• Gujarati News
  • Utility
  • Automobile
  • Official Teaser Launch Of Hero's New Bike Xpulse 200 4V, Estimated Price Likely To Be Between ₹ 1.25 Lakh To ₹ 1.30 Lakh

ટીઝર:હીરોની નવી બાઇક Xpulse 200 4Vનું ઓફિશિયલ ટીઝર લોન્ચ, અંદાજિત કિંમત ₹1.25 લાખથી ₹1.30 લાખ રહેવાની શક્યતા

22 દિવસ પહેલા
  • કૉપી લિંક

છેલ્લાં થોડા સમયથી ચર્ચા હતી કે હીરો મોટોકોર્પ માર્કેટમાં નવી બાઇક લાવવા જઈ રહી છે અને હવે આ વાતને કન્ફર્મેશન મળી ગયું છે. હીરો તેની ફેમસ XPulse રેન્જની બાઇક્સમાં એક નવું વેરિઅન્ટ લોન્ચ કરવા માટે તૈયાર છે. ડ્યુઅલ પર્પસવાળી આ બાઇકનું આ 4-વાલ્વ વર્ઝન હશે. આ બાઇક થોડા સમય પહેલાં જ ટેસ્ટિંગ દરમિયાન સ્પોટ થઈ હતી. આ બાઇકને XPulse 200 4V નામ આપવામાં આવ્યું છે.

ડિઝાઇન
ભારતની સૌથી મોટી ઓટોમોબાઇલ કંપની હીરો મોટોકોર્પે ઓફિશિયલ સોશિયલ મીડિયા પર એક નાનું ટીઝર રિલીઝ કર્યું છે, જેમાં બાઇકનાં એક્સટિરિયર બોડી પાર્ટ્સ જોવા મળે છે. બાઇકમાં બ્લુ અને વ્હાઇટ કલરનું ફ્રંટ ફેંડર આપવામાં આવ્યું છે. ક્લિપમાં એ પણ જોવા મળ્યું છે કે, બાઇક એક ડેડિકેટેડ ઓફ રોડ એક્સપિરિયન્સ માટે હીરોની રેલી કિટનો ઉપયોગ પ્રોપર નોબી ટાયર સાથે કરવામાં આવશે.

કિંમત
અપકમિંગ Xpulse 200 4V બાઇકના ભાવ કરન્ટ મોડેલ કરતાં થોડા વધુ હોવાની અપેક્ષા છે. કરન્ટ મોડેલના ભાવ 1.21 લાખ રૂપિયા છે. એટલે નવી બાઇક Xpulse 200 4Vના ભાવ 1.25 લાખથી 1.30 લાખ રૂપિયા વચ્ચે હશે એવી સંભાવના છે.

ઓઇલ-કૂલ્ડ મોટરના નવા 4-વાલ્વ વર્ઝનનો ઉપયોગ કરવામાં આવ્યો છે
ઓઇલ-કૂલ્ડ મોટરના નવા 4-વાલ્વ વર્ઝનનો ઉપયોગ કરવામાં આવ્યો છે

એન્જિન ડિટેલ્સ
બાઇકમાં 199.6ccનાં ઓઇલ-કૂલ્ડ મોટરના નવા 4-વાલ્વ વર્ઝનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં 4-વાલ્વ હેડના ઉપયોગથી હાઈ સ્પીડ માટે એન્જિનનું પર્ફોર્મન્સ સુધરશે એવી ધારણા છે. કંપનીનું કહેવું છે કે, બાઇકમાં ઓવરઓલ પાવર અને ટોર્ક આઉટપુટ સરખું જ રહેશે. બાઇકના આ નવાં મોડેલમાં 17.8bhpનો મેક્સિમમ પાવર અને 16.45Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે.

અન્ય સમાચારો પણ છે...