લોકોને મોંઘું લાગ્યું ઓલા ઈ-સ્કૂટર:કિંમતને કારણે તમે પણ બુકિંગ કેન્સલ કરાવવા માગો છો તો આ પ્રોસેસ ફોલો કરો, ₹499 પણ પરત મળી જશે
ઓલા ઈ સ્કૂટરને 24 કલાકમાં 1 લાખથી વધારે બુકિંગ મળ્યાં હતાં. તેના ભાવને લીધે હવે તે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યું છે. ઓલાએ ઈ સ્કૂટરના S1 અને S1 પ્રો મોડેલ લોન્ચ કર્યાં છે. તેની કિંમત 1 લાખ રૂપિયા અને 1.30 લાખ રૂપિયા છે.
જે ગ્રાહકોએ માત્ર 499 રૂપિયામાં તેનું બુકિંગ કરાવ્યું હતું તેમને હવે સ્કૂટરની પ્રાઈસ વધારે લાગી રહી છે. તેવામાં બુકિંગ કેન્સલ કરવાની પ્રોસેસ અમે તમને જણાવી રહ્યા છીએ. જો તમે પણ ઓલા ઈ સ્કૂટરનું બુકિંગ કેન્સલ કરવા માગો છો તો તેની પ્રોસેસ જાણી લો...
સ્માર્ટ ફીચર વધારે કિંમતનું કારણ
- ઓલા સ્કૂટરમાં મૂવ ઓપરેટિંગ સિસ્ટમવાળી 7 ઈંચની ટચસ્ક્રીન ડિસ્પ્લે છે. તે શાર્પ અને બ્રાઈટ છે. આ ડિસ્પ્લે વૉટરપ્રૂફ અને ડસ્ટપ્રૂફ છે.
- તેમાં ઓક્ટાકોર પ્રોસેસર અને 3GBની રેમ સાથેનું ચિપસેટ મળે છે. તે 4G,વાઈફાઈ અને બ્લુટૂથ કનેક્ટિવિટી સપોર્ટ કરે છે.
- સ્કૂટર સાથે કોઈ ચાવી નહિ મળે. તેને સ્માર્ટફોન એપ અને સ્ક્રીનની મદદથી લોક અનલોક કરી શકો છો. તેમાં સેન્સર મળે છે જે સ્કૂટર પાસે જવા પર તમારા નામ સાથે Hi કરશે અને દૂર જવા પર બાય કરશે.
- ડિસ્પ્લેમાં સ્પીડોમીટરમાં ઘણા ફેસ મળશે.
- ફેમિલી મેમ્બર્સ માટે સ્પીડ નક્કી કરશે.
- તેમાં નેવિગેશન, સ્પીડોમીટર, મ્યુઝિક જેવાં ફીચર્સ કસ્ટમાઈઝ કરી શકાશે.
- વોઈસ કમાન્ડ પણ તે ફોલો કરે છે. 'Hi ઓલા પ્લે સમ મ્યુઝિક' કમાન્ડ આપવા પર તે સોન્ગ્સ વગાડશે. ઈન્ક્રીઝ વોલ્યુમ કમાન્ડ પર તે વોલ્યુમ વધારશે. મ્યુઝિક માટે તેમાં બિલ્ટ ઈન સ્પીકર મળે છે.
- ડ્રાઈવિંગ દરમિયાન કોઈનો કોલ આવે છે તો સ્ક્રીન પર ટચ કરીને અટેન્ડ કરી શકાય છે.
ઓલા ઈ સ્કૂટરની ડિલીવરી ઓક્ટોબરથી થશે
જો તમે ઓલા ઈ સ્કૂટર ખરીદવા માગો છો તો 8 સપ્ટેમ્બરથી ખરીદી શકાશે. કંપનીના જણાવ્યા પ્રમાણે 8 સપ્ટેમ્બરથી 1000 શહેરોમાં તેની ડિલીવરી શરૂ થશે. કંપનીની વેબસાઈટ પર આ તમામ શહેરોનું લિસ્ટ છે.
ઓલા ઈ સ્કૂટરનું બુકિંગ કેન્સલ કરવાની પ્રોસેસ
- સૌ પ્રથમ ઓલા સ્કૂટરની વેબસાઈટ book.olaelectric.com પર જાઓ.
- ત્યારબાદ my reservations પર ક્લિક કરો.
- અહીં તમને રિઝર્વેશન મેનેજ કરવાનો ઓપ્શન જોવા મળશે.
- ત્યારબાદ 4 ઓપ્શનમાંથી છેલ્લો ઓપ્શન કેન્સલ રિઝર્વેશન ઓપ્શન પર ક્લિક કરો.
- કેન્સલ ઓપ્શન પર ક્લિક કર્યા બાદ 2 ઓપ્શન મળશે. તેમાંથી તમારે YES ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.