• Gujarati News
  • Utility
  • Automobile
  • Ola Scooter Waiting Period Extended Again, Purchase Orders Can Be Placed From December 16, Test Ride Will Start From November 10

વેટિંગ પિરિયડ:ઓલા સ્કૂટરનો વેટિંગ પિરિયડ ફરી વધ્યો, 16 ડિસેમ્બરથી પર્ચેસ ઓર્ડર આપી શકાશે, 10 નવેમ્બરથી ટેસ્ટ રાઇડ શરૂ થશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટરે માર્કેટમાં આવતા જ ધૂમ મચાવી લીધી છે. તેણે બુકિંગ અને પર્ચેસના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. લોકો હવે આ સ્કૂટર રસ્તા પર ક્યારે દોડશે એની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે આ સ્કૂટર બુક કરી ચૂકેલા ગ્રાહકો માટે એક માઠા સમાચાર આવી રહ્યા છે. ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર S1 ખરીદવા માટે ગ્રાહકોએ 16 ડિસેમ્બર સુધી રાહ જોવી પડી શકે છે. કંપનીએ રિઝર્વર્સ માટે પર્ચેસ વિંડો ખોલવાનો સમય લંબાવ્યો છે. કંપનીએ અગાઉ કહ્યું હતું કે રિઝર્વર્સમાંથી નવા ઓર્ડર માટે પર્ચેસ વિંડો 1 નવેમ્બરથી ખૂલશે. કંપનીનું કહેવું છે કે પર્ચેસ અને ડિલિવરી વચ્ચેના મિનિમમ વેટિંગ ટાઇમ મેનેજ કરવા અને કરન્ટ ઓર્ડરને પ્રાયોરિટી આપવા માટે તેને રિસેટ કરવામાં આવ્યું છે.

જે ગ્રાહકોએ કંપનીના ઇલેક્ટ્રિક સ્કૂટરને 499 રૂપિયા આપીને રિઝર્વ કરાવ્યું છે તેઓ 16 ડિસેમ્બરથી ખરીદીનો ઓર્ડર આપી શકશે. કરન્ટ ઓર્ડર માટે ફાઇનલ પેમેન્ટની વિંડો ખુલ્લી છે અને 10 નવેમ્બરના રોજ ટેસ્ટ રાઈડ શરૂ થયા પછી તેને એનેબલ કરવામાં આવશે. ઓલા ઈલેક્ટ્રીકની પહેલી પર્ચેસ વિંડો 15-16 સપ્ટેમ્બર સુધી ખુલી હતી. કંપનીએ 8 સપ્ટેમ્બરથી તેનું ઇલેક્ટ્રિક સ્કૂટર બુક કરવાનું શરૂ કર્યું હતું.

કિંમત

ઓલા S1 ઈલેક્ટ્રિક સ્કૂટરના બેઝ વેરિઅન્ટની કિંમત 99,999 રૂપિયા રાખવામાં આવી છે. ‘Ola S1’ ઈલેક્ટ્રિક સ્કૂટરમાં ‘Ola S1 Pro’ નામનું ટોપ વેરિઅન્ટ પણ હશે અને તેની કિંમત 1.29,999 રૂપિયા રાખવામાં આવી છે. તે ઉપરાંત તમે જે રાજ્યમાં આ સ્કૂટર ખરીદો છો ત્યાંના હિસાબથી કિંમતમાં થોડો ફેરફાર હોઈ શકે છે અને આ કિંમતો રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતી સબસિડી બાદ કર્યાં પછીની છે.

S1 પ્રો વેરિયન્ટ સિંગલ ચાર્જ પર 181 કિમી સુધી ચાલે છે
S1 પ્રો વેરિયન્ટ સિંગલ ચાર્જ પર 181 કિમી સુધી ચાલે છે

ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ

  • ઓલા S1 ઇલેક્ટ્રિક સ્કૂટરના પાવર પર્ફોર્મન્સ વિશે વાત કરીએ તો તેનાં S1 અને S1 Pro વેરિઅન્ટમાં પાવર માટે સમાન ઇલેક્ટ્રિક મોટર આપવામાં આવી છે. તેનું એન્જિન મેક્સિમમ 8.5 kW પાવર અને 58 Nm પીક ટોર્ક જનરેટ કરે છે. ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટરના S1 વેરિઅન્ટમાં પાવર માટે 2.98 kWh બેટરી પેક આપવામાં આવ્યું છે અને S1 પ્રો વેરિઅન્ટમાં 3.97 kWh બેટરી પેક આપવામાં આવ્યું છે.
  • આ ઇલેક્ટ્રિક સ્કૂટર સ્પીડના મામલે પણ બેજોડ છે. તેના S1 Pro વેરિઅન્ટને 115 kmphની ટોપ સ્પીડ મળે છે. તેમજ, તેનાં S1 વેરિઅન્ટને 90 kmphની ટોપ સ્પીડ મળે છે. રેન્જ વિશે વાત કરીએ તો ઓલા ઈલેક્ટ્રિક સ્કૂટરનું S1 વેરિઅન્ટ ફુલ ચાર્જ પર 121 કિમીની રેંજ આપે છે. તેમજ, તેનું S1 પ્રો વેરિયન્ટ સિંગલ ચાર્જ પર 181 કિમી સુધી ચાલે છે. S1 વેરિઅન્ટ 3.6 સેકન્ડમાં જ 0-40 kmphની સ્પીડ પકડી લે છે. તેમજ, તેનું S1 પ્રો વેરિઅન્ટ 3 સેકન્ડમાં 0-40 kmphની સ્પીડ પકડી લે છે.
અન્ય સમાચારો પણ છે...