ઓલા ઈ-સ્કૂટર:રિવર્સ ગેર સાથે ઓલા ઈ-સ્કૂટર 15 ઓગસ્ટે લોન્ચ થશે, CEOએ સ્કૂટરનો રિવર્સ ડ્રાઈવિંગ કરતો વીડિયો શેર કર્યો

2 મહિનો પહેલા
  • સિંગલ ચાર્જમાં 150 કિલોમીટર સુધી દોડી શકે છે
  • ઓલા ઈ-સ્કૂટર 10 કલર ઓપ્શનની સાથે લોન્ચ કરવામાં આવશે

ઓલા તેના પહેલા ઈલેક્ટ્રિક સ્કૂટરના લોન્ચિંગને યાદગાર બનાવવા માગે છે. આ જ કારણ છે કે કંપનીના CEO ભાવેશ અગ્રવાલે સોશિયલ મીડિયા પર સતત તેની બઝ બનાવી રહ્યા છે. ભાવેશ ધીમે ધીમે સ્કૂટર સાથે સંબંધિત ફીચર્સ અને સ્પેસિફિકેશન રોલ આઉટ કરી રહ્યા છે. તેમણે 17 સેકન્ડનો એક વીડિયો શેર કર્યો છે જેમાં સ્કૂટરથી રિવર્સ ડ્રાઈવિંગ કરવામાં આવી રહ્યું છે. કંપની તેને 15 ઓગસ્ટના રોજ લોન્ચ કરશે.

રિવર્સ ગેરથી સજ્જ હશે સ્કૂટર
ભાવેશે 17 સેકન્ડનો જે વીડિયો શેર કર્યો છે તેમાં શરૂઆતની 6 સેકન્ડમાં આ સ્કૂટર રિવર્સમાં જતું જોવા મળે છે. તેમણે તેની સાથે '!won em ot netsiL'નું કેપ્શન આપ્યું છે. તમે કદાચ આ સમજી શકશો નહીં, પરંતુ તેમણે Listen to me now!ઊધું કરીને લખ્યું છે. સ્કૂટર કેટલાક ટ્રાફિક કોન્સને રિવર્સમાં ક્રોસ કરી રહ્યું છે. રાઈડરનો ચહેરો આગળની તરફ છે, ત્યારબાદ પણ સ્કૂટર આ કોન્સને ક્રોસ કરી રહ્યું છે.

ભલે ઓલા ઈલેક્ટ્રિક સ્કૂટરમાં રિવર્સ ગેર મળી રહ્યો હોય, પરંતુ વીડિયો ક્લિપને જોઈને એ સ્પષ્ટ થઈ જાય છે કે તેને રિવર્સ કરીને અપલોડ કરવામાં આવ્યો છે. એટલે કે સ્કૂટરને પહેલા સીધા ડાયરેક્શનમાં ચલાવવામાં આવ્યું, બાદમાં તેને રિવર્સ કરીને ઊધું ચાલતું દેખાડવામાં આવ્યું છે.

10 કલર ઓપ્શન મળશે
ઓલા ઈ-સ્કૂટર 10 કલર ઓપ્શનની સાથે લોન્ચ કરવામાં આવશે. તેમાં બ્લેક, વ્હાઈટ, ગ્રે, યલો, રેડ, બ્લૂ અને તેના શેડ્સ સામેલ છે. કંપનીએ 15 જુલાઈથી તેનું પ્રી-બુકિંગ 499 રૂપિયાથી શરૂ કર્યું હતું, જે રિફંડેબલ અમાઉન્ટ પણ છે. કંપનીને બુકિંગના શરૂઆતના 24 કલાકમાં 1 લાખથી વધારે બુકિંગ મળ્યા હતા.

ઓલા ઈ-સ્કૂટરની કિંમત
કંપનીએ અત્યાર સુધી આ ઈ-સ્કૂટરની કિંમતનો ખુલાસો નથી કર્યો, પરંતુ કેટલાક રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, તેની કિંમત 85,000 રૂપિયા હોઈ શકે છે. અત્યારે એ સ્પષ્ટ નથી કે આ કિંમત સબ્સિડીની સાથે હશે, અથવા આ કિંમત પર સબ્સિડી મળશે.

ઓલા ઈ-સ્કૂટરના ફીચર્સ અને સ્પેસિફિકેશન

  • સિંગલ ચાર્જ પર 150km રેન્જઃ આ ઈલેક્ટ્રિક સ્કૂટર સિંગલ ચાર્જમાં 150 કિલોમીટર સુધી દોડી શકે છે. તેની ટોપ સ્પીડ 90 કિલોમીટર પ્રતિ કલાક હશે. તે હોમ ચાર્જરની સાથે આવશે. કસ્ટમર આ સ્કૂટરને રેગ્યુલર વોલ સોકેટની સાથે ચાર્જ કરી શકશે.
  • બૂટ સ્પેસમાં બે હેલમેટઃ તેમાં મોટી બૂટ સ્પેસ પણ મળશે. વીડિયો ટીઝરમાં બૂટ સ્પેસમાં બે હેલમેટ રાખવામાં આવ્યા હોવાનું બતાવવામાં આવ્યું છે. સામાન્ય રીતે સ્કૂટરના બૂટ સ્પેસમાં એક જ હેલમેટ આવી શકે છે.
  • 18 મિનિટમાં 50% ચાર્જઃ તે ફાસ્ટ ચાર્જરથી 18 મિનિટમાં 50% ચાર્જ થઈ જશે. તેમાં 75 કિલોમીટરની રેન્જ મળશે. તેની સાથે આ ઈલેક્ટ્રિક સ્કૂટરમાં સ્માર્ટફોન કનેક્ટિવિટીની સુવિધા પણ મળશે.

કંપની 400 શહેરોમાં ચાર્જિંગ પોઈન્ટ બનાવશે
કંપનીએ ભારતમાં ઓલા ઈલેક્ટ્રિક સ્કૂટર માટે 400 શહેરોમાં 1,00,000થી વધુ લોકેશન અથવા ટચપોઈન્ટ પર હાઈપરચાર્જર લગાવવાની જાહેરાત કરી છે. તેમાં ઓલા ઈલેક્ટ્રિક સ્કૂટરના ગ્રાહકોને ચાર્જિંગમાં અસુવિધા નહીં થાય. કઈ સિટીમાં ચાર્જિંગ પોઈન્ટ છે એ વાતની જાણકારી કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પર મળશે.