિંગલ ચાર્જ કર્યા પછી તેને તમે સરળતાથી 6 દિવસ ચલાવી શકો છો.
  • એટલે કે, મહિનામાં ફક્ત 5 વખત જ કાર ચાર્જ કરવી પડશે, જેની કિંમત 30 યુનિટ x 5 દિવસ = 150 યુનિટ થાય છે.
  • એટલે કે, 150 એકમો x 8 રૂપિયા = 1200 રૂપિયા એક મહિનામાં ખર્ચવામાં આવે છે.
  • આમ, એક વર્ષ માટેનો ખર્ચ 12 મહિના x 1200 રૂપિયા = 14,400 રૂપિયા છે.
  • બીજીબાજુ, પેટ્રોલ કારની વાર્ષિક કિંમત 50૦ કિમી પ્રતિ દિવસ છે, જે દર મહિને 8,960 રૂપિયા હોય છે, જે 12 મહિના = રૂ. 1,07,520 થાય છે.
  • એ જ રીતે, ડીઝલ કારનો વાર્ષિક કિંમત ખર્ચ દિવસના 50 કિમી દીઠ 6,274 રૂપિયા x 12 મહિના = 75,288 રૂપિયા થશે.
  • એટલે કે, પેટ્રોલની તુલનામાં ઇ-કાર વાર્ષિક 93,120 રૂપિયા અને ડીઝલની તુલનામાં 60,888 રૂપિયા બચાવશે.

પેટ્રોલની તુલનામાં ડીઝલ કાર વાર્ષિક આશરે 28,000 રૂપિયાની બચત કરશે. તેમજ, આ બંનેની તુલનામાં ઇલેક્ટ્રિક કાર 1 લાખ રૂપિયા સુધીની બચત કરશે. કંપનીઓ EVની બેટરી પર 1 લાખ કિમી અથવા 5 વર્ષની વોરંટી પણ આપે છે. તેમજ, આખા વર્ષ દરમિયાન તેના મેન્ટેનન્સ માટે કોઈ ખર્ચ થતો નથી. તમારે ફક્ત 5 વર્ષ પછી બેટરી બદલવાની જરૂર રહેશે.