• Gujarati News
  • Utility
  • Automobile
  • Okinawa Became The No. 1 Company By Selling 6,098 Electric Scooters, Find Out Which Companies Were In The Top 10 In December Sales

ટોપ-10 ઇ-સ્કૂટર કંપની:ઓકિનાવા 6,098 ઇલેક્ટ્રિક સ્કૂટર વેચીને નંબર 1 કંપની બની, ડિસેમ્બરના વેચાણમાં કઈ કંપનીઓ ટોપ-10માં સામેલ રહી જાણો

15 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઇલેક્ટ્રિક સેગમેન્ટનું વેચાણ કૂદકે ને ભૂસકે આગળ વધી રહ્યું છે, જેના કારણે ઇલેક્ટ્રિક વ્હીકલ બનાવતી કંપનીઓ વચ્ચે કોમ્પિટીશન ટફ બની રહી છે. અત્યાર સુધી ઇલેક્ટ્રિક સ્કૂટરના વેચાણમાં હીરો નંબર 1 પર હતી પણ ડિસેમ્બર મહિનાના વેચાણની વાત કરીએ તો ઇલેક્ટ્રિક સ્કૂટર બનાવતી ઓકિનાવા ઓટોટેક હીરો ઇલેક્ટ્રિકને પછાડીને નંબર વન ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર કંપની બની ગઈ છે. ગયા મહિને ઓકિનાવામાં સૌથી વધુ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ થયું હતું. JMK રિસર્ચના રિપોર્ટમાં જણાવ્યા મુજબ, ઓકિનાવાએ ડિસેમ્બર 2021માં કુલ 6,098 ઇલેક્ટ્રિક સ્કૂટર્સનું વેચાણ કર્યું હતું, જ્યારે હીરો ઇલેક્ટ્રિકે કુલ 6,058 યૂનિટનું વેચાણ કર્યું હતું.

7 મહિનામાં આ પહેલીવાર છે કે ઓકિનાવાએ સેલ્સ ચાર્ટમાં નંબર 1 સ્થાન મેળવ્યું છે. અગાઉ એપ્રિલ અને મે 2021માં પણ ઓકિનાવાએ હીરો ઈલેક્ટ્રીકને પાછળ છોડી દીધું હતું. હાલ ઓકિનાવા પાસે તેની હાઇ-સ્પીડ રેન્જમાં ત્રણ સ્કૂટર રિજ, પ્રેઝ પ્રો અને આઇ પ્રેઝ પ્લસ છે. જેની કિંમત 71,000 રૂપિયાથી લઇને 1.06 લાખ રૂપિયા (એક્સ-શો રૂમ) સુધીની છે.

ટોપ-5 કંપનીઓ
રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, ડિસેમ્બર 2021માં ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલરના વેચાણમાં ઓકિનાવા ટોપ પર હતી અને હીરો ઇલેક્ટ્રિક બીજા નંબરે હતી. આ સાથે ડિસેમ્બર 2021માં એમ્પિયર વ્હીકલ્સ અને અથર એનર્જી ત્રીજા અને ચોથા નંબરે છે. તેમજ, પ્યોર એનર્જી કંપની પાંચમા નંબરે હતી.

ડિસેમ્બરની ટોપ-10 કંપનીઓ​​​​​​​

કંપનીડિસેમ્બરમાં વેચાયેલાં યૂનિટ્સ
ઓકિનાવા ઓટોટેક6,098
હીરો ઇલેક્ટ્રિક6,058
એમ્પિયર3343
અથર એનર્જી1810
પ્યોર એનર્જી1684
TVS મોટર1100
બિંગ ઇન્ડિયા1091
રિવોલ્ટ835
બજાજ642
જિતેન્દ્ર ન્યૂ EV493