• Gujarati News
  • Utility
  • Automobile
  • Other Driving Tips, Including The Use Of Defoggers And Anti fogging Elements, Will Work In Winter, And The Safety Of The Car Will Be Maintained.

ફ્રંટ ગિયર:ડિફોગરનો અને એન્ટિ ફોગિંગ એલિમેન્ટનો ઉપયોગ સહિત અન્ય ડ્રાઇવિંગ ટિપ્સ શિયાળામાં કામ આવશે, કારની સેફ્ટી પણ જળવાઈ રહેશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શિયાળાની ઋતુમાં જો તમે ગાડીમાં ફરવાનો પ્લાન બનાવી રહ્યા હો તો કાર અને ડ્રાઇવર બંનેની સેફ્ટી વિશે તમારે જાણવું જરૂરી છે. અહીં તમને આવી જ કેટલીક ડ્રાઇવિંગ ટિપ્સ જણાવવામાં આવી છે.

1. ઈમર્જન્સી ઈન્ડિકેટરના ઉપયોગથી બચો
વરસાદની જેમ શિયાળામાં પણ ઈમર્જન્સી ઈન્ડિકેટર ઓન કરતા બચવું જોઈએ. તેનું સૌથી મોટું નુક્સાન એ છે કે તમે કાર ટર્ન કરતા સમયે ઈન્ડિકેટરનો ઉપયોગ કરી શકતા નથી. તેવામાં પાછળ અથવા આગળથી આવતી કારથી એક્સિડન્ટ થવાનું જોખમ રહે છે. તેને બદલે હેડલાઈટનો ઉપયોગ કરો.

2. એન્જિન ગરમ થવા દો
જ્યારે પણ તમે ઠંડી ઋતુમાં કાર સ્ટાર્ટ કરો છો ત્યારે 5 મિનિટ સુધી એન્જિનને ગરમ થવા દો. આ દરમિયાન એક્સીલેટરનો ઉપયોગ ના કરવો. એક્સીલેટરના ઉપયોગ કરવાથી કારના એન્જિન પર અસર થાય છે. ખાસ કરીને કારમાં ડીઝલ એન્જિન હોય ત્યારે 5 મિનિટ સુધી સ્ટાર્ટ રાખવી જરૂરી છે.

3. કારના ફોગ લેમ્પ રિપેર કરાવો
જો તમારી કારના ફોગ લેમ્પ કામ નથી કરી રહ્યા તો તેને રિપેર કરાવો. જો કારમાં ફોગ લેમ્પ નથી તો તેને ફિક્સ કરાવો. શિયાળામાં જ્યારે ધુમ્મસ હોય છે ત્યારે ફોગ લેમ્પ ઘણો કારગર સાબિત થાય છે.

4. ટાયરમાં વધારે પ્રેશર ન હોવું જોઈએ
શિયાળામાં ટાયરનું પ્રેશર યોગ્ય રહેવું જરૂરી હોય છે. વધારે હવા ન હોવી જોઈએ. શિયાળામાં રસ્તાઓ એકદમ સૂકાયેલા હોતા નથી. તેવામાં ગાડીની સ્પીડ વધારે હોય અને અચાનક બ્રેક લાગે તો કારનાં સ્કિડ થવાનું જોખમ વધી જાય છે. શિયાળામાં ટાયરોનાં રબર થોડાં સંકોચાઈ જાય છે.

5. વાઇપર ચેક કરો
તમારી કારના વાઈપરનું રબર થોડું પણ ખરાબ થઈ ગયું છે, તો તેને બદલી દો. કાર વાઈપરની કિંમત 200 રૂપિયાથી શરૂ થાય છે. શિયાળામાં જ્યારે ફૉગ હોય છે અને ઝાકળ પડે છે ત્યારે વાઈપર વિન્ડશિલ્ડ સાફ કરવામાં મદદ કરે છે.

6. ACનો ઉપયોગ
આ થોડી નવાઈ લાગે તેવું છે પણ વિન્ડશિલ્ડના મોઈશ્ચરને દૂર કરવા માટેની આ બેસ્ટ રીત છે. જો તમારી કારમાં વધારે લોકો છે તો તેમના બોડી ટેમ્પરેચર કરતા કારની અંદરનું ટેમ્પરેચર વધી જાય છે. આથી કારની બહાર 8થી 10 ડિગ્રીનું ટેમ્પરેચર છે તો ACનું ટેમ્પરેચર 18થી 20 ડિગ્રી સુધી કરી શકો છો. વરાળ દૂર કરવા માટે હીટરનો ઉપયોગ ના કરવો જોઈએ.

7. બેટરી ચાર્જ કરતા રહો
જે કારની બેટરી જૂની થઇ ગઈ છે તે ઠંડીની સીઝનમાં પ્રોબ્લેમ ઊભા કરે છે. તેવામાં બેટરી યોગ્ય હોવી ઘણી જરૂરી છે, કારણકે કારનું સ્ટાર્ટ થવું એ બેટરી સાથે જોડાયેલું છે. જો કારનો ડેઈલી યુઝ ના કરતા હોવ તો દર ત્રણ દિવસે કારને 5થી 6 કિમી સુધી ચોક્કસ ચલાવો.

8. ડિફૉગરનો ઉપયોગ
શિયાળમાં બહાર જો વધારે જ ધુમ્મસ હોય તો તમારા કારના ડીફૉગરનો ઉપયોગ કરો. ઘણી વખત રિયર ગ્લાસ પર મોઈશ્ચર આવી જાય છે, તેવામાં ડીફૉગરથી તેને દૂર કરી શકાય છે. ડીફૉગર ગ્લાસ પર હિટ જનરેટ કરે છે, જેનાથી મોઈશ્ચર દૂર થાય છે.

9. લો વિસ્કોસિટી ઓઈલનો ઉપયોગ
જો તમારા વિસ્તારમાં ઠંડી વધારે છે તો લો વિસ્કોસિટી એન્જિન ઓઈલનો ઉપયોગ કરવો જોઈએ. પહાડી વિસ્તારોમાં રહેતા લોકોએ 5W-30 કે 0w-30 એન્જિન ઓઈલ વાપરવું જોઈએ. આ એન્જિન ઓઈલ ઘણું સ્મૂધ રાખે છે. પહાડી પર રહેતા લોકોને કારનું એન્જિન પણ ગરમ થવા દેવું જોઈએ, આ બ્રેક માટે પણ ફાયદાકારક છે.

10. એન્ટિ ફોગિંગ એલિમેન્ટનો ઉપયોગ
ઠંડીના દિવસોમાં કારની અંદર ફૉગ થવો એ સામાન્ય વાત છે. તેને દૂર કરવા માટે તમે એન્ટિ ફોગિંગ સ્પ્રે, સિલિકા સેલ જેવા એલિમેન્ટનો ઉપયોગ કરી શકો છો. તમે ઈચ્છો તો કાપડની નાની થેલીમાં ચોખા ભરીને પણ મૂકી શકો છો. તેનાથી કારની અંદર ફોગની ઘણી તકલીફો દૂર થશે.