ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટરની રાહ આખરે 15 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટરના CEO ભાવેશ અગ્રવાલે સોશિયલ મીડિયા પર માહિતી આપતાં જણાવ્યું કે, સ્કૂટરની લોન્ચિંગ ઇવેન્ટ 15 ઓગસ્ટના રોજ યોજાશે. તે પછી જ સ્કૂટરનાં સ્પેસિફિકેશન્સ અને ડિટેલ્સ પણ શેર કરવામાં આવશે. અગાઉ, તેમણે તે તમામ ગ્રાહકોનો આભાર માન્યો હતો જેમણે આ સ્કૂટરનું પ્રિ-બુકિંગ કરાવી લીધું છે.
ઓલા ઈ-સ્કૂટર 10 કલર ઓપ્શન સાથે લોન્ચ થશે. તેમાં બ્લેક, વ્હાઇટ, ગ્રે, યલો, રેડ, બ્લુ અને તેના શેડ્સનો સમાવેશ થાય છે. કંપનીએ 15 જુલાઈથી 499 રૂપિયામાં તેની પ્રી-બુકિંગ શરૂ કર્યું હતું. જે રિફંડેબલ અમાઉન્ટ પણ છે. બુકિંગના પહેલા 24 કલાકમાં જ કંપનીને 1 લાખથી વધુ બુકિંગ મળ્યાં હતાં.
કિંમત
કંપનીએ હજુ સુધી આ ઈ-સ્કૂટરની કિંમત જાહેર કરી નથી. પરંતુ કેટલાક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, તેની કિંમત 85,000 રૂપિયા હોઈ શકે છે. આ કિંમત સબસિડી સાથે હશે કે નહીં અથવા આ કિંમત પર સબસિડી મળશે કે કેમ તે હજુ સ્પષ્ટ નથી. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે તેમાં ઉપયોગમાં લેવાતી બેટરી અને મોટરની કિંમત 85 હજાર રૂપિયા સુધીની છે.
ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ
કંપની 400 શહેરોમાં ચાર્જિંગ પોઇન્ટ બનાવશે
કંપનીએ ભારતમાં ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર માટે 400 શહેરોમાં 1,00,000થી વધુ લોકેશન અથવા ટચપોઈન્ટ પર હાઈપરચાર્જર સ્થાપિત કરવાની જાહેરાત કરી છે. આમાં, ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટરના ગ્રાહકને ચાર્જ કરવામાં કોઈ અસુવિધા થશે નહીં. કયા શહેરમાં ચાર્જિંગ પોઇન્ટ આવેલું છે તેની માહિતી કંપનીની ઓફિશિયલ વેબસાઇટ પર મળી જશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.