રેનો ઈન્ડિયાનો નવો માઈલસ્ટોન:કંપનીએ પોતાની પોપ્યુલર કાર હેચબેક ક્વિડના 4 લાખ યુનિટ વેચ્યા, ભારતમાં 10 વર્ષ પૂરા કર્યા

16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વર્ષ 2016માં રેનો ક્વિડ લોન્ચ કરવામાં આવી હતી

રેનો ઇન્ડિયાએ પોતાની 10મી એનિવર્સરીના અવસરે ગ્રાહકોને પોતાની 4 લાખ ક્વિડ કાર સોંપી છે. અત્યાર સુધી ભારતમાં 4 લાખ વ્હીકલ વેચતી કંપની બની ગઈ છે. કંપનીએ કહ્યું કે, અમે ભારતીય કસ્ટમર માટે ક્વિડને ડિઝાઇન અને ડેવલપ કરી છે. ઘણીવાર સેફ્ટી ક્રેશ ટેસ્ટમાં ક્વિડ કારના ખરાબ પર્ફોમન્સને લીધે લોકોએ પ્રશ્નો પણ કર્યા છે.

વર્ષ 2016માં રેનો ક્વિડ લોન્ચ કરવામાં આવી હતી. ત્યારે ગ્લોબલી NCAP ટેસ્ટિંગમાં માત્ર 1-સ્ટાર રેટિંગ મળ્યું હતું. રેનોલ્ટે દાવો કર્યો કર્યો છે કે અમે સેફ્ટી ફીચર્સમાં ચેન્જ ક્યાં અને એ પછી લેટિન NCAP ટેસ્ટિંગમાં કારને 3-સ્ટાર રેટિંગ મળ્યું. આ વખતે કંપનીની કારમાં ફ્રન્ટ એરબેગ અને સાઈડ બોડી એરબેગ અને ABSથી સજ્જ હતી.

બે મહિના પહેલાં ક્વિડનું MY21 મોડલ લોન્ચ થયું
રેનો ઇન્ડિયાએ 2 મહિના પહેલાં જ પોપ્યુલર હેચબેક ક્વિડનું MY21 મોડલ લોન્ચ કર્યું છે. ક્વિડ MY21માં ઘણા સેફ્ટી ફીચર્સ આપ્યા છે. સાથે જ મોડલને વધારે એટ્રેક્ટિવ બનાવવામાં આવ્યું છે. અફોર્ડેબલ પેસેન્જર વ્હીકલ સેગ્મેન્ટમાં ક્વિડનું સારું સ્થાન બની ગયું છે.

બે એન્જિન ઓપ્શન મળે છે
ક્વિડ MY21ને 0.8 લીટર અને 1.0 લીટર એન્જિનમાં ખરીદી શકશો. તેમાં મેન્યુઅલ અને ઓટોમેટિક એમ બંને એન્જિન ઓપ્શન મળે છે. સ્ટાન્ડર્ડ વેરિઅન્ટમાં ડ્યુઅલ એરબેગ્સ મળે છે. ક્વિડ MY21 કલાઈમ્બર એડિશનમાં ડ્યુઅલ-ટોન એક્સીટિરિયર મળશે. તેમાં વ્હાઇટ વોંદી કલરની સાથે બ્લેક રૂફ મળશે. કારમાં ઇલેક્ટ્રિક સાઈડ મળશે અને ડે-નાઈટ રિયર વ્યૂ મિરર મળશે.

​​​​​​​ રેનો ક્વિડ વેરિઅન્ટએક્સ-શોરૂમ કિંમત
RXE 0.8L4,06,500 રૂપિયા
RXL 0.8L4,36,500 રૂપિયા
RXT 0.8L4,66,500 રૂપિયા
RXL 1.0L MT4,53,600 રૂપિયા
RXL 1.0L MT4,93,600 રૂપિયા
RXT 1.0L MT ઓપ્શનલ4,90,300 રૂપિયા
ક્લાઈમ્બર 1.0L MT ઓપ્શનલ5,11,500 રૂપિયા
RXT 1.0L Easy-R ઓપ્શનલ5,30,300 રૂપિયા
ક્લાઈમ્બર 1.0L Easy-R ઓપ્શનલ5,51,500 રૂપિયા

નોંધ: અહીં જણાવેલી કિંમતો માત્ર માહિતી માટે છે. રાજ્ય, શહેર અને ડીલર્સ પ્રમાણે કિંમતમાં તફાવત હોઈ શકે છે.