• Home
  • Utility
  • Automobile
  • Parking in an open space outside in the rain can cause damage, keep old tires in a safe place as there is a risk of flooding.

ઓટો ટિપ્સ / વરસાદમાં ગાડી બહાર ખૂલ્લી જગ્યાએ પાર્ક કરવાથી નુકસાન થઈ શકે છે, જૂનાં ટાયર્સમાં પાણી ભરાઈ જવાની શક્યતા રહેવાથી વ્હીકલ સેફ જગ્યાએ મૂકો

Parking in an open space outside in the rain can cause damage, keep old tires in a safe place as there is a risk of flooding.
X
Parking in an open space outside in the rain can cause damage, keep old tires in a safe place as there is a risk of flooding.

  • ગાડીનો ઇન્શ્યોરન્સ બહુ જરૂરી છે તેથી, જો તમારી ગાડીનો ઇન્શ્યોરન્સ પૂરો થઈ ગયો હોય તો તરત જ નવો ઉતરાવી લો
  • આ ઋતુમાં હંમેશાં ગાડીને કવર કરીને રાખવી જોઇએ

દિવ્ય ભાસ્કર

Aug 01, 2020, 06:39 PM IST

દિલ્હી. દેશભરમાં વરસાદ શરૂ થઈ ગયો છે. આસામ અને બિહાર સહિત દેશના અનેક રાજ્યોમાં પણ ભારે વરસાદના કારણે લોકોને પૂરનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદની ઋતુમાં વાહનને સલામત રાખવું થોડું મુશ્કેલ છે. પૂર અને જોરદાર વાવાઝોડા ઉપરાંત તમારી કારને ઘણી વસ્તુઓ દ્વારા નુકસાન થઈ શકે છે. તેથી, અહીં તમને વરસાદમાં તમારી કારને કેવી રીતે સુરક્ષિત રાખી શકાય એ વિશે કેટલીક ટિપ્સ આપવામાં આવી છે.

ખૂલ્લી જગ્યામાં પાર્ક કરવાનું ટાળો
કારને ખૂલ્લામાં પાર્ક કરવાનું ટાળવું જોઈએ કારણ કે, ઘણી વખત જોવા મળ્યું છે કે ભારે વરસાદને કારણે ઘણા ઝાડ તૂટી પડતા હોય છે. તેના કારણે ગાડીઓને નુકસાન થવાની સંભાવના હોય છે. તેથી, કારને ખૂલ્લામાં અથવા ઝાડની નીચે પાર્ક કરવી નહીં.

ગાડીને ઢાંકીને રાખો
જો તમારી કાર એવી જગ્યાએ ઊભી હોય જ્યાં કાર પર કોઈ શેડ ન હોય તો તમે કારને ઢાંકીને રાખો. તમે ગમે ત્યાંથી બાઇક કવર લઈ શકો છો. તે બહુ મોંઘું નથી આવતું.

ગાડીનો ઇન્શ્યોરન્સ ઉતરાવવો જરૂરી
મોટર વીમા પોલિસીના રિન્યૂઅલ પહેલાં વીમા કંપનીને પૂછો કે એવા કયા એડ ઓન કવર છે જે તમારા માટે ફાયદાકારક હોઈ શકે છે. ઉદાહરણ તરીકે, જો તમે કોઈ એવા વિસ્તારમાં રહેતા હો જ્યાં પૂર આવવાની શક્યતા છે તો તમે તમારા વાહનના એન્જિન માટે એક્સ્ટ્રા વીમા કવર લઈ શકો છો. ઝીરો ડેપ્રિસિએશન અથવા ડેપ્રિસિએશન શીલ્ડ એ બીજું એડ-કવર છે. આ અંતર્ગત વીમા કંપની ક્લેમ કરતા સમયે ડેપ્રિસિએશનની ગણતરી નથી કરતી અને પાર્ટ્સની ચૂકવણી માર્કેટના રેટ પ્રમાણે કરે છે.

ટાયરની સંભાળ લો
પાણીમાં લાંબા સમય સુધી ઊભા રહેવાથી ટાયરને નુકસાન થઈ શકે છે. ઘણીવાર ટાયર્સ જૂના હોવાથી તેમાં પાણી જતું રહે છે. તેનાથી, ટાયરને નુકસાન પહોંચે છે. આવી સ્થિતિમાં તમે તમારી કારને એવી જગ્યાએ ન રાખો જ્યાં હંમેશાં પાણી ભરાતું હોય.

પેટ્રોલ ટેન્કમાં પાણી ન જવું જોઇએ
ઘણી વખત એવું જોવા મળ્યું છે કે બાઇકની પેટ્રોલ ટેન્કનું ઢાંકણું થોડા સમય પછી થોડું ઢીલું થઈ જાય છે અને એવામાં ટાંકીમાં પાણી જતું રહેવાની સમસ્યા ઊભી થાય છે. આ સમસ્યાથી બચવા માટે પેટ્રોલ ટેન્કનું ઢાંકણું રિપેર કરાવી લો કારણ કે પાણી જતું રહ્યું હોવાને કારણે બાઇક સ્ટાર્ટ થવામાં પ્રોબ્લેમ આવે છે અને વારંવાર બંધ થઈ જાય છે.

સ્પાર્ક પ્લગને સુરક્ષિત રાખો
વાહનના સ્પાર્ક પ્લગમાં પાણી ભરાવાના કારણે કાર શરૂ કરવામાં મુશ્કેલી આવે છે. આ સમસ્યાને ટાળવા માટે તમારા વાહનનો સ્પાર્ક પ્લગ યોગ્ય રીતે ઢંકાયેલો હોવો મહત્ત્વપૂર્ણ છે. જો તેનો વાયર ખરાબ થઈ ગયો હોય તો તેને તરત જ બદલાવી નાખો.

વરસાદમાં બાઇક ચલાવતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો

સ્પીડ જાળવી રાખો
વરસાદમાં રસ્તા પર તમારું ટ્રેક્શન ઘટે છે. જેના કારણે તમે બાઇક પર કન્ટ્રોલ ઓછો થઈ જાય છે. સ્પીડ ઓછી રાખીએ તો વધારે બ્રેક લગાવવાની જરૂર નથી રહેતી અને બાઇક ઉપર પણ તમારો કન્ટ્રોલ રહે છે. નિયંત્રણ વધારે છે. તેથી, વરસાદ દરમિયાન 30થી 50 કિમી પ્રતિ કલાકની સ્પીડ જાળવી રાખો. ભારે વરસાદમાં વિઝિબિલિટી પણ ઘટી જાય છે. જો સ્પીડ ઓછી હશે અને બાઇક ચલાવતા સમયે તમે વધારે સેફ અનુભવશો અને એક્સિડન્ટ થવાના ચાન્સિસ પણ નહીં રહે.

અંતર જાળવી રાખો
તમારે બાઇક તમારી અને બીજા વાહનની વચ્ચેનું અંતર વધારવાની જરૂર છે. વરસાદમાં ટ્રેક્શન ઓછું થવાને કારણે બાઇકને રોકવામાં વધુ સમય લાગે છે. આ સિવાય, અંતર જાળવી રાખવાથી અન્ય ગાડીઓ દ્વારા રસ્તાના પાણીના છલકાવાથી થતા નુકસાનને ટાળી શકાશે.

ધીમેથી બ્રેક મારો
ધીમેથી બ્રેક મારો કારણ કે, વરસાદની ઋતુમાં ડિસ્ક અને ડ્રમ બંને બ્રેકનો ઉપયોગ કરવો વધુ સારો છે. જો તમે ફ્રંટ ડિસ્ક બ્રેકનો ઉપયોગ કરો તો લપસી જવાનું જોખમ છે, જ્યારે ડ્રમ બ્રેક તમારી બાઇકને સંપૂર્ણ રીતે અટકાવી નહીં દે. તમારી ડ્રમ બ્રેક દબાવો અને ડિસ્ક બ્રેકને હળવા હાથે ટેપ કરો જેથી, સ્પીડ ઘટી જશે અને તમારો કન્ટ્રોલ વધશે. ચોમાસામાં સમયાંતરે બ્રેક ચેક કરાવતા રહો.

હેડલાઇટ ઓન રાખો
વરસાદ દરમિયાન વિઝિબિલિટી ઘટી જાય છે. આવી સ્થિતિમાં દિવસ દરમિયાન હેડલાઇટ ચાલુ રાખવાથી અન્ય વ્હીકલ્સને તમારી ઉપસ્થિતિ વિશે જાણ થશે. તમારા હેડલેમ્પ અને ટેલલાઇટ બંને સાફ રાખો. જ્યાં જરૂરી હોય ત્યાં તમારી હેડલાઇટ ઓછી બીમ પર રાખો.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી