તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Automobile
  • Ola Electric Will Launch Its E scooter In The International Market, With Plans To Launch The Company's Electric Car In The Future.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફ્યુચર પ્લાન:ઓલા ઇલેક્ટ્રિક તેનું ઇ-સ્કૂટર ઇન્ટરનેશનલ માર્કેટમાં લોન્ચ કરશે, ભવિષ્યમાં કંપનીની ઇલેક્ટ્રિક કાર લાવવાની પણ યોજના

12 દિવસ પહેલા
  • CEO ભાવેશ અગ્રવાલે કહ્યું, ભારતને પ્રાથમિકતા આપવામાં આવશે
  • કંપનીનું ફોકસ યુરોપના માર્કેટમાં સ્કૂટરનાં વેચાણ પર હશે

ઓલા ઇલેક્ટ્રિક ઇન્ટરનેશનલ માર્કેટમાં વેચાણ માટે તેનું ઇલેક્ટ્રિક સ્કૂટર એટલે કે ઇ-સ્કૂટર રજૂ કરશે. ઓલાના ચેરમેન અને ગ્રુપ CEO ભાવેશ અગ્રવાલે કહ્યું કે, અમે ફ્રાંસ, ઇટાલી અને જર્મની જેવા આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ અમારા ઇલેક્ટ્રિક સ્કૂટર્સ રજૂ કરીશું. કંપની હાલમાં દેશમાં હાઇપરચાર્જર નેટવર્ક સ્થાપવાનું કામ કરી રહી છે. કંપની આ વર્ષે જુલાઈમાં પોતાનું ઇ-સ્કૂટર લોન્ચ કરશે.

ચાલુ નાણાકીય વર્ષમાં ઇન્ટરનેશનલ માર્કેટમાં હાજરી નોંધાવશે
ભાવેશ અગ્રવાલે કહ્યું કે, અમે ટૂંક સમયમાં ભારતથી શરૂઆત કરીશું. ત્યારબાદ અમે આંતરરાષ્ટ્રીય બજાર તરફ આગળ વધીશું. ભાવેશના જણાવ્યા મુજબ, કંપની યુરોપ પર ધ્યાન કેન્દ્રિત કરશે. ચાલુ નાણાકીય વર્ષમાં જ આંતરરાષ્ટ્રીય બજારમાં કંપનીની હાજરી નોંધાવવામાં આવશે. જો કે, ઓલાએ હજી સુધી તેના ઇ-સ્કૂટરના ભાવ વગેરે સંબંધિત વધારે માહિતી આપી નથી.

તમિલનાડુમાં ફેક્ટરી બની રહી છે
ઓલાએ ગયા વર્ષે 2,400 કરોડ રૂપિયાના રોકાણ સાથે તમિલનાડુમાં પ્રથમ ઇલેક્ટ્રિક સ્કૂટર ફેક્ટરી સ્થાપવાની જાહેરાત કરી હતી. આ ફેક્ટરીમાં 10 હજાર નોકરીઓનું નિર્માણ થશે. આ વિશ્વની સૌથી મોટી સ્કૂટર મેન્યુફેક્ચરિંગ ફેક્ટરી હશે. આ ફેક્ટરીની ઉત્પાદન ક્ષમતા દર વર્ષે 20 લાખ યૂનિટ હશે. અગ્રવાલે કહ્યું કે, ઇલેક્ટ્રિક સ્કૂટરનું લોન્ચિંગ ઓલાના ગ્લોબલ વિઝનની લાઇન હેઠળ ચાલી રહ્યું છે.

યુરોપના મોટાં બજારોમાં સ્કૂટર્સ વેચવામાં આવશે
ભાવેશ અગ્રવાલે કહ્યું કે, અમે યુરોપના તમામ મોટાં માર્કેટમાં અમારા સ્કૂટર્સ વેચીશું. તેમાં મોટા દેશો સાથે ભૂમધ્ય સમુદ્રની આસપાસ આવેલા છે. ભાવેશે કહ્યું કે, ફ્રાંસ, ઇટાલી, જર્મની, બ્રિટન, સ્પેન જેવા દેશોમાં ખૂબ સારા માર્કેટ છે. તેમણે કહ્યું કે, ભારતીય કંપની હોવાથી ઓલા ભારતને પ્રથમ પ્રાધાન્ય આપશે. પરંતુ કંપની નિકાસ અને ઇન્ટરનેશનલ માર્કેટ પર પણ ફોકસ કરશે. આ સાથે અગ્રવાલે સંકેત આપ્યા કે, કંપની ભવિષ્યમાં ઇલેક્ટ્રિક કાર લાવવાની પણ વિચારણા કરી રહી છે.

ફોર વ્હીલરમાં હાઇપરચાર્જર નેટવર્કનો ઉપયોગ થશે
ઓલાના ચેરમેને કહ્યું કે, હાઇપરચાર્જર નેટવર્ક હાલમાં ટૂ-વ્હીલર્સ પર ધ્યાન કેન્દ્રિત કરીને વિકસિત કરવામાં આવી રહ્યું છે. જ્યારે અમે થોડા વર્ષો પછી અમારું ફોર-વ્હીલર લોન્ચ કરી શું તો આ નેટવર્કનો ઉપયોગ ફોર-વ્હીલર્સ માટે પણ થઈ શકે છે. અગ્રવાલે કહ્યું કે, હજી સુધી કોવિડની મોટી અસર જોવા નથી મળી. તેમણે કહ્યું કે, અત્યારે ફેક્ટરી સ્થાપિત કરવા અથવા નેટવર્ક ચાર્જ કરવામાં કોઈ સમસ્યા નથી. જો કે, આવનારા થોડા અઠવાડિયાંમાં કોઈ સમસ્યા આવી શકે છે.

ઓલાએ એમ્સ્ટરડેમની કંપની પણ મેળવી લીધી છે
ઓલા ઇલેક્ટ્રિક દ્વારા ગયા વર્ષે એમ્સ્ટરડમ સ્થિત એક કંપની એટર્ગો BV ખરીદી હોવાની જાહેરાત કરી હતી. જો કે, તેણે આ કંપની કેટલામાં ખરીદી તે રકમ જાહેર કરવામાં આવી નથી. હવે કંપનીનું કહેવું છે કે, એટર્ગો ખરીદવાથી ઓલાને ઇલેક્ટ્રિક મોબિલિટી સ્પેસની એન્જિનિયરિંગ અને ડિઝાઇન કેપેસિટીને સારી બનાવવામાં લાભ મળ્યો છે. જો કે, ભાવેશે ઇલેક્ટ્રિક વ્હીકલ વ્યવસાયથી થતી આવકની અપેક્ષા અંગે કોઈ ટિપ્પણી કરવાની ના પાડી હતી. તેમણે કહ્યું કે, કંપનીને વિશ્વાસ છે કે ગ્રાહકોને તેમની પ્રોડક્ટ ગમશે.

ઓલા 400 શહેરોમાં 1 લાખ ચાર્જિંગ પોઇન્ટ લાવશે
ઓલા ઇલેક્ટ્રિકે ગયા મહિને દેશમાં હાઇપરચાર્જર નેટવર્ક બનાવવાની જાહેરાત કરી હતી. આ અંતર્ગત આગામી પાંચ વર્ષમાં દેશના 400 શહેરોમાં 1 લાખ ચાર્જિંગ પોઇન્ટ લગાવવાના છે. આની પર કંપની 2 અબજ ડોલર એટલે કે લગભગ 14.9 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરશે. ઓલાએ પ્રથમ 1 વર્ષમાં 100 શહેરોમાં 5 હજાર ચાર્જિંગ પોઇન્ટ સ્થાપિત કરવાની યોજના બનાવી છે. ઓલાનું ઇલેક્ટ્રિક સ્કૂટર ફક્ત 18 મિનિટમાં 50% ચાર્જ થી જશે. આ ચાર્જિંગ સાથે સ્કૂટર 75 કિલોમીટર સુધીનું અંતર કાપી શકશે. ઓલાના ચાર્જિંગ પોઇન્ટ બિઝનેસ ડિસ્ટ્રિક્ટના સ્ટેન્ડઅલોન ટાવર્સ સાથે મોલ્સ, IT પાર્ક, ઓફિસ કોમ્પ્લેક્સ, કાફે અને અન્ય જાણીતા સ્થળોએ જોવા મળશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો