ફ્યુચર પ્લાન:ઇલેક્ટ્રિક સ્કૂટરની ધમાકેદાર એન્ટ્રી પછી ઇલેક્ટ્રિક બાઈક પણ આવી રહ્યું છે, કંપનીના CEO ભાવિશ અગ્રવાલે કંફર્મ કર્યું

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર S1 99,999 અને ઓલા S1 પ્રો 129,999 રૂપિયામાં મળશે
  • માત્ર 2 દિવસમાં 1100 કરોડ રૂપિયાના ઇલેક્ટ્રિક સ્કૂટરનું વેચાણ થયું

ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટરના CEO ભાવિશ અગ્રવાલે કંફર્મ કર્યું છે કે, આવતા વર્ષે ઇલેક્ટ્રિક બાઈક્સ બનાવવાનું શરૂ થઈ શકે છે. આની પહેલાં ભાવિશે એક બ્લોગ પોસ્ટમાં ઉલ્લેખ કર્યો હતો કે,કંપની પોતાની EV રેન્જને ઈ-સ્કૂટરથી ઈ-બાઈક સુધી લઇ જવાનું પ્લાનિંગ કરી રહી છે.

કંપનીએ આ જાણકારી સોશિયલ મીડિયા પર શૅર કરી છે. ઇલેક્ટ્રિક બાઈક અને સસ્તા ઇલેક્ટ્રિક સ્કૂટરના પ્રોડક્શન વિશેના બ્લોગ પોસ્ટને રિટ્વીટ કરીને લખ્યું, હા, આવતા વર્ષે. આ લખીને તેમણે ઇલેક્ટ્રિક બાઈકની એન્ટ્રીની વાત કન્ફર્મ કરી છે.

ઓલા S1 99,999 અને ઓલા S1 પ્રો 129,999 રૂપિયામાં મળશે
ઓલા S1ની કિંમત 99,999 અને ઓલા S1 પ્રોની કિંમત 1,29,999 રાખવામાં આવી છે. પરંતુ દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાન જેવા કેટલાક રાજ્યોમાં તે અલગ અલગ ભાવે ઉપલબ્ધ છે. ગુજરાતમાં ઓલા S1 ની કિંમત 79,999 રૂપિયા છે, જ્યારે ઓલા S1 પ્રો 1,09,999 રૂપિયામાં ઉપલબ્ધ છે. તેનું કારણ એ છે કે તે રાજ્યોમાં વિવિધ દરે સબસિડી મળી રહી છે.

ગયા મહિને કંપનીએ કહ્યું હતું કે, માત્ર 2 દિવસમાં 1100 કરોડ રૂપિયાના ઇલેક્ટ્રિક સ્કૂટરનું વેચાણ થયું.

પ્રોડક્શન 10 લાખથી વધીને 20 લાખ યુનિટનું થશે
ઓલા S1 અને S1 પ્રોને આ વર્ષે ઓગસ્ટ મહિનામાં રજૂ કરવામાં આવ્યું હતું. માર્કેટની માગ જોઈને કંપનીએ થોડા સમય પહેલાં જ ચોખવટ કરી હતી કે, પ્રોડક્શન કેપેસિટી 10 લાખથી વધારીને 20 લાખ યુનિટ કરવામાં આવશે. ઓલા સ્કૂટરની ડિલિવરી માટે કંપની એક ખાસ પ્રકારની વિન્ડો ખોલશે.

ગ્રાહકો પાસેથી પૂરું પેમેન્ટ લેવામાં આવશે
ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટરનું બુકિંગ કરાવી ચૂકેલા ગ્રાહકોની ફરિયાદ હતી કે, તેમને ટેસ્ટ રાઈડની કોઈ જાણકારી મળી નથી. આ ઉપરાંત ડિલિવરી અને પેમેન્ટનું પણ હજુ કોઈ કન્ફર્મેશન મળ્યું નથી. ટેસ્ટ રાઈડ પછી ગ્રાહકો પાસેથી પૂરું પેમેન્ટ લેવાની પ્રોસેસ ચાલુ કરવામાં આવશે. જે ગ્રાહકોએ પહેલાં બુકિંગ કરાવ્યું છે તેમને ડિલિવરીમાં પહેલાં પ્રાયોરિટી આપવામાં આવશે.

આની પહેલાં ઓલાના કો-ફાઉન્ડર અને CEO ભાવિશ અગ્રવાલે સોશિયલ મીડિયામાં એક વીડિયો શૅર કરીને અમુક સ્ટંટની ઝલક કરાવી હતી. સ્ટંટ દરમિયાન સ્કૂટરને હવામાં જંપ કરાવ્યો. વીડિયો પરથી સ્કૂટરની મજબૂતાઈ આંકી શકાય છે. કેપ્શનમાં લખ્યું, સ્કૂટર સાથે મસ્તી. નેક્સ્ટ વીકમાં ટેસ્ટ ડ્રાઈવ શરૂ થશે અને એ પછી ટૂંક સમયમાં ડિલિવરી પણ શરૂ થશે.