તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પહેલા ટેસ્લા આવશે કે ઓલા જશે?:ઓલા સ્કૂટર અમેરિકાની ઉડાન ભરશે, શું ટેસ્લાની ગાડી ભારત આવ્યા પહેલા ઓલાનું સ્કૂટર અમેરિકા પહોંચી જશે?

14 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઓલા સ્કૂટર લોન્ચ થયા બાદ તેને ભારતમાં ખૂબ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. લોકો ભવિષ્યમાં આ સ્કૂટર ખરીદવાનું વિચારી રહ્યા છે. કંપની આ મહિનાથી આ સ્કૂટરનું વેચાણ પણ શરૂ કરવાની છે. આ સ્કૂટરને વિશ્વભરમાં પોય્પુલારિટી મળી રહી છે. આ જ કારણોસર કંપની આ સ્કૂટરનું એક્સપોર્ટ ટૂંક સમયમાં શરૂ કરી શકે છે.

કંપનીના CEO ભાવેશ અગ્રવાલે વર્ષ 2022થી ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર એક્સપોર્ટ કરવાની વાત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર પણ જણાવ્યું કે, આગામી વર્ષથી કંપની સંયુક્ત રાજ્ય અમેરિકામાં સ્કૂટર એક્સપોર્ટ કરવાનું શરૂ કરશે.

વિક્રમ વાધવા નામના યુઝરે સોશિયલ મીડિયા પર ઓલા સ્કૂટરના સમાચારને લિંક કરીને લખ્યું કે, આ ઇલેક્ટ્રિક સ્કૂટરની સ્પીડ 70 માઇલ (લગભગ 112 kh/h) પ્રતિ કલાક હશે. જ્યારે તેની કિંમત સાઇકલ જેટલી છે. આ અદભુત છે. આ સ્કૂટરનું ટેસ્લા છે. અમે તેને સિલિકોન વેલીમાં રાખવાનું પસંદ કરીશું. તેનો જવાબ આપતા ભાવિશે કહ્યું કે, તે વર્ષ 2022 સુધીમાં અમેરિકામાં શિપિંગ કરશે.

શું ટેસ્લા અહીં આવે એ પહેલાં સ્કૂટર અમેરિકા પહોંચી જશે?
અમેરિકન ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાના ભારતમાં શ્રીગણેશ તો ગયા વર્ષે જ થઈ ગયાં હતાં. એવું માનવામાં આવતું હતું કે કંપનીની ગાડીઓ હવે અહીં મળવા લાગશે. પરંતુ હજી સુધી આ સંબંધિત કોઈ અપડેટ આવી નથી. ઈલોન મસ્ક હજી સુધી સ્પષ્ટ કરી શક્યા નથી કે ભારતમાં ટેસ્લાની ગાડીઓનું વેચાણ ક્યારથી શરૂ થશે. ભાવિશ દ્વારા ઓલા ઈ-સ્કૂટરને યુએસ લઈ જવાની વાત ચાલી રહી છે ત્યારે આ ચર્ચાએ જોર પકડ્યું છે કે ટેસ્લા ભારતમાં આવે તે પહેલાં ઓલા ઈ-સ્કૂટર અમેરિકા પહોંચી જશે.

સોશિયલ મીડિયા પર અરવિંદ ગુપ્તા જે ડિજિટલ ઇકોનોમી અને પોલિસીના એક્સપર્ટ છે અને ભારત સરકારના BJPTech કંપનીના CEO રહી ચૂક્યા છે તેમણે પણ લખ્યું કે ઓલા સ્કૂટર અમેરિકામાં ટેસ્લાના ભારત આવ્યા પહેલાં મળવાનું શરૂ થઈ જશે.

ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટરનાં ફીચર્સ
3 સેકન્ડમાં 0થી 40kmની સ્પીડઃ
ઓલાએ S1 સ્કૂટરમાં 8.5 કિલોવોટ પીક પાવર જનરેટ કરતી મોટર લગાવી છે. આ મોટર 3.9 કિલોવોટ કેપેસિટીવાળી બેટરી સાથે જોડવામાં આવી છે. તે 0થી 40 કિલોમીટરની સ્પીડ માત્ર 3 સેકંડમાં પકડી લે છે. તેની ટોપ સ્પીડ 115 કિમી પ્રતિ કલાક છે. સિંગલ ચાર્જ પર તે 181 કિમી સુધીની રેન્જ આપે છે. તેમાં રાઈડિંગ માટે નોર્મલ, સ્પોર્ટ અને હાઈપર મોડ આપવામાં આવ્યા છે. ઓલા સ્કૂટરની બેટરીને ફુલ ચાર્જ કરવામાં 6 કલાકનો સમય લાગે છે. ખાસ વાત એ છે કે આ સ્કૂટરમાં ક્રૂઝ કન્ટ્રોલ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત, ઓલા ફાસ્ટ ચાર્જરથી ઈલેક્ટ્રિક સ્કૂટરને માત્ર 18 મિનિટમાં 50 ટકા ચાર્જ કરી શકાય છે. સ્કૂટરમાં 7 ઈંચની ટચસ્ક્રીન ડિસ્પ્લે મળશે, જે વાઈફાઈ કનેક્ટિવિટીને સપોર્ટ કરે છે.

રિવર્સ મોડ મળશેઃ ઓલા ઈલેક્ટ્રિક સ્કૂટરમાં રિવર્સ મોડ ફીચર મળશે. આ ફીચરમાં તમે ઈલેક્ટ્રિક સ્કૂટર S1ને સરળતાથી બેઠાં બેઠાં રિવર્સ પણ કરી શકો છો. અગાઉ આ ઓપ્શન બીજા કોઈ સ્કૂટરમાં જોવા નથી મળ્યો.

સ્કૂટરનું સ્પીડોમીટર બદલી શકશોઃ તેની ડિસ્પ્લેમાં જે સ્પીડોમીટર મળશે, તેમાં ઘણા પ્રકારના ફેસ મળશે. તેને ડિજિટલ, નંબર્સ અથવા વિવિધ ફોર્મેટમાં રાખી શકાય છે. ખાસ વાત એ છે કે, તમે જેવો ફેસ સિલેક્ટ કરશો સ્કૂટર તેવો અવાજ કરશે.

7 ઈંચની ડિસ્પ્લે મળશેઃ ઓલાએ આ સ્કૂટરમાં 7 ઈંચની ટચસ્ક્રિન ડિસ્પ્લે આપી છે, જે મૂવ ઓપરેટિંગ સિસ્ટમ સાથે આવે છે. ડિસ્પ્લે ઘણી શાર્પ અને બ્રાઈટ છે. તે વોટર અને ડસ્ટપ્રૂફ છે. ઓલા સ્કૂટરમાં વોઈસ આસિસ્ટ, બિલ્ટ ઈન સ્પીકર વગેરે છે. ઓલા ઈલેક્ટ્રિક સ્કૂટરને ડિજિટલ ડિસ્પ્લેમાં મૂળ ડિસ્પ્લે મળે છે. તે એ પણ બતાવશે કે તે કેટલું કાર્બન એમિશન બચાવી રહ્યું છે. ઓલા ઈલેક્ટ્રિક સ્કૂટરમાં હિલ હોલ્ડ કંટ્રોસ, રિવર્સ આસિસ્ટ, ક્રૂઝ કન્ટ્રોલ, 3GB રેમની સાથે 7 ઈંચ ટચસ્ક્રીન ડિસ્પ્લે ઓક્ટાકોર પ્રોસેસર મળે છે. તે 4G, વાઈફાઈ અને બ્લૂટૂથ કનેક્ટિવિટીને સપોર્ટ કરે છે.
વોઈસ કમાન્ડ પણ ફોલો કરશેઃ સ્કૂટર વોઈસ કમાન્ડથી કંટ્રોલ થશે. તેના માટે યુઝરને Hi ઓલા કહીને કમાન્ડ આપવું પડશે. જેમ કે, Hi ઓલા પ્લે સમ મ્યુઝિક કમાન્ડ આપશો તો ગીત પ્લે થઈ જશે. ઈન્ક્રીઝ વોલ્યૂમ કમાન્ડ આપવા પર અવાજ વધી જશે. મ્યૂઝિક માટે તેમાં બિલ્ટ-ઈન સ્પીક આપવામાં આવ્યું છે.

કોલ અટેન્ડ કરી શકશોઃ જો રાઈડિંગ દરમિયાન કોઈનો કોલ આવશે તો તમે સ્ક્રીન પર ટેપ કરીને તેને અટેન્ડ કરી શકશો. તેના માટે ફોન કાઢવાની જરૂર નહીં પડે. આ કામને વોઈસ કમાન્ડ દ્વારા પણ કરી શકાશે.

કંપની 400 શહેરોમાં બનાવશે ચાર્જિંગ પોઈન્ટઃ કંપનીએ ઓલા ઈલેક્ટ્રિક સ્કૂટર માટે 400 શહેરોમાં 1,00,000થી વધારે લોકેશન અથવા ટચપોઈન્ટ્સ પર હાઈપરચાર્જર લગાવવાની જાહેરાત કરી છે. તેનાથી ઓલા ઈલેક્ટ્રિક સ્કૂટરના ગ્રાહકોને ચાર્જિંગમાં અસુવિધા નહીં થાય. કઈ સિટીમાં ચાર્જિંગ પોઈન્ટ છે એ વાતની જાણકારી કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પર મળશે.

બૂટ સ્પેસમાં બે હેલમેટઃ તેમાં મોટી બૂટ સ્પેસ પણ મળશે. તેના વીડિયો ટીઝરમાં બતાવવામાં આવ્યું છે કે બે હેલમેટ રાખવામાં આવી રહ્યા છે. સામાન્ય રીતે સ્કૂટરની બૂટ સ્પેસમાં એક જ હેલમેટ આવે છે.

કી-લેસ એક્સપિરિયન્સ મળશેઃ ઓલા ઈલેક્ટ્રિક સ્કૂટરમાં પહેલી વખત તમને કી-લેસ એક્સપિરિયન્સ મળશે. સ્કૂટરની સાથે કંપની ચાવી નથી આપી રહી. તેને તમે સ્માર્ટફોન એપ અને સ્ક્રિનની મદદથી લોક-અનોલક કરી શકશો. તેમાં સેંસર આપવામાં આવ્યા છે, જેનાથી તમે જેવા સ્કૂટરની પાસે જશો, સ્કૂટર નામ સાથે હાય કરશે અને જ્યારે તમે દૂર જશો ત્યારે તે નામને બાય કહેશે.

અન્ય સમાચારો પણ છે...