તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વધારો:લોન્ચ થયાના એક મહિના પછી MG ગ્લોસ્ટર લાખ રૂપિયા સુધી મોંઘી થઈ, જુઓ વેરિઅન્ટ વાઈઝ નવું પ્રાઈસ લિસ્ટ

5 મહિનો પહેલા
 • પહેલા ગ્લોસ્ટરની એક્સ-શોરૂમ કિંમત 28.98-35.38 લાખ રૂપિયા સુધી હતી
 • હવે, SUVની કિંમતોમાં 20 હજારથી 1 લાખ રૂપિયા સુધીનો વધારો થયો છે

ગયા મહિને MGએ ફૂલ સાઈઝ SUV સેગમેન્ટમાં ગ્લોસ્ટરનો લોન્ચ કરી હતી. શરૂઆતમાં કંપનીએ તેને ઈન્ટ્રોડક્ટરી કિંમતોની સાથે માર્કેટમાં લોન્ચ કરી હતી, જે માત્ર 31 ઓક્ટોબર અથવા બે હજાર યુનિટ સુધી જ માન્ય હતી.

જો કે હવે સમય મર્યાદા પૂરી થઈ ગઈ છે, ત્યારે હવે MG મોટરે ગ્લોસ્ટરના તમામ વેરિઅન્ટની કિંમતમાં વધારો કરી દીધો છે, જેનાથી કિંમતમાં 20 હજાર રૂપિયાથી 1 લાખ રૂપિયા સુધીનો વધારો થઈ ગયો છે. ગ્લોસ્ટરના બેઝ વેરિઅન્ટની કિંમત 28.98 લાખ રૂપિયા હતી જ્યારે ટોપ એન્ડ ટ્રિમની કિંમત 35.38 લાખ રૂપિયા હતી. (બંને કિંમતો એક્સ-શોરૂમ).

હવે SUVની કિંમત 29.98 લાખ રૂપિયાથી શરૂ થયા છે અને રેન્જ ટોપિંગ ટ્રિમ માટે 35.58 લાખ રૂપિયા સુધી છે. ટેબલમાં જુઓ MG ગ્લોસ્ટરની વેરિઅન્ટ વાઈઝ લિસ્ટ

વેરિઅન્ટનવી કિંમત*જૂની કિંમત*
Super 7-seater29.98 લાખ રૂ.28.98 લાખ રૂ.
Smart 6-seater31.48 લાખ રૂ.30.98 લાખ રૂ.
Sharp 6-seater34.28 લાખ રૂ.33.98 લાખ રૂ.
Sharp 7-seater33.98 લાખ રૂ.33.68 લાખ રૂ.
Savvy 6-seater35.58 લાખ રૂ.35.38 લાખ રૂ.

એન્ટ્રી લેવલ સુપર 7 સીટ વેરિઅન્ટની કિંમત 1 લાખ રૂપિયા વધી ગઈ છે, જ્યારે સ્માર્ટ 6-સીટ ટ્રિમની કિંમત હવે 50,000 રૂપિયા વધારે છે. શાર્પ ટ્રિમના 6-સીટ અને 7-સીટ બંને વેરિઅન્ટની કિંમત હવે પહેલાની સરખામણીમાં 30,000 રૂપિયા વધારે થઈ ગઈ છે. બીજી તરફ રેન્જ-ટોપિંગ સેવી 6-સીટ વેરિઅન્ટની કિંમતમાં માત્ર 20,000 રૂપિયાનો વધારો થયો છે.

2.0 લિટર ડીઝલ એન્જિનથી સજ્જ SUV

 • SUVની વાત કરીએ તો તે 2.0 લિટર ડીઝલ એન્જિનથી સજ્જ છે જેને બે જુદી જુદી રીતે ટ્યુન કરવામાં આવ્યા છે. સિંગલ ટર્બો એન્જિન, 164PS/375nmનો પાવર આઉટપુટ જનરેટ કરે છે અને ફ્રન્ટ વ્હીલ ડ્રાઈવ સેટઅપની સાથે આવે છે, જ્યારે ટ્વિન ટર્બો વેરિઅન્ટ ફોર વ્હીલ ડ્રાઈવની સાથે આવે છે અને 218PS/480nmનો પાવર આઉટપુટ જનરેટ કરે છે.
 • MG SUVમાં 8-સ્પીડ કન્વર્ટર ઓટોમેટિક ગિયરબોક્સ ટ્રાન્સમિશન સ્ટાન્ડર્ડ તરીકે મળે છે. MG ગ્લોસ્ટર વર્તમાનમાં ફોર્ડ એન્ડેવર, ટોયોટા ફોર્ચ્યુનર, મહિન્દ્રા અલ્ટુરસ G4ની સાથે ભારતીય માર્કેટમાં ફોક્સવેગન ટિગુઆન અલાસ્પેસને ટક્કર આપે છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો