રિયાલિટી ચેક:ઓલાનો દાવો - ઓલા ઇલેક્ટ્રિકના લગભગ 90,000 સ્કૂટર બુક થઈ ગયાં, FADAનો ખુલાસો - ડિસેમ્બર સુધી ઓલાએ ફક્ત 111 ઇલેક્ટ્રિક સ્કૂટર જ વેચ્યાં

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઓલા ઈલેક્ટ્રિકે પોતાનું પહેલું ઈ-સ્કૂટર લોન્ચ કરી દીધું છે. આ સ્કૂટરને S1 અને S1 પ્રો મોડેલમાં લોન્ચ કરવામાં આવ્યું છે. કંપનીએ આ સ્કૂટરનું બુકિંગ ઘણા સમય પહેલા ઓપન કર્યું હતું. કંપની દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે, 1 લાખ સ્કૂટરનું બુકિંગ થઈ ગયું છે. પરંતુ FADA દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે ઓલા ઈલેક્ટ્રિકે 30 ડિસેમ્બર, 2021 સુધી માત્ર 111 જ ઓલા S1 અને S1 Pro ઈલેક્ટ્રિક સ્કૂટરની જ ડિલિવરી કરી છે.

કેન્દ્રના વ્હીકલ્સ પોર્ટલના જણાવ્યા અનુસાર, ઓલા ઈલેક્ટ્રિકે માત્ર 4 રાજ્યોમાં તેનાં ઈલેક્ટ્રિક સ્કૂટર્સની ડિલિવરી કરી છે. ઓલા ઈલેક્ટ્રિકે હજી સુધી તેની ડિલિવરી અંગે કોઈ ડેટા જાહેર કર્યો નથી. પરંતુ ડેટામાંથી જાણવા મળ્યું છે કે, મોટાભાગે કર્ણાટક અને તમિળનાડુમાં ઓલા ઈલેક્ટ્રિકે તેનાં S1 અને S1 Pro ઈલેક્ટ્રિક સ્કૂટર્સની ડિલિવરી કરી હતી. ડિલિવર કરેલાં 111 ઈલેક્ટ્રિક સ્કૂટર્સમાંથી 60 કર્ણાટકમાં અને 25 તમિલનાડુમાં હતા. મહારાષ્ટ્ર અને રાજસ્થાન એ બે અન્ય રાજ્યો છે, જ્યાં ગયા મહિને ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટરના અનુક્રમે 15 અને 11 યૂનિટનું રજિસ્ટ્રેશન થયું હતું. ઓલા ઇલેક્ટ્રિકે દાવો કર્યો હતો કે, તેને તેનાં ઈ-સ્કૂટર માટે લગભગ 90 હજાર બુકિંગ મળી ચૂક્યાં છે. ગયા વર્ષે ઓગસ્ટમાં ઇ-સ્કૂટર લોન્ચ કરનારી EV મેન્યુફેક્ચરરે 15 ડિસેમ્બરથી ડિલિવરી શરૂ કરી હતી.

ઓટોમોબાઈલ ડીલર્સ અસોસિએશન (FADA)ના પ્રમુખ વિંકેશ ગુલાટીએ ટ્વીટ કર્યું છે કે, 10 મિલિયન (એક કરોડ) કેપેસિટીનો દાવો કરનાર ઓલા ઈલેક્ટ્રિકે ડિસેમ્બરમાં માત્ર 111 સ્કૂટર્સ જ વેચ્યાં છે. આ ટ્વીટમાં તેણે બે સવાલ પૂછ્યા, પહેલા તેમણે પૂછ્યું કે શું ડાયરેક્ટ ટૂ કસ્ટમર કોન્સેપ્ટ એક મોટી અડચણ બની રહ્યો છે? બીજામાં, શું તે રિયલ છે કે માત્ર કોઈ અન્ય મીડિયા/સ્ટાર્ટઅપ કંપનીનું પ્રમોશન છે?

ભવિષ્યમાં રજિસ્ટ્રેશન ઝડપી બનશે
ગયા અઠવાડિયે શુક્રવારે ઓલા ઈલેક્ટ્રિકના CEO અને કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે કહ્યું કે, કંપનીએ S1 અને S1 પ્રો ઇલેક્ટ્રિક સ્કૂટરની ફર્સ્ટ બેચના તમામ યૂનિટ્સ મોકલ્યાં છે. તેમણે આગળ કહ્યું કે, કેટલાક પરિવહનમાં છે, મોટાભાગના પહેલેથી જ તમારી નજીકના ડિલિવરી સેન્ટર પર છે અને RTO રજિસ્ટ્રેશન પ્રોસેસમાંથી પસાર થઈ રહ્યા છે. રજિસ્ટ્રેશન પ્રોસેસમાં અમારી અપેક્ષા કરતાં વધુ સમય લાગ્યો, કારણ કે આ સંપૂર્ણપણે ડિજિટલ પ્રોસેસ દરેક માટે નવી છે. ભવિષ્યમાં રજિસ્ટ્રેન ઝડપી બનશે.

15 ઓગસ્ટે લોન્ચ થયું હતું
ઓલા ઇલેક્ટ્રિકે ગયા વર્ષે 15 ઓગસ્ટના રોજ તેનાં ઇ-સ્કૂટર S1 અને S1 પ્રો લોન્ચ કર્યું હતું. ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમત 1 લાખ રૂપિયા છે. તેમજ, S1 પ્રો વેરિઅન્ટની કિંમત 1.30 લાખ રૂપિયા છે. આ એક્સ શો રૂમ કિંમત છે અને તેમાં સબસિડી સામેલ નથી. S1 ઇ-સ્કૂટર એકવાર ચાર્જ કરવા પર 121 કિમીનું અંતર કાપવાનો દાવો કરે છે. જ્યારે કે વધુ મોંઘું વેરિઅન્ટ S1 પ્રો ફુલ ચાર્જિંગ પર લગભગ 180 કિમીની રેન્જનો દાવો કરે છે. ઓલા ઇલેક્ટ્રિકને ઇલેક્ટ્રિક સ્કૂટરની ડિલિવરી શરૂ કરવા માટે આશરે 4 મહિનાની રાહ જોવી પડી.

અન્ય સમાચારો પણ છે...