બંપર વેચાણ:દર 1 સેકંડે ઓલા ઇલેક્ટ્રિકના 4 સ્કૂટરનું વેચાણ થઈ રહ્યું છે, કંપનીએ ₹600 કરોડથી વધુ કમાણી કરી લીધી

3 મહિનો પહેલા
 • કૉપી લિંક

ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટરના લોન્ચિંગથી જ તેણે ધમાકેદાર બુકિંગ તો મેળવ્યું જ હતું. તેનાં સ્પેશિયલ ફીચર્સ અને લુકના કારણે તે આવતાંની સાથે જ પોપ્યુલર થઈ ગયું છે. તેણે લોકોને ઇલેક્ટ્રિક વ્હીકલ તરફ દોર્યા છે તેનું તાજું ઉદાહરણ એ છે કે 1 લાખ બુકિંગનો રેકોર્ડ બનાવ્યા બાદ હવે આ સ્કૂટરે વેચાણનો પણ રેકોર્ડ બનાવી દીધો છે.

જે ઓલા સ્કૂટરને 24 કલાકમાં 1 લાખથી વધુ યૂનિટનું બુકિંગ મળ્યું હતું તેણે હવે વેચાણનો નવો રેકોર્ડ બનાવ્યો છે. કંપનીના ભાવિશ અગ્રવાલનો દાવો છે કે, કંપની દર 1 સેકંડમાં 4 ઇલેક્ટ્રિક સ્કૂટરનું વેચાણ કરી રહી છે અને કંપનીએ આનાથી 600 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. ભાવિશે સ્કૂટરનો સ્ટોક ઝડપથી પૂરો થઈ જશે એમ પણ જણાવ્યું છે.

ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર બે વેરિઅન્ટ S1 અને S1 Proમાં મળે છે. તેનું બુકિંગ 499 રૂપિયામાં થઈ રહ્યું છે. ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટરનાં એન્ટ્રી લેવલ S1 વેરિઅન્ટની કિંમત 99,999 રૂપિયા અને S1 Pro વેરિઅન્ટની કિંમત 1,29,999 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ સ્કૂટર્સની ડિલિવરી આગામી મહિનાથી એટલે કે ઓક્ટોબરથી શરૂ થશે. તેને સીધા ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવશે. ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર ઓલાઇન કંપનીની ઓફિશિયલ વેબસાઇટ અથવા મોબાઇલ એપ્લિકેશનથી જ ખરીદી શકાશે. કંપની જેણે પહેલાં બુકિંગ કર્યું હશે તે મુજબ ગ્રાહકોને સ્કૂટરની ડિલિવરી કરશે.

સ્કૂટર ખરીદવાની પ્રોસેસ આ રીતે કમ્પ્લિટ કરો
તમે ઓલાનું જે સ્કૂટર ખરીદવા માટે બુકિંગ કરાવ્યું હતું તેને ખરીદવા માટેની પ્રોસેસ પૂરી કરવા નીચે પ્રમાણેના સ્ટેપ્સ ફોલો કરવાના રહેશે.

 • જો તમે પ્રિ-બુકિંગ પેમેન્ટ કરી ચૂક્યા હો તો હવે ઓલા ઇલેક્ટ્રિકની વેબસાઇટ પર જઇને તમારે ફોન નંબરથી સાઇન ઇન કરવાનું રહેશે. ત્યારબાદ તમારે આ વેરિઅન્ટ સિલેક્ટ કરવાનું રહેશે જે તમે ખરીદવા માગો છે. જો તમે સ્કૂટર માટે રજિસ્ટ્રેશન નથી કરાવ્યું તો તમે 499 રૂપિયા આપીને પ્રિ-બુકિંગ કરાવી શકો છો. વેરિઅન્ટ સિલેક્ટ કર્યાં બાદ તમારે સ્કૂટરનો કલર સિલેક્ટ કરવાનો રહેશે. ઓલાનું ઇલેક્ટ્રિક સ્કૂટર 10 કલર ઓપ્શનમાં ખરીદી શકાશે. તેમજ, રજિસ્ટ્રેશન કર્યાં પછી પણ જો કોઈ નવો કલર સિલેક્ટ કરવો હશે તો કરી શકાશે.
 • કલર સિલેક્ટ કર્યા પછી પેમેન્ટ કરવાનું આવશે. તમે જે વેરિઅન્ટ સિલેક્ટ કર્યું તેની કિંમત પ્રમાણે તમારે બાકીની રકમ ચૂકવવી પડશે. આના માટે તમારે 20,000 રૂપિયા એડવાન્સ આપવા પડશે. જો તમે સ્કૂટર ફાઇનાન્સ કરવા માગો છો તો તમારા માટે S1ની EMI 2,999 રૂપિયાથી શરૂ થશે. ગ્રાહકો ઓલા S1 પ્રો વેરિઅન્ટ પણ લઈ શકે છે. આ વેરિઅન્ટની EMI 3,199 રૂપિયાથી શરૂ થાય છે.
 • ઓલા ફાઇનાન્શિયલ સર્વિસિસે ગ્રાહકોને લોનની સુવિધા આપવા માટે IDFC ફર્સ્ટ બેંક, HDFC અને ટાટા કેપિટલ સાથે કરાર કર્યો છે. કંપનીના જણાવ્યાનુસાર, HDFC બેંક નિયમોનું પાલન કરનારા ગ્રાહકોને ઓલા ઇલેક્ટ્રિકની એપ્લિકેશન પર પણ પ્રિ-અપ્રૂવ્ડ લોન આપી રહી છે. ટાટા કેપિટલ અને IDFC ફર્સ્ટ બેંક ડિજિટલ KYCની પ્રોસેસિંગ કર્યાં બાદ તરત જ લોન અપ્રૂવ કરી દેશે.
 • જો તમે સ્કૂટર લોન પર ખરીદવા ન માગતા હો તો તમારે 20,000 રૂપિયા એડવાન્સ આપવા પડશે. બાકીની રકમ તમારે સ્કૂટરની ડિલિવરી પહેલા ચૂકવવાની રહેશે. જો તમે સ્કૂટર ખરીદવા ન માગતા હો તો તમે સંપૂર્ણ ડાઉન પેમેન્ટ અને એડવાન્સ આપેલી રકમ પાછી માગી શકો છો. પરંતુ આ સુવિધા ત્યાં સુધી જ મળશે જ્યાં સુધી સ્કૂટર કંપનીની ફેક્ટરીમાં હશે.
 • જ્યારે તમે ખરીદદારીની પ્રોસેસ પૂરી કરી લેશો ત્યારે તમારે તમને કંપની તરફથી ડિલિવરીની તારીખ જણાવવામાં આવશે. સ્કૂટરની ડિલિવરી આગામી મહિનાથી એટલે કે ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહી છે. તમને તમારાં સ્કૂટરની ડિલિવરી ક્યારે મળશે તેની માહિતી તમને 72 કલાકમાં મળી જશે.
ઈલેક્ટ્રિક સ્કૂટર S1ને સરળતાથી બેઠાં બેઠાં રિવર્સ કરી શકાશે
ઈલેક્ટ્રિક સ્કૂટર S1ને સરળતાથી બેઠાં બેઠાં રિવર્સ કરી શકાશે

ઓલા સ્કૂટરનાં સ્પેસિફિકેશન્સ અને ફીચર્સ

 • 3 સેકન્ડમાં 0થી 40kmની સ્પીડઃ ઓલાએ S1 સ્કૂટરમાં 8.5 કિલોવોટ પીક પાવર જનરેટ કરતી મોટર લગાવી છે. આ મોટર 3.9 કિલોવોટ કેપેસિટીવાળી બેટરી સાથે જોડવામાં આવી છે. તે 0થી 40 કિલોમીટરની સ્પીડ માત્ર 3 સેકંડમાં પકડી લે છે. તેની ટોપ સ્પીડ 115 કિમી પ્રતિ કલાક છે. સિંગલ ચાર્જ પર તે 181 કિમી સુધીની રેન્જ આપે છે. તેમાં રાઈડિંગ માટે નોર્મલ, સ્પોર્ટ અને હાઈપર મોડ આપવામાં આવ્યા છે. ઓલા સ્કૂટરની બેટરીને ફુલ ચાર્જ કરવામાં 6 કલાકનો સમય લાગે છે. ખાસ વાત એ છે કે આ સ્કૂટરમાં ક્રૂઝ કન્ટ્રોલ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત, ઓલા ફાસ્ટ ચાર્જરથી ઈલેક્ટ્રિક સ્કૂટરને માત્ર 18 મિનિટમાં 50 ટકા ચાર્જ કરી શકાય છે. સ્કૂટરમાં 7 ઈંચની ટચસ્ક્રીન ડિસ્પ્લે મળશે, જે વાઈફાઈ કનેક્ટિવિટીને સપોર્ટ કરે છે.
 • રિવર્સ મોડ મળશેઃ ઓલા ઈલેક્ટ્રિક સ્કૂટરમાં રિવર્સ મોડ ફીચર મળશે. આ ફીચરમાં તમે ઈલેક્ટ્રિક સ્કૂટર S1ને સરળતાથી બેઠાં બેઠાં રિવર્સ પણ કરી શકો છો. અગાઉ આ ઓપ્શન બીજા કોઈ સ્કૂટરમાં જોવા નથી મળ્યો.
 • સ્કૂટરનું સ્પીડોમીટર બદલી શકશોઃ તેની ડિસ્પ્લેમાં જે સ્પીડોમીટર મળશે, તેમાં ઘણા પ્રકારના ફેસ મળશે. તેને ડિજિટલ, નંબર્સ અથવા વિવિધ ફોર્મેટમાં રાખી શકાય છે. ખાસ વાત એ છે કે, તમે જેવો ફેસ સિલેક્ટ કરશો સ્કૂટર તેવો અવાજ કરશે.
 • 7 ઈંચની ડિસ્પ્લે મળશેઃ ઓલાએ આ સ્કૂટરમાં 7 ઈંચની ટચસ્ક્રિન ડિસ્પ્લે આપી છે, જે મૂવ ઓપરેટિંગ સિસ્ટમ સાથે આવે છે. ડિસ્પ્લે ઘણી શાર્પ અને બ્રાઈટ છે. તે વોટર અને ડસ્ટપ્રૂફ છે. ઓલા સ્કૂટરમાં વોઈસ આસિસ્ટ, બિલ્ટ ઈન સ્પીકર વગેરે છે. ઓલા ઈલેક્ટ્રિક સ્કૂટરને ડિજિટલ ડિસ્પ્લેમાં મૂળ ડિસ્પ્લે મળે છે. તે એ પણ બતાવશે કે તે કેટલું કાર્બન એમિશન બચાવી રહ્યું છે. ઓલા ઈલેક્ટ્રિક સ્કૂટરમાં હિલ હોલ્ડ કંટ્રોસ, રિવર્સ આસિસ્ટ, ક્રૂઝ કન્ટ્રોલ, 3GB રેમની સાથે 7 ઈંચ ટચસ્ક્રીન ડિસ્પ્લે ઓક્ટાકોર પ્રોસેસર મળે છે. તે 4G, વાઈફાઈ અને બ્લૂટૂથ કનેક્ટિવિટીને સપોર્ટ કરે છે.
 • વોઈસ કમાન્ડ પણ ફોલો કરશેઃ સ્કૂટર વોઈસ કમાન્ડથી કંટ્રોલ થશે. તેના માટે યુઝરને Hi ઓલા કહીને કમાન્ડ આપવું પડશે. જેમ કે, Hi ઓલા પ્લે સમ મ્યુઝિક કમાન્ડ આપશો તો ગીત પ્લે થઈ જશે. ઈન્ક્રીઝ વોલ્યૂમ કમાન્ડ આપવા પર અવાજ વધી જશે. મ્યૂઝિક માટે તેમાં બિલ્ટ-ઈન સ્પીક આપવામાં આવ્યું છે.
 • કોલ અટેન્ડ કરી શકશોઃ જો રાઈડિંગ દરમિયાન કોઈનો કોલ આવશે તો તમે સ્ક્રીન પર ટેપ કરીને તેને અટેન્ડ કરી શકશો. તેના માટે ફોન કાઢવાની જરૂર નહીં પડે. આ કામને વોઈસ કમાન્ડ દ્વારા પણ કરી શકાશે.
 • કંપની 400 શહેરોમાં બનાવશે ચાર્જિંગ પોઈન્ટઃ કંપનીએ ઓલા ઈલેક્ટ્રિક સ્કૂટર માટે 400 શહેરોમાં 1,00,000થી વધારે લોકેશન અથવા ટચપોઈન્ટ્સ પર હાઈપરચાર્જર લગાવવાની જાહેરાત કરી છે. તેનાથી ઓલા ઈલેક્ટ્રિક સ્કૂટરના ગ્રાહકોને ચાર્જિંગમાં અસુવિધા નહીં થાય. કઈ સિટીમાં ચાર્જિંગ પોઈન્ટ છે એ વાતની જાણકારી કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પર મળશે.
 • બૂટ સ્પેસમાં બે હેલમેટઃ તેમાં મોટી બૂટ સ્પેસ પણ મળશે. તેના વીડિયો ટીઝરમાં બતાવવામાં આવ્યું છે કે બે હેલમેટ રાખવામાં આવી રહ્યા છે. સામાન્ય રીતે સ્કૂટરની બૂટ સ્પેસમાં એક જ હેલમેટ આવે છે.
 • કી-લેસ એક્સપિરિયન્સ મળશેઃ ઓલા ઈલેક્ટ્રિક સ્કૂટરમાં પહેલી વખત તમને કી-લેસ એક્સપિરિયન્સ મળશે. સ્કૂટરની સાથે કંપની ચાવી નથી આપી રહી. તેને તમે સ્માર્ટફોન એપ અને સ્ક્રિનની મદદથી લોક-અનોલક કરી શકશો. તેમાં સેંસર આપવામાં આવ્યા છે, જેનાથી તમે જેવા સ્કૂટરની પાસે જશો, સ્કૂટર નામ સાથે હાય કરશે અને જ્યારે તમે દૂર જશો ત્યારે તે નામને બાય કહેશે.
અન્ય સમાચારો પણ છે...