ઓફર:દર મહિને 29,500 રૂપિયા ભરો અને ટાટા નેક્સન EV ઘરે લાવો, ફુલ ઇન્શ્યોરન્સ કવરેજ સાથે ફ્રી મેન્ટેનન્સ કવર પણ મળશે
- ખરીદદારો પાસે 12 મહિના, 24 મહિના અથવા 36 મહિનાનો કાર્યકાળ પસંદ કરવાનો ઓપ્શન રહેશે
- ગ્રાહક ક્યાં તો ભાડાં માટે કાર્યકાળ વધારી શકશે અથવા અંતે કાર કંપનીને પરત કરી શકે છે
ટાટા મોટર્સે નેક્સનનાં ઇલેક્ટ્રિક વર્ઝનને આ વર્ષની શરૂઆતમાં રજૂ કર્યું હતું અને તેને ભારતના ગ્રાહકો તરફથી બહુ સારો પ્રતિસાદ મળ્યો છે. ઓગસ્ટ 2020 સુધી ટાટાએ નેક્સન EVનું 1000મું યૂનિટ રોલ કરવાની જાહેરાત કરી. તેમજ, આગામી ત્રણ મહિનાઓમાં આ સંખ્યા બમણી કરવામાં સફળ રહી કારણ કે, નવેમ્બરના અંત સુધીમાં 2,000 કરતાં વધારે યૂનિટ્સનું વેચાણ નોંધાયું હતું.
ઓગસ્ટમાં સબ્સ્કિપ્શન પ્રોગ્રામ લોન્ચ કર્યો હતો
- નેક્સન ઇવી પ્રત્યે ગ્રાહકોના પોઝિટિવ ફીડબેક જોઇને ટાટાએ લિમિટેડ ટાઇમ માટે ઓગસ્ટ 2020માં એક મહિલાનો સબ્સ્ક્રિપ્શન પ્લાન ઉપલબ્ધ કરાવ્યો, જે 41990 રૂપિયા (36 મહિનાના સમયગાળા)થી શરૂ થયો હતો.
- એક મહિના પછી ટાટાએ દર મહિને ભાવ ઘટાડીને 34,900 રૂપિયા કર્યો અને હવે કંપનીએ સબ્સ્ક્રિપ્શન પ્લાનને વધુ આકર્ષક બનાવી દીધો છે. કંપનીએ લિમિટેડ ટાઇમ માટે તેની સબ્સ્ક્રિપ્શન ફી દર મહિને 29,990 રૂપિયા કરી દીધી છે.
- નોંધનીય છે કે, સબ્સ્ક્રિપ્શન પ્લાન અંતર્ગત તેમાં પિરિયોડિક સર્વિસિંગ, ડોર સ્ટેપ ડિલિવરી, 24×7 ઓન-કોલ રોડસાઇડ આસિસ્ટન્ટ અને ફુલ ઇન્શ્યોરન્સ કવરેજ સાથે ફ્રી મેન્ટેનન્સ કવર રહેશે.
- ખરીદદારો પાસે તેમની સુવિધાના આધારે 12 મહિના, 24 મહિના અથવા 36 મહિના માટે કાર્યકાળ પસંદ કરવાનો ઓપ્શન છે. ગ્રાહકો ક્યાં તો ભાડાંનો કારયકાળ લંબાવી શકે છે અથવા છેવટે ટાટા મોટર્સને ઇલેક્ટ્રિક SUV પરત આપી શકે છે.
કંપની ઘર અથવા ઓફિસમાં ચાર્જિંગ પોઇન્ટ ઇન્સ્ટોલ કરીને આપશે
- માલિકોને તેમની પસંદગીના આધારે ઘરે અથવા ઓફિસમાં ચાર્જર ઇન્સ્ટોલ કરીને આપવામાં આવશે. નેક્સન EVની કિંમત 13.99 લાખ રૂપિયાની સ્પર્ધાત્મક કિંમતથી શરૂ થાય છે.
- આ કાર 30.2kWh લિ-આયન બેટરી પેક અને એક પર્મેનન્ટ સિંક્રોનસ ઇલેક્ટ્રિક મોટરથી સજ્જ છે, જે 320Vના નજીવા વોલ્ટેજ સાથે આવે છે.
- આ ત્રણ વેરિઅન્ટ (XM, XZ + અને XZ + LUX)માં ઉપલબ્ધ છે. આ ઇલેક્ટ્રિક મોટર અને બેટરી પેક 8 વર્ષ/1.6 લાખ કિમીની સ્ટાન્ડર્ડ વોરંટી સાથે આવે છે.
ફુલ ચાર્જમાં 312 કિમી સુધી ચાલશે
- કંપનીનો દાવો છે કે તમામ ઇલેક્ટ્રિક મોડેલમાં સિંગલ ચાર્જ પર 312 કિમીની ડ્રાઇવિંગ રેન્જ મળે છે.
- નેક્સન EVમાં 129PS પાવર અને 245Nm ટોર્ક મળે છે.
- તે 6.6 સેકન્ડમાં 0થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે અને ફક્ત 10 સેકંડમાં 0થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચે છે.
- આ 15A ચાર્જરનો ઉપયોગ કરીને તે આઠ કલાકમાં 20%થી 100% અને DC ફાસ્ટ ચાર્જરથી ફક્ત એક કલાકમાં 0-80% સુધી ચાર્જ થઈ જાય છે.
- કારમાં હિલ એક્સેંટ અને ડિસન્ટ આસિસ્ટ, કોર્નિંગ સ્ટેબિલિટી કંટ્રોલ, 35 કનેક્ટેડ ફીચર્સ, બ્લુ હાઇલાઇટ્સ સાથે ડ્યુઅલ-ટોન ઇંન્ટિરિયર, સાત ઇંચનું હર્મન ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, સાત ઇંચ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, ડ્રાઇવ મોડ્સ જેવાં ફીચર્સ આપવામાં આવ્યાં છે.