• Gujarati News
  • Utility
  • Automobile
  • Other Vehicles Ranging From Ola Scooters To New Models From Royal Enfield Will Enter The Auto Industry In August, As Will Updated Tata Maruti Vehicles.

અપકમિંગ:ઓગસ્ટમાં ઓલા સ્કૂટરથી લઇને રોયલ એન્ફિલ્ડના નવાં મોડેલ સહિત અન્ય વ્હીકલ્સની ઓટો ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી થશે, ટાટા-મારુતિની અપડેટેડ ગાડીઓ પણ આવશે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

વેચાણની દૃષ્ટિએ ઓટો સેક્ટરમાં સતત ગ્રોથ જોવા મળી રહ્યો છે. ડોમેસ્ટિક માર્કેટ મોટાભાગના મેન્યુફેક્ચરર માટે સારું સાબિત થયું છે. આને ધ્યાનમાં રાખીને, કેટલાક કાર અને બાઇક બનાવતી કંપનીઓ તેમના લાઇનઅપમાં વધારો કરી રહ્યા છે. બજારમાં નવા મોડલ લોન્ચ કરવાની પણ યોજના છે.

અમે આ મહિને કાર અને બાઇકનું લિસ્ટ લઇને આવ્યા છીએ જે આ મહિને ભારતીય બજારમાં લોન્ચ થવાનાં છે. તેમાં CNGથી ચાલતી સ્વિફ્ટથી લઇને BS6 ફોર્સ ગુરખા સામેલ છે. આ ઉપરાંત, ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટરથી લઇને રોયલ એન્ફિલ્ડ ક્લાસિક 350 સિગ્નલ લોન્ચ કરવામાં આવી શકે છે.

1. ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર
આ સ્કૂટર સિંગલ ચાર્જ પર 150 કિમી સુધી ચાલશે. તેની ટોપ સ્પીડ 90 kmph હશે. આ ઇલેક્ટ્રિક સ્કૂટર હોમ ચાર્જર સાથે આવશે. ગ્રાહકો રેગ્યુલર વોલ સોકેટથી આ સ્કૂટર ચાર્જ કરી શકશે. તેનું પ્રિ-બુકિંગ શરૂ થઈ ગયું છે. આ માટે 499 રૂપિયા ચૂકવવા પડશે. કંપનીએ હજુ સુધી આ સ્કૂટરની કિંમત જાહેર કરી નથી.

2. સિમ્પલ વન ઇલેક્ટ્રિક સ્કૂટર
સિમ્પલ એનર્જી ઇલેક્ટ્રિક સ્કૂટર ઇકો મોડમાં 240 કિમીની રેન્જ ઓફર કરે છે. બેટરી બદલી શકાય છે. વળી, 0-50kmની સ્પીડ 3.6 સેકન્ડમાં પકડાઈ જાય છે. તેમજ, તેની ટોપ સ્પીડ 100km/h છે. આ ઉપરાંત, તે મેપ નેવિગેશન અને બ્લૂટૂથ કનેક્ટિવિટી સાથે આવે છે.

તેની કિંમત જાહેર કરવામાં આવી નથી. પરંતુ આ સ્કૂટર 1.10 લાખથી 1.20 લાખ રૂપિયાની રેન્જમાં હોવાની અપેક્ષા છે. 15 ઓગસ્ટ સુધીમાં તેનું લોન્ચિંગ અપેક્ષિત છે.

3. ન્યૂ જનરેશનની રોયલ એન્ફિલ્ડ ક્લાસિક 350
2021 રોયલ એન્ફિલ્ડ ક્લાસિક 350 મિટિયર 350 જેવા પ્લેટફોર્મ પર બેઝ્ડ હશે. આ સિવાય, બાઇકમાં મિટિયર અને હિમાલયન, રોટરી-સ્ટાઇલ સ્વિચ અને નવો પેઇન્ટ કલર પણ જોવા મળી શકે છે. તેમજ, ટ્રિપર નેવિગેશન સિસ્ટમ પણ મળશે. નવાં મોડલની કિંમત 1.80 લાખ રૂપિયા (એક્સ-શો રૂમ) થી શરૂ થઈ શકે છે.

4. રોયલ એનફિલ્ડ ક્લાસિક 350 સિગ્નલ
રોયલ એનફિલ્ડ સાથે જૂના ક્લાસિક 350ને અપડેટેડ મોડેલ સાથે બદલવામાં આવ્યું છે. તેમજ, આ અપડેટ સિગ્નલ વર્ઝનમાં પણ જોવા મળી શકે છે. ક્લાસિક 350 ઓગસ્ટમાં લોન્ચ થવાની ધારણા છે. તેનું સિગ્નલ વર્ઝન તાજેતરમાં જ એક પ્રોમો વીડિયોમાં બહાર પાડવામાં આવ્યું હતું. સ્ટાન્ડર્ડ ક્લાસિકની સરખામણીએ તેનો ભાવ વધુ હોઈ શકે છે.

5.BMW C 400 GT સ્કૂટર
તે ઓગસ્ટના ત્રીજા સપ્તાહ સુધીમાં ભારતમાં આવી શકે છે. કેટલાક ડીલર્સે પ્રિ-લોન્ચ બુકિંગ પણ આપવાનું શરૂ કર્યું છે. સ્કૂટર બુક કરવા માટે 1 લાખ રૂપિયાની ટોકન અમાઉન્ટ આપવી પડશે. ભારતમાં તેની કિંમત આગામી દિવસોમાં જાહેર કરવામાં આવી શકે છે. તેનું એન્જિન 350ccનું હશે. ટોપ સ્પીડ 139 કિમી/કલાકની ઝડપે મળી શકે છે. સ્કૂટરની કિંમત 5 લાખથી 6 લાખ રૂપિયા વચ્ચે હોઈ શકે છે.

1. ટાટા ટિયાગો NRG ફેસલિફ્ટ
કંપનીએ કારની લોન્ચિંગ ડેટ 4 ઓગસ્ટ નક્કી કરી છે. તેની કિંમત 5 લાખથી 6 લાખ રૂપિયા હોઈ શકે છે. તેમાં સ્ટાન્ડર્ડ ટિયાગો ફીચર ઉમેરવામાં આવ્યું છે. આગળ અને પાછળના બંપર પર બ્લેક પ્લાસ્ટિક ક્લેન્ડિંગ, વ્હીલ આર્ચ અને સાઇડ સ્કર્ટ આપવામાં આવ્યો છે. તેમાં બ્લેક રૂફ રેલ્સ, બ્લેક ORVM, બ્લેક-આઉટ બી-પિલર પણ છે. નવી Tiago NRGમાં 5-સ્પોક ડ્યુઅલ-ટોન એલોય વ્હીલ્સનો નવો સેટ આપવામાં આવ્યો છે.

2. હોન્ડા અમેઝ ફેસલિફ્ટ
હોન્ડા અમેઝ ફેસલિફ્ટ કેબિનની અંદર ફેરફાર સાથે આગળ અને પાછળના ભાગમાં પણ ફેરફાર જોવા મળી શકે છે. કોમ્પેક્ટ સિડેનમાં નવા LED હેડલેમ્પ્સ અને રિ-ડિઝાઇન કરેલા ફ્રંટ બંપર પણ આપવામાં આવી શકે છે. આ સાથે એલોય વ્હીલ્સના નવા સેટ પણ આપવામાં આવી શકે છે. ફેસલિફ્ટ મોડેલ નવી અપહોલ્સ્ટ્રી અને ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ સાથે આવી શકે છે. તેને ઓગસ્ટ મહિનામાં લોન્ચ કરવામાં આવી શકે છે.

3. BS6 ગુરખા ફોર્સ
નવી ગુરખા અપડેટેડ લેડર ફ્રેમ ચેસિસ પર આધારિત છે. તેમાં જૂનાં મોડેલની જેમ જ બોક્સી શેપ અને બુટ-માઉન્ટેડ સ્પેર વ્હીલ આપવામાં આવશે. પરંતુ નવાં બંપર, LED DRLs સાથે હેડલાઇટ, રિવાઇઝ્ડ ટેલ લેમ્પ અને નવી ફ્રંટ ગ્રિલ મળશે. આઉટગોઇંગ મોડેલની જેમ જ નવી ગુરખા 3 અને 5 ડોરમાં રજૂ કરવામાં આવશે, જેમાં ફોર-વ્હીલ અને ટુ-વ્હીલ ડ્રાઇવ બંને વર્ઝન મળશે.

નવાં ગુરખાના સસ્પેન્શનમાં ફ્રી ફ્રંટ ડબલ-વિશબોન અને એક ફાઇવ લિંક, રિજિડ એક્સલ રિઅર અરેન્જમેન્ટ સામેલ હશે, જેની ચારેબાજુ કોઇલ સ્પ્રિંગ હશે. તેને ઓગસ્ટ મહિનામાં લોન્ચ કરવામાં આવી શકે છે.

4. મારુતિ સુઝુકી સેલેરિયો
ન્યૂ જનરેશન મારુતિ સુઝુકી સેલેરિયો છેલ્લાં કેટલાક સમયથી બની રહી છે અને આ મહિને લોન્ચ થવાની ધારણા છે. આ ફુલ્લી ચેન્જ-મોડલ (FMC) હશે. તે હાર્ટેક્ટ પ્લેટફોર્મ પર બેઝ્ડ હશે. હેચબેકની ડિઝાઇનમાં ફેરફાર પણ જોવા મળશે અને આ નવી વેગનઆરની જેમ સાઇઝમાં વધી શકે છે.

કરન્ટ મોડલથી વિપરીત નવી સેલેરિયોમાં એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લેના સપોર્ટ સાથે ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ મળશે. કંપની WagonRના 1.2 લિટર પેટ્રોલ એન્જિન ઓપ્શન સાથે હેચબેક પણ આપી શકે છે.

અન્ય સમાચારો પણ છે...