અપકમિંગ:ઓલાનું નવું વેન્ચર, આવતા વર્ષે ઇન્ડિયન માર્કેટમાં નવું ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર લાવશે

દિલ્હી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ફેમસ કેબ પ્રોવાઇડર Ola હવે ઇલેક્ટ્રિક વ્હીકલ માર્કેટમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. તેની આસિસ્ટમન્ટ કંપની Ola Electric ઇન્ડિયામાં અને ગ્લોબલ માર્કેટમાં નવું ઇલેક્ટ્રિક ટૂ વ્હીલર લોન્ચ કરશે. આ માટે ઓલા ઇલેક્ટ્રિકે નેધરલેન્ડની ઇલેક્ટ્રિક સ્કૂટર કંપની Etergo BV સાથે ભાગીદારી કરી છે. ઓલા ઇલેક્ટ્રિક આવતા વર્ષ। તેનું ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર ઇન્ડિયન માર્કેટમાં લાવશે.

નેધરલેન્ડની ઇલેક્ટ્રિક સ્કૂટર કંપની Etergoની સ્થાપના વર્ષ 2014માં થઈ હતી. આ કંપની તેના AppScooter માટે ફેમસ છે. આ સ્કૂટરને ઇનોનેટન ડિઝાઇન અને એન્જિનિયરિંગ માટે વિશ્વભરમાં ઘણા અવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે.

Etergo AppScooterને પહેલીવાર વર્ષ 2018માં શોકેસ કરવામાં આવ્યું હતું. આ ઇલેક્ટ્રિક સ્કૂટર એકવાર ફુલ ચાર્જ થવા પર 240 કિમી સુધી ચાલે છે. તેમાં હાઇ એનર્જી ડેન્સિટી બેટરી આપવામાંઆવી છે, જેને સ્વેપ કરી શકાય છે. કંપનીનો દાવો છે કે આ સ્કૂટર ફક્ત 3.9 સેકંડમાં 0થી 45 કિમી સુધીની સ્પીડ પકડી શકે છે. આ સ્કૂટરમાં TFT ઇન્સ્ટ્રુમેન્ટ કંસોલ આપવામાં આવ્યં છે. તેમજ, સ્કૂટરની સીટ નીચે 50 લિટરની સ્ટોરેજ કેપેસિટી પણ છે.