100KMની રેન્જવાળું ઈલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ:એન્ટી થેફ્ટ એલાર્મ અને લાઈવ ટ્રેકિંગ જેવા ફીચરથી સજજ છે રાઈડર સુપરમેક્સ, ₹2,999માં બુક કરો

19 દિવસ પહેલા
  • કૉપી લિંક

નોઈડા સ્ટાર્ટઅપ કંપની જેમોપાઈ (Gemopai) એ આજે ભારતમાં પોતાનું નવુ ઈલેક્ટ્રિક સ્કૂટર રાઈડર સુપરમેક્સ (Ryder SuperMax) ને લોન્ચ કરી દીધી છે. તે ઈલેક્ટ્રિક સ્કૂટર કંપનીનું લો સ્પીડવાળુ સ્કૂટર રાઈડરનું એડવાન્સ્ડ વર્ઝન છે. તેમાં એન્ટી થેફ્ટ એલાર્મ અને લાઈવ ટ્રેકિંગ જેવા ફીચર્સ પણ મળે છે. રાઈડર સુપરમેક્સ 6 કલર ઓપ્શનમાં જેઝી નિયોન, ઈલેક્ટ્રિક બ્લૂ, બ્લેઝિંગ રેડ, સ્પાર્કલિંગ વ્હાઈટ, ગ્રેફાઈટ ગ્રે અને ફ્લોરેસેંટ યલ્લોની સાથે આવે છે.

કિંમત
એડવાન્સ્ડ ફીચરથી સજ્જ રાઈડર સુપરમેક્સને કંપનીએ ₹79,999ની સ્ટાર્ટિંગ એક્સ શો-રુમ પ્રાઈસ પર લોન્ચ કર્યું છે. ગ્રાહકો ઈ-સ્કૂટરને કંપનીની ઓફિશિયલ સાઈટ પર ફક્ત ₹2,999 આપીને બુક કરી શકે છે. આ સ્કૂટરનું વેચાણ કંપનીનાં શો-રુમ પર 10 માર્ચ, 2023થી શરુ થશે.

રેન્જ, બેટરી અને પાવર
ઈલેક્ટ્રિક સ્કૂટરમાં BLDC હબ મોટર આપવામાં આવી રહી છે, જે વધુમાં વધુ 2.7KWની પાવર જનરેટ કરે છે. તેની ટોપ સ્પીડ 60kmph છે. રાઈડર સુપરમેક્સમાં 1.8kW પોર્ટેબલ બેટરી અને ચાર્જર આપવામાં આવ્યું છે. તે બંને AIS-156ને અનુરુપ છે. એકવાર ફૂલ ચાર્જ કરવા પર સ્કૂટર 100 કિલોમીટર સુધીની રેન્જ આપે છે.

ફીચર્સ
સ્કૂટરને બ્રાન્ડનાં એપ જેમોપાઈ કનેક્ટથી સ્માર્ટફોન સાથે કનેક્ટ કરી શકાય છે, જે રાઈડરને સ્કૂટર સાથે જોડીને રાખે છે. આ એપ સ્કૂટરની બેટરી, સ્પીડ એલર્ટ, સર્વિસ રિમાઈન્ડર્સ અને બીજા અપડેટ રિયલ ટાઈમ મોનિટરિંગ કરતુ રહેશે. સ્કૂટરમાં ફ્રન્ટમાં ડિસ્ક બ્રેક અને રિયરમાં ડ્રમ બ્રેક આપવામાં આવ્યા છે.

જેમોપાઈનાં મેનેજિંગ ડિરેક્ટર અને કો-ફાઉન્ડર અમિત રાજ સિંહે જણાવ્યું હતું કે, ‘અમે રાઇડર સુપરમેક્સ લોન્ચ કરીને રોમાંચિત છીએ અને આ ઇલેક્ટ્રિક સ્કૂટર ગ્રાહકોને લેટેસ્ટ ટેકનોલોજી અને શ્રેષ્ઠ રાઇડિંગ ક્વોલિટી આપવા માટે સક્ષમ છે. આ નવું સ્કૂટર માર્ચ-2023નાં બીજા અઠવાડિયાથી તેમની તમામ ડીલરશીપ પર ઉપલબ્ધ થશે.