ઓલા ઈલેક્ટ્રિક કાર પરથી આજે પડદો ઉઠશે:‘ફ્રીડમ ડે’ નિમિત્તે કંપની લોન્ચ કરશે 3 નવી ઇલેક્ટ્રિક પ્રોડક્ટ, જુઓ લુક અને ડિઝાઇન

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

સ્વતંત્રતા દિવસનાં પ્રસંગ પર ઓલાનાં CEO ભાવિશ અગ્રવાલે ઈલેક્ટ્રિક વ્હીકલની 3 નવી પ્રોડક્ટ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. જેમાં તેની પહેલી ઇલેક્ટ્રિક કાર, લીલા રંગનું ઓલા S1 પ્રો ઇલેક્ટ્રિક સ્કૂટર અને બેટરી સામેલ છે. ભાવિશ અગ્રવાલે ટ્વિટમાં લખ્યું, ‘પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત’ અને 15 ઓગષ્ટે બપોરે 2 વાગ્યે જાહેરાતની તારીખ આપી છે. વિવિધ અહેવાલો મુજબ પહેલી ઓલા ઈલેક્ટ્રિક કાર સિંગલ ચાર્જ પર 500 કિમીની રેન્જ સાથે આવશે, જે ભારતીય ઈવી ઉત્પાદક માટે સૌથી વધુ હશે.

ઓલા ઇલેક્ટ્રિક કાર
ઓલા ઇલેક્ટ્રિકની પહેલી કાર છેલ્લાં કેટલાક સમયથી ચર્ચામાં છે. જો કે, હવે કંપનીનાં CEO ભાવિશ અગ્રવાલે 15 ઓગષ્ટે સ્વતંત્રતા દિવસ 2022નાં પ્રસંગ પર આ કાર લોન્ચ કરવાની પુષ્ટિ કરી છે. અગ્રવાલે તેનાં ટ્વિટર હેન્ડલ પર ઇલેક્ટ્રિક કારનો વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં એક લાલ રંગની કાર રસ્તા પર દોડી રહી છે, જેમાં માત્ર પાછળનાં પૈડાં જ દેખાય છે.

ઓલા S1 પ્રો ઇલેક્ટ્રિક સ્કૂટર
ટુ-વ્હીલર્સ ઇવી ઉત્પાદક ઓલા ઇલેક્ટ્રિક આ સ્વતંત્રતા દિવસે 15 ઓગષ્ટે ઓલા S1 પ્રો ઇલેક્ટ્રિક સ્કૂટરને નવા રંગમાં લોન્ચ કરે તેવી સંભાવના છે. ઓલા ઇલેક્ટ્રિકનાં CEO ભાવિશ અગ્રવાલે 'ગ્રીનેસ્ટ ઇવી'નું ટ્વિટર પર ટીઝર શેર કર્યું હતું. આ પહેલા કંપની હોળીના તહેવાર દરમિયાન ઓલા S1 પ્રો ઇલેક્ટ્રિક સ્કૂટરને ભગવા રંગમાં લોન્ચ કરી ચૂકી છે.

ઓલા ઇલેક્ટ્રિક બેટરી સેલ
ઓલા ઇલેક્ટ્રિકનાં ચીફ માર્કેટિંગ અને રેવન્યુ ઓફિસર અંશુલ ખંડેલવાલે જણાવ્યું હતું કે, ઓલા 15 ઓગષ્ટે તેનાં ઇલેક્ટ્રિક વાહનો માટે નવી બેટરી સેલ પણ શરૂ કરશે. તેમણે લખ્યું, ‘જો તમે સપના જોવા જઈ રહ્યા છો, તો તેને અશક્ય બનાવો અને પછી તેને વાસ્તવિકતામાં ફેરવો. 15 ઓગષ્ટે બપોરે 2 વાગ્યે મળીશું.’