તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેકન્ડ હેન્ડ કાર હવે ફર્સ્ટ ચોઇસ:ઓગસ્ટમાં કાર ખરીદવા માટે ઓનલાઇન ટ્રાન્ઝેક્શન 25% વધ્યું, 55% સાથે સૌથી વધુ ડિમાન્ડ અલ્ટો 800ની રહી

11 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિશ્વભરમાં સેમીકન્ડક્ટરની અછતને કારણે નવી ગાડીઓનું પ્રોડક્શન ઓછું થઈ રહ્યું છે. લોકો હવે સેકન્ડ હેન્ડ ગાડીઓ તરફ વળી રહ્યાં છે. આ જ કારણ છે કે સેકન્ડ હેન્ડ કાર માર્કેટ હવે 5%થી 10% સુધી મોંઘું થઈ ગયું છે. પરિણામે, ડ્રુમ, OLX, Cars24 જેવાં ઓનલાઇન સેકન્ડ હેન્ડ પ્લેટફોર્મમાં વેચાણ એપ્રિલથી ઓગસ્ટના સમયગાળા દરમિયાન ઓનલાઇન ટ્રાન્ઝેક્શન 25% સુધી વધી ગયું છે.

એપ્રિલમાં ગાડીઓની ડિમાન્ડ 10 હજાર યૂનિટ રહી
ડ્રુમના ફાઉન્ડર અને CEO સંદીપ અગ્રવાલનું કહેવું છે કે, એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન સેકન્ડ હેન્ડ કારની ડિમાન્ડ રોકેટની માફક વધી રહી છે. એપ્રિલમાં આનું માર્કેટ 130 મિલિયન ડોલર (લગભગ 958 કરોડ રૂપિયા)નું રહ્યું, જે ઓગસ્ટમાં 165 મિલિયન ડોલર (લગભગ 1,216 કરોડ રૂપિયા)નું થઈ ગયું છે.

યૂનિટમાં વાત કરીએ તો સેકન્ડ હેન્ડ કાર 7,500 યૂનિટથી વધીને 10 હજાર યૂનિટ થઈ ગયું છે. ડ્રુમના પ્લેટફોર્મમાં આ આંકડો એપ્રિલમાં 9 લાખ યૂનિટ્સથી 10.1 લાખ યૂનિટ થઈ ગયો છે. સેકન્ડ કારના ભાવ ભલે 5%થી 10% વધી ગયા છે પણ આ ગાડીઓમાં સારો એવો ભાવ તોલ પણ કરી શકાય છે.

સેકન્ડ હેન્ડ કારમાં સૌથી વધુ ડિમાન્ડ અલ્ટોની રહેશે
OLX ઓટોના CEO અમિત કુમારનું કહેવું છે કે સેકન્ડ હેન્ડ કારમાં લોકો એવી ગાડીઓ પસંદ કરી રહ્યા છે જે બેસ્ટ સેલિંગ મોડેલ બનેલી છે. ફાઇનાન્શિયલ યર 2021ના ચોથા ત્રિમાસિકગાળા અને 2022ના ફાઇનાન્શિયલ યરના બાજા ત્રિમાસિકગાળામાં અલ્ટોના 55%, સ્કોર્પિયો 42%, સેન્ટ્રો 37% અને વેગનઆરનું 23% વેચાણ થયું. બેસ્ટ સેલિંગ મોડેલના ભાવ 3% અને 10% સુધી વધી છે.

ડિમાન્ડ વધવાથી સેકન્ડ હેન્ડ ગાડીઓનો સ્ટોક ઘટી રહ્યો છે
જૂની ગાડીઓ વેચનારા CARS24ના CEO કુનાલ મુંદ્રાનું કહેવું છે કે, ઓટો ઇન્ડસ્ટ્રીમાં અત્યારે ચીપની અછત છે. દેશમાં ફેસ્ટિવ સિઝનથી અગાઉના સમયની સરખામણીએ સેકન્ડ હેન્ડ ગાડીઓનું વેચાણ હજી વધવાની અપેક્ષા છે.

નવાં કાર ડીલર્સ તો પહેલેથી જ જણાવી ચૂ્ક્યાં છે કે અમારી પાસે લગભગ 25 દિવસનો જ સ્ટોક છે, જે આ વર્ષની ફેસ્ટિવલ સિઝન માટે ઓછો છે. તેમજ, સેકન્ડ હેન્ડ કાર્સની ડિમાન્ડને કારણે જાન્યુઆરી-માર્ચમાં 19.2 દિવસના સ્ટોકની સરખામણીએ જુલાઈ-સપ્ટેમ્બરમાં આ 18.7 દિવસનો જ બચ્યો છે.

અન્ય સમાચારો પણ છે...