ઓલાનું ઈલેક્ટ્રિક સ્કૂટર ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થવાનું છે. તેનું બુકિંગ 15 જુલાઈથી 499 રૂપિયામાં થઈ રહ્યું છે. ખરીદીને લઈને ઘણો ઉત્સાહ છે. પરિણામે, શરૂઆતના થોડા દિવસમાં જ ઓલાના એક લાખથી પણ વધારે સ્કૂટર બુક થઈ ગયા. જે વિશ્વનું સૌથી વધારે પ્રી-બુકિંગ રેકોર્ડ છે.
હાલમાં કંપનીએ તેની લોન્ચિંગ ડેટ અને કિંમત નથી જણાવી, પરંતુ તેને લઈને સતત નવા ફીચર અને જાણકારીઓ સામે આવી રહી છે. ખાસ વાત એ છે કે રાજ્ય અને કેન્દ્ર સરકારની તરફથી મળતી સબ્સિડીથી ઈલેક્ટ્રિક સ્કૂટર્સની કિંમત 42-57% સુધી ઓછી થઈ શકે છે.
ઈવી પર કેટલી સબ્સિડી મળી શકે છે? સમજો સંપૂર્ણ ગણિત...
તો સબ્સિડી બાદ ઓલાની કિંમત કેટલી થઈ શકે છે? સમજો...
કંપની 400 શહેરોમાં ચાર્જિંગ પોઈન્ટ બનાવશે
તે સાથે જ કંપની ભારતમાં ઓલાએ ઈલેક્ટ્રિક સ્કૂટર માટે 400 શહેરોમાં 100,000 કરતા વધારે લોકેશન અથવા ટચપોઈન્ટ્સ પર હાઈપરચાર્જર લગાવવાની જાહેરાત કરી છે. તેમાં ઓલા ઈલેક્ટ્રિક સ્કૂટરના ગ્રાહકોને ચાર્જિંગમાં અસુવિધા નહીં થાય. કઈ સિટીમાં ચાર્જિંગ પોઈન્ટ છે એ વાતની જાણકારી કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પર મળશે.
ઓલા ઈલેક્ટ્રિક સ્કૂટરના ફીચર્સ
સિંગલ ચાર્જ પર 150 કિલોમીટરની રેન્જ આપશે
ઓલાનું આ ઈલેક્ટ્રિક સ્કૂટર સિંગલ ચાર્જમાં 150 કિલોમીટર સુધી દોડશે. તેની ટોપ સ્પીડ 90 કિલોમીટર પ્રતિ કલાકની હશે. આ ઈલેક્ટ્રિક સ્કૂટર હોમ ચાર્જરની સાથે આવશે. કસ્ટમર આ સ્કૂટરને રેગ્યુલર વોલ સોકેટથી ચાર્જ કરી શકશે.
બૂટ સ્પેસમાં બે હેલમેટ સરળતાથી આવશે
તેમાં એક મોટી બૂટ સ્પેસ પણ મળશે. ટીઝરમાં બૂટ સ્પેસમાં બે હેલમેટ રાખતા બતાવવામાં આવ્યું છે. સામાન્ય રીતે સ્કૂટરના બૂટ સ્પેસમાં એક જ હેલમેટ આવે છે. આ સ્કૂટરને 10 કલરમાં રજૂ કરવામાં આવશે. તેમાં બ્લેક, વ્હાઈટ, વાદળી, લાલ અને ગુલાબી જેવા કલર સામેલ છે.
માત્ર 18 મિનિટમાં 50% ચાર્જ થશે
કંપનીનો દાવો છે કે ફાસ્ટ ચાર્જરથી સ્કૂટર 18 મિનિટમાં 50% ચાર્જ થઈ જશે. તેમાં 75 કિલોમીટરની રેન્જ મળશે. તેની સાથે આ ઈલેક્ટ્રિક સ્કૂટરમાં સ્માર્ટફોન કનેક્ટિવિટીની સુવિધા પણ મળશે, જે ઓલા ઈલેક્ટ્રિક એપ દ્વારા ચાર્જિંગ સ્ટેટસની રિઅલ ટાઈમ જાણકારી આપવામાં મદદ કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.