ન્યૂ લોન્ચ / ઓકિનાવાએ ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યું, કિંમત 60 હજાર રૂપિયા

Okinawa launches electric scooter, priced at Rs 60 thousand

Divyabhaskar.com

Nov 09, 2019, 08:45 AM IST

ઓટો ડેસ્કઃ ઓકિનાવાએ ભારતમાં તેનું નવું ઇલેક્ટ્રિક સ્કૂટર ઓકિનાવા લાઇટ લોન્ચ કર્યું છે. ભારતમાં આ ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમત 59,990 રૂપિયા છે. આ સ્કૂટર તાજેતરમાં જ ભારતમાં ટેસ્ટિંગ દરમિયાન સ્પોટ થયું હતું. આ એક સ્લો સ્પીડ સ્કૂટર છે, જે ખાસ કરીને યુવાનો અને વુમન બાયર્સ માટે બનાવવામાં આવ્યું છે. સ્કૂટર્સ શહેરની અંદર ટૂંકા અંતરની મુસાફરી કરી શકે છે. કંપનીનું કહેવું છે કે આ યુઝર ફ્રેન્ડલી સ્કૂટર છે.

સ્કૂટરમાં લિથિયમ આયન બેટરી આપવામાં આવી છે, જે ડિટેચ કરી શકાય છે. ઓકિનાવા લાઇટ સ્કૂટર 3 વર્ષની બેટરી અને મોટરની વોરંટી સાથે આવે છે. આ સ્કૂટર મહિલાઓ માટે પણ ડ્રાઇવ કરવામાં એકદમ સરળ અને કમ્ફર્ટેબલ છે.

ફીચર્સ

આ ઇલેક્ટ્રિક સ્કૂટરમાં ફુલ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, ત્રણ રાઇડિંગ મોડ્સ (લો, હાઈ અને એક્સિડ) અને ડિસપ્લે પર મોટું સ્પીડોમીટર તેમજ ટેકોમીટર, પુશ બટન સ્ટાર્ટ/સ્ટોપ જેવાં ફીચર્સ આપવામાં આવ્યાં છે. સ્ટાર્ટ/સ્ટોપ બટનની બાજુમાં સ્ટોરેજ કમ્પાર્ટમેન્ટ સાથે USB ચાર્જર પણ આપવામાં આવ્યું છે.

બેટરી

આ સ્કૂટરમાં 250 વોલ્ટની BLDC મોટર આપવામાં આવી છે, જે વોટરપ્રૂફ છે. આ ઇલેક્ટ્રિક મોટર 40 વોલ્ટ, 1.25KWH લિથિયમ આયન બેટરી આપવામાં આવી છે, જે એન્ટિ-થેફ્ટ મિકેનિઝમ સાથે આવે છે. આ ઇલેક્ટ્રિક સ્કૂટર 25 કિમી પ્રતિ કલાકની ટોપ સ્પીડ સાથે ચાલે છે.

60 કિમીની રેન્જ
ફુલ ચાર્જ પર આ સ્કૂટર 50થી 60 કિમીનું અંતર કાપી શકે છે. ફુલ ચાર્જ થવામાં આ સ્કૂટર 4થી 5 કલાકનો સમય લે છે. આ સ્કૂટરમાં એલ્યુમિનિયમ એલોય વ્હીલ્સ આપવામાં આવ્યાં છે. સ્કૂટરની લંબાઈ 1790 mm છે. પહોળાઈ 710 mm અને હાઇટ 1190mm છે. સસ્પેન્શન માટે આ સ્કૂટરમાં ટેલિસ્કોપિક ફ્રંટ ફોર્ક્સ અને ડ્યુઅલ ટ્યૂબ સ્પ્રિંગ ટાઇપ હાઇડ્રોલિક શોક અબ્ઝોર્બર્સ આપવામાં આવ્યા છે.

ઓકિનાવા સ્કૂટરમાં હઝાર્ડ ફંક્શન, ઇનબિલ્ટ રાઇડર ફૂટરેસ્ટ અને LED સ્પીડોમીટર આપવામાં આવ્યું છે. આ ઉપરાંત, આ સ્કૂટરમાં LED હેડલાઇટ, LED વિંકર્સ, સ્ટાઇલિશ LED ટેલલેમ્પ્સ, ઓટોમેટિક ઇલેક્ટ્રોનિક હેન્ડલ અને સેલ્ફ સ્ટાર્ટ પુશ બટન પણ આપવામાં આવ્યું છે.

X
Okinawa launches electric scooter, priced at Rs 60 thousand

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી