• Gujarati News
  • Utility
  • Automobile
  • Ola Hit The High Jump On The E scooter, Drove The Scooter On One Ola Electric Scooter Test Ride And Performing Stunts Ready To Serve The Champions, See In The Video How The Testing Went?

ડ્રાઈવિંગ ટેસ્ટ:ઓલા ઈ-સ્કૂટરથી હાઈ જંપ માર્યા, એક વ્હીલ પર સ્કૂટર ચલાવ્યું, વીડિયોમાં જુઓ કેવી રીતે થયું ટેસ્ટિંગ?

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિંગલ ચાર્જ પર આ 181 કિમી સુધીની રેન્જ આપે છે
  • સ્કૂટરની ટોપ સ્પીડ 115 કિમી પ્રતિ કલાક છે

આજથી ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટરનું ટેસ્ટિંગ શરૂ થઈ ગયું છે. એટલે કે ગ્રાહકો ઈ-સ્કૂટર ખરીદ્યા પહેલાં રાઈડ કરી શકશે. હાલ ટેસ્ટ ડ્રાઈવની સુવિધા દિલ્હી, કોલકાતા, અમદાવાદ અને બેંગ્લુરુમાં જ મળશે. કંપનીએ આ સ્કૂટર 15 ઓગસ્ટના રોજ લોન્ચ કર્યું હતું. સ્કૂટરના S1 અને S1 પ્રો એમ બે મોડલ છે. જો કે, ટેસ્ટ ડ્રાઈવ પહેલાં કંપનીએ તેની મજબૂતાઈ અને પાવર દેખાડવા સ્ટંટ વીડિયો શૅર કર્યો છે.

ઓલાના કો-ફાઉન્ડર અને CEO ભાવિશ અગ્રવાલે સોશિયલ મીડિયામાં એક વીડિયો શૅર કરીને અમુક સ્ટંટની ઝલક કરાવી છે. સ્ટંટ દરમિયાન સ્કૂટરને હવામાં જંપ કરાવ્યો. વીડિયો પરથી સ્કૂટરની મજબૂતાઈ આંકી શકાય છે. કેપ્શનમાં લખ્યું, સ્કૂટર સાથે મસ્તી. નેક્સ્ટ વીકમાં ટેસ્ટ ડ્રાઈવ શરૂ થશે અને એ પછી ટૂંક સમયમાં ડિલિવરી પણ શરૂ થશે. 89 હજાર લોકોએ આ વીડિયો જોયો.

ઓલા S1 99,999 અને ઓલા S1 પ્રો 129,999 રૂપિયામાં મળશે
ઓલા S1ની કિંમત 99,999 અને ઓલા S1 પ્રોની કિંમત 1,29,999 રાખવામાં આવી છે. પરંતુ દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાન જેવા કેટલાક રાજ્યોમાં તે અલગ અલગ ભાવે ઉપલબ્ધ છે. ગુજરાતમાં ઓલા S1 ની કિંમત 79,999 રૂપિયા છે, જ્યારે ઓલા S1 પ્રો 1,09,999 રૂપિયામાં ઉપલબ્ધ છે. તેનું કારણ એ છે કે તે રાજ્યોમાં વિવિધ દરે સબસિડી મળી રહી છે.

ઓલા સ્કૂટરના ફીચર્સ અને સ્પેસિફિકેશન ​​​​​​​3 સેકન્ડમાં 0થી 40 kmની સ્પીડ: ઓલાએ S1 સ્કૂટરમાં 8.5 કિલોવૉટ પીક પાવર જનરેટ કરતી મોટર મૂકી છે. આ મોટર 3.9 કિલોવૉટ કેપેસિટી સાથે જોડવામાં આવી છે. 0થી 40 કિમીની સ્પીડ માત્ર 3 સેકન્ડમાં પકડી લે છે. તેની ટોપ સ્પીડ 115 કિમી પ્રતિ કલાક છે. સિંગલ ચાર્જ પર આ 181 કિમી સુધીની રેન્જ આપે છે. તેમાં રાઇડિંગ માટે નોર્મલ, સ્પોર્ટ અને હાઇપર મોડ મળે છે.

રિવર્સ મોડ મળશેઃ ઓલા ઈલેક્ટ્રિક સ્કૂટરમાં રિવર્સ મોડ ફીચર મળશે. આ ફીચરમાં તમે ઈલેક્ટ્રિક સ્કૂટર S1ને સરળતાથી બેઠા બેઠા રિવર્સ પણ કરી શકો છો. અગાઉ આ ઓપ્શન બીજા કોઈ સ્કૂટરમાં જોવા નથી મળ્યો.

સ્કૂટરનું સ્પીડો મીટર બદલી શકશોઃ તેની ડિસ્પ્લેમાં જે સ્પીડોમીટર મળશે, તેમાં ઘણા પ્રકારના ફેસ મળશે. તેને ડિજિટલ, નંબર્સ, અથવા વિવિધ ફોર્મેટમાં રાખી શકાય છે. ખાસ વાત એ છે કે, તમે જેવો ફેસ સિલેક્ટ કરશો સ્કૂટર તેવો અવાજ કરશો.

7 ઈંચની ડિસ્પ્લે મળશેઃ ઓલાએ આ સ્કૂટરમાં 7 ઈંચની ટચસ્ક્રિન ડિસ્પ્લે આપી છે, જે મૂવ ઓપરેટિંગ સિસ્ટમની સાથે આવે છે. ડિસ્પ્લે ઘણી શાર્પ અને બ્રાઈટ છે. તે વોટર અને ડસ્ટપ્રૂફ છે.ઓલા સ્કૂટરમાં વોઈસ આસિસ્ટ, બિલ્ટ ઈન સ્પીકર વગેરે છે. ઓલા ઈલેક્ટ્રિક સ્કૂટરને ડિજિટલ ડિસ્પ્લમાં મૂડ ડિસ્પ્લે મળે છે. તે પણ બતાવશે કે તે કેટલું કાર્બન એમિશન બચાવી રહ્યું છે. ઓલા ઈલેક્ટ્રિક સ્કૂટરમાં હિલ હોલ્ડ કંટ્રોસ, રિવર્સ આસિસ્ટ, ક્રૂઝ કંર્ટોલ, 3GB રેમની સાથે 7 ઈંચ ટચસ્ક્રિન ડિસ્પ્લે ઓક્ટાકોર પ્રોસેસર મળે છે. તે 4G, વાઈફાઈ અને બ્લૂટૂથ કનેક્ટિવિટીને સપોર્ટ કરે છે.

વોઈસ કમાન્ડને પણ ફોલો કરશેઃ તે વોઈસ કમાન્ડથી કંટ્રોલ થશે. તેના માટે યુઝરને Hi ઓલા કહીને કમાન્ડ આપવું પડશે. જેમ કે, Hi ઓલા પ્લે સમ મ્યુઝિક કમાન્ડ આપીને ગીત પ્લે થઈ જશે. ઈન્ક્રીઝ વોલ્યુમ કમાન્ડ આપવા પર અવાજ વધી જશે. મ્યુઝિક માટે તેમાં બિલ્ટ-ઈન સ્પીક આપવામાં આવ્યું છે.

કોલ અટેન્ડ કરી શકશોઃ જો રાઈડિંગ દરમિયાન કોઈનો કોલ આવે છે તો તમે સ્ક્રીન પર ટેપ કરીને તેને અટેન્ડ કરી શકશો. તેના માટે ફોન કાઢવાની જરૂર નહીં પડે. આ કામને વોઈસ કમાન્ડ દ્વારા પર કરી શકાશે.