સૌથી વધુ વેચાતાં સ્કૂટર્સ:ઇલેક્ટ્રિક સ્કૂટરમાં ઓલાએ મારી બાઝી, હોન્ડા એક્ટિવાનું વેચાણ 1 લાખ યુનિટ્સથી વધુ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

મે મહિનામાં હોન્ડાના સૌથી વધુ સ્કૂટર્સ વેચાયા. 10 સૌથી વધુ વેચાયેલા સ્કૂટર્સમાં હોન્ડાની એક્ટિવા ટોચ પર છે. મે મહિનામાં એક્ટિવાના 1,49,407 યુનિટ્સ વેંચાયાં. આ રેસમાં TVS જુપિટર બીજા અને સુઝુકી એક્સેસ ત્રીજા નંબર પર રહી. મે મહિનામાં સૌથી વધુ વેચાયેલાં સ્કૂટર્સમાં ફ્કત એક ઈલેક્ટ્રિક સ્કૂટર ઓલાની S1 પ્રો 9માં નંબર પર રહી. તો ચાલો એક-એક કરીને જાણીએ કે, મે મહિનામાં ક્યું સ્કૂટર સૌથી વધુ વેચાયુ?

1 હોન્ડા એક્ટિવા
હોન્ડા એક્ટિવા મે મહિનામાં સૌથી વધુ વેચાતુ સ્કૂટર છે. મે મહિનામાં એક્ટિવાના 1,49,407 યુનિટ્સ વેચાયા. એપ્રિલના ડેટા સાથે સરખામણી કરીએ તો મે મહિનામાં એક્ટિવાના વેચાણમાં ઘટાડો નોંધાયો હતો તેમછતાં પણ આ મહિનામાં સૌથી વધુ વેચાયેલ સ્કૂટર તે જ છે. એપ્રિલમાં એક્ટિવાના 1,63,357 યુનિટ્સ વેચાયા છે.

2 TVS જુપિટર
મે મહિનામાં TVSના 59,613 યુનિટ્સ જુપિટર સ્કૂટરના વેચાયા. સૌથી વધુ વેચાતા સ્કૂટરમાં જુપિટર બીજા નંબર પર રહ્યું છે. જોકે, એપ્રિલની સાપેક્ષમાં સ્કૂટરના વેચાણમાં સારો એવો ઘટાડો નોંધાયો હતો.

3 સુઝુકી એક્સેસ
સ્કૂટરના વેચાણમાં સુઝુકી એક્સેસ ત્રીજા નંબર પર રહી. મે મહિનામાં એક્સેસના 35,709 યુનિટ્સ વેચાયા. એપ્રિલના ડેટા સાથે સરખામણી કરીએ તો મે માં એક્સેસના વેચાણમાં 8.4 ટકા વૃદ્ધિ થઈ. એપ્રિલમાં સુઝુકીના એક્સેસના 32,932 યુનિટ્સ વેચાયા.

4 TVS Nટોર્ક
મે મહિનામાં TVS Nટોર્કના 26,005 યુનિટ્સ વેચાયા. આ સ્કૂટર મે મહિનામાં સૌથી વધુ વેચાયેલ ચોથા નંબરનું સ્કૂટર છે. એપ્રિલની સાપેક્ષે મે મહિનામાં Nટોર્કના વેચાણમાં વૃદ્ધિ થઈ છે. એપ્રિલમાં Nટોર્કના 25,267 યુનિટ્સ વેચાયા.

5 હોન્ડા ડિયો
હોન્ડાનું વધુ એક મોડેલ ‘ડિયો’ પણ ટોપ-10 માં સામેલ છે. મે માં હોન્ડાના ડિયોના 20,487 યુનિટ્સ વેચાયા. એપ્રિલની સાપેક્ષમાં મે મહિનામાં ડિયોનું વેચાણ વધુ રહ્યું. મે મહિનામાં સ્કૂટરના વેચાણમાં હોન્ડા ડિયો પાંચમાં નંબર પર રહ્યું.

6 હીરો પ્લેઝર
મે મહિનામાં સ્કૂટર્સના વેચાણમાં હીરો પ્લેઝર છઠ્ઠા નંબર પર રહી છે. હીરો કંપનીએ મે મહિનામાં પ્લેઝરના 18,531 યુનિટ્સ વેચ્યા છે. આ મોડેલનું વેચાણ હાલ વધ્યું છે.

7 સુઝુકી બર્ગમન સ્ટ્રીટ
એપ્રિલની સાપેક્ષમાં મે મહિનામાં સુઝુકી બર્ગમન સ્ટ્રીટના વેચાણમાં 43 ટકા વૃદ્ધિ થઈ છે. સુઝુકીએ એપ્રિલમાં ફક્ત 9,088 યુનિટ્સ વેચ્યા હતા, જે મે મહિનામાં વધીને 12,990 યુનિટ્સ સુધી પહોંચ્યું. સ્કૂટર્સના સેલ્સ બાબતે બર્ગમન સાતમા નંબર પર છે.

8 હીરો ડેસ્ટિની
હીરોએ મે મહિનામાં ડેસ્ટિનીના 10,892 યુનિટ્સ વેચાયા. મે મહિનામાં સ્કૂટર્સના વેચાણમાં હીરો ડેસ્ટિની આઠમા નંબર પર રહી. એપ્રિલ મહિનાની સાપેક્ષે મે મહિનામાં હીરો ડેસ્ટિની વધુ વેચાઈ. એપ્રિલમાં હીરોની ડેસ્ટિનીના ફક્ત 8,981 યુનિટ્સ વેચાયા.

9 ઓલા S1પ્રો
મે મહિનામાં સ્કૂટર્સના વેચાણમાં ટોપ-10માં ફક્ત એક જ ઓલા સ્કૂટર સામેલ છે. ઓલાની S1પ્રો વેચાણમાં નવમા નંબર પર રહી છે. મે મહિનામાં ઓલા S1પ્રોના 9,247 યુનિટ્સ વેચાયા. ઓલા S1પ્રો ભારતમાં સૌથી વધુ વેચાતું ઈલેક્ટ્રિક સ્કૂટર છે.

10 સુઝુકી એવિનિસ
સુઝુકીએ મે મહિનામાં એવિનિસના 8,922 યુનિટ્સ વેચ્યા. મે મહિનામાં આ સ્કૂટરના વેચાણમાં ઘટાડો નોંધાયો હતો. એપ્રિલમાં એવિનિસના 11,078 યુનિટ્સ વેચાયા હતા.

નોટ: ઉપરોક્ત દર્શાવેલી કિંમતો એ સ્કૂટર્સની એક્સ-શોરૂમ કિંમતો છે.