EV એક્સપો 2021:79,999 રૂપિયામાં હાર્લી ડેવિડસન ખરીદવાની તક, 100% ઇન્ડિયન કોમ્પોનન્ટવાળી ઇ-ઓટો, LED ડિસ્પ્લેવાળી ઇ-રિક્ષા પણ જોવા મળી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દિલ્હીમાં ઇલેક્ટ્રિક વ્હીકલ ફેર 'EV એક્સપો 2021'નું આયોજન કરવામાં આવ્યું છે. જો તમે કાર અને એક્સેસરીઝ જોવા ન જઈ શકતા હો તો અમે તમારા માટે આ EV એક્સપોની કેટલીક ખાસ વાતો લઇને આવ્યા છીએ.

ઈ-વ્હીકલ એક્સપોમાં ઈલેક્ટ્રિક ટૂ-વ્હીલરથી લઈને ઈ-રિક્ષા, લોડર અને ઓટો રજૂ કરવામાં આવ્યા છે. લગભગ 25 સ્કૂટર અને 6-7 હાઇ-લો સ્પીડ બાઇક, લગભગ 10 લોડર્સ અને આટલી જ સંખ્યામાં ઇ-રિક્ષા આવી છે. આમાંથી કેટલાક વ્હીકલ્સ માર્કેટમાં પહેલેથી જ છે, કેટલાક તાજેતરમાં જ લોન્ચ કરવામાં આવ્યા છે અને કેટલાક આગામી મહિનામાં આવી રહ્યા છે.

અહીં પર્સનલ યુઝ માટે ટૂ-વ્હીલરમાં લો અને હાઇ સ્પીડવાળાં બાઇક અને સ્કૂટર્સ છે. આમાંથી સૌથી મોંઘી બે હાઇ સ્પીડ બાઇક (ટેરા અને રેમોટોસ)ની કિંમત આશરે 1.05 લાખ રૂપિયા છે. દિલ્હીની Altius Autoની હાઇ સ્પીડ બાઇક 45 હજાર રૂપિયાની સબસિડી સાથે આવી છે. તે સિંગલ ચાર્જ પર 120 કિમી ચાલી શકે છે.

ટેરા હાઇ સ્પીડ બાઇક
ટેરા હાઇ સ્પીડ બાઇક

એક કંપની દેખાવમાં કેટલીક હાર્લી ડેવિડસન જેવી બાઇક લઇને આવી છે. 79,999 રૂપિયાની આ બાઇક ટૂંક સમયમાં આવી રહી છે. આ બાઇક 8.5 ઇંચ જાડા ટાયર સાથે લોન્ચ થવા જઇ રહી છે. તે સિંગલ ચાર્જમાં 60 કિમી સુધી જઈ શકે છે. કંપની જૂની બાઇકને 35 હજારમાં ઇલેક્ટ્રિક બનાવવાની ઓફર પણ આપી રહી છે. કસ્ટમાઇઝ્ડ બાઇકમાં ઓલાના ઇ-સ્કૂટર જેવાં બેક ગિયર્સ પણ હશે.

એક ઇન્ટરેસ્ટિંગ લોન્ચિંગ NCRના સોની ઇ-વ્હીકલ્સનું પણ રહ્યું છે. તેણે કસ્ટમાઇઝ્ડ ઇ-ફૂડ કાર્ટ રજૂ કર્યું છે. તેમાં LPG સિલિન્ડર માટે પૂરતી જગ્યા આપવામાં આવી છે જેથી ખોરાક ગરમ રહે. તેમાં અન્ય વસ્તુઓ સ્ટોર કરવા અને મેન્યૂ ડિસ્પ્લે માટે પણ જગ્યા છે. કંપની પાસે ઈ-ઓટોના આઠ માન્ય મોડલ પણ છે.

સોની ઇ-વ્હીકલ્સનું ઇ-ફૂડ કાર્ટ
સોની ઇ-વ્હીકલ્સનું ઇ-ફૂડ કાર્ટ

બંગાળમાં પ્લાન્ટ સાથે જાપાની કંપની 'ટેરા મોટર્સ' એક ઇ-રિક્ષા લાવી છે, જેમાં પાછળના ભાગમાં જાહેરાતો માટે LED ડિસ્પ્લે આપવામાં આવી છે. તેમાં રાઉટર છે જેથી એડવટાઇઝર્સ સરળતાથી જાહેરાત કન્ટ્રોલ કરી શકે છે. આ ઈ-રિક્ષા રજૂ કરવાનો હેતુ રિક્ષા માલિકો/ડ્રાઈવર્સને વધારાની કમાણીની તક પૂરી પાડવાનો છે.

મોટાભાગના ઈ-વાહનોમાં ચાઈનીઝ કોમ્પોનન્ટ ઘટ હોવાની ફરિયાદને 'ઈ-ફિલ ઈલેક્ટ્રિક' દ્વારા દૂર કરવામાં આવી રહી છે. તેણે 100% ઇન્ડિયન કોમ્પોનન્ટ સાથે ઇલેક્ટ્રિક વાહનો રજૂ કર્યા છે. તે મૂવર નામથી પેસેન્જર ઇ-રિક્ષા અને હોલર નામથી લોડર લઇને આવી છે. કંપની પાસે ઓટો પણ છે પરંતુ તેને વેચાણ માટે ઉપલબ્ધ થવામાં સમય લાગશે.

સ્વદેશી 'મૂવર્સ'
સ્વદેશી 'મૂવર્સ'

ઇ-બાઇક, સ્કૂટર, થ્રી અને ફોર વ્હીલર્સ ઉપરાંત, હોમ સ્ટોરેજ સિસ્ટમ તરીકે ગ્રીન બેટરીઓ પણ અહીં રજૂ કરવામાં આવી છે. એક કંપની ખાસ કરીને ટૂ-વ્હીલર્સ માટે વોટરપ્રૂફ લિથિયમ બેટરી લઈને આવી છે. ચાર્જિંગના ત્રણ કલાકમાં બાઇક 70 કિલોમીટર સુધી ચાલી શકે છે.

આ જ કંપનીએ લિથિયમ આયનની સુંદર C ઇન્વર્ટર બેટરી પણ બનાવી છે. મોડ્યુલર કરતાં બમણી ટકાઉ હોય એવી ઇન્વર્ટર બેટરીઓ ઘરની અંદર સ્થાપિત કરી શકાય છે. ઘરમાં વપરાતી ઇન્વર્ટર બેટરીની કિંમત કેપેસિટીના આધારે 25 થી 40 હજાર રૂપિયા છે.

ઇન્વર્ટેડ જી-ઓન
ઇન્વર્ટેડ જી-ઓન

ચાર્જિંગ સ્ટેશન બનાવતી કંપનીઓ પણ અહીં આવી છે. E-fil નામની કંપની 20 હજારથી 2.70 લાખ રૂપિયા સુધી ચાર્જિંગ સ્ટેશન ઓફર કરી રહી છે. આ કંપનીએ નવા પ્રકારના ચાર્જિંગ સ્ટેશનની રચના કરી છે, જેમાં એક સાથે ટૂ, થ્રી અને ફોર વ્હીલર ચાર્જ કરી શકાય છે. તેની કિંમત હજુ નક્કી કરવામાં આવી નથી.

ડ્રોન પાવર એ ચાર્જિંગ સ્ટેશન બનાવનારી બીજી કંપની છે. તેના ચાર્જિંગ સ્ટેશન પરથી ટૂ વ્હીલર, થ્રી વ્હીલર અને ફોર વ્હીલર ચાર્જ કરી શકાય છે. તેની કિંમત લગભગ ત્રણ લાખ રૂપિયા છે અને તેને વાઈ-ફાઈથી કનેક્ટ કરી શકાય છે.

મોટાભાગના વિઝિટર્સ બિઝનેસના હેતુથી અહીં આવે છે. તેમની વચ્ચે વ્યવસાયની તકો શોધવાની તો આતુરતા છે. પરંતુ તેઓ કોવિડથી બચવાની પણ કાળજી લઈ રહ્યા છે. તેમના નાક પર માસ્ક છે. પરંતુ સોશિયલ ડિસ્ટન્સનું એટલું ધ્યાન રાખવામાં નથી આવી રહ્યું. સારી વાત એ છે કે આ એક મેળો છે તેમ છતાં તેમાં ધક્કામુક્કી નથી થઈ રહી.

રજિસ્ટ્રેશન કાઉન્ટર
રજિસ્ટ્રેશન કાઉન્ટર
અન્ય સમાચારો પણ છે...