• Gujarati News
  • Utility
  • Automobile
  • Off Road SUV Force Gurkhani Entry In Indian Market, Equipped With 5 Color Options, The Car Will Be Launched On September 27, Delivery Will Start From Dussehra

શોકેસ:ઇન્ડિયન માર્કેટમાં ઓફ રોડિંગ SUV ફોર્સ ગુરખાની એન્ટ્રી, 5 કલર ઓપ્શનથી સજ્જ આ કાર 27 સપ્ટેમ્બરે લોન્ચ થશે, દશેરાથી ડિલિવરી શરૂ થશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઇન્ડિયન માર્કેટમાં ફોર્સ મોટર્સની મોસ્ટ અવેઇટિંગ ઓફ રોડિંગ SUV ફોર્સ ગુરખા શોકેસ થઈ ગઈ છે. અગ્રેસિવ લુક અને પાવરફુલ ફીચર્સથી સજ્જ આ કાર ઓફ રોડર લવર્સ માટે બેસ્ટ સાબિત થશે. ફોર્સ ગુરખાની ન્યૂ જનરેશન ભારતમાં મહિન્દ્રા મોટર્સની મહિન્દ્રા થાર અને મારુતિ જિમ્નીને ટક્કર આપશે.

ન્યૂ જનરેશન ફોર્સ ગુરખા 3 ઓપ્શન સાથે રજૂ કરવામાં આવી
ન્યૂ જનરેશન ફોર્સ ગુરખા 3 ઓપ્શન સાથે રજૂ કરવામાં આવી

27 સપ્ટેમ્બરે લોન્ચિંગ
ન્યૂ ફોર્સ ગુરખા ઇન્ડિયન માર્કેટમાં 27 સપ્ટેમ્બરે લોન્ચ થશે. નવી ફોર્સ ગુરખાનું બુકિંગ શરૂ થઈ ગયું છે અને આગામી મહિનામાં દશેરાથી તેની ડિલિવરી પણ શરૂ થઈ જશે. ન્યૂ ફોર્સ ગુરખાનો લુક રિવીલ થવાની સાથે એક્સટિરિયર અને ઇન્ટિરિયર ફીચર્સની ડિટેલ્સ સામે આવી ગઈ છે. ન્યૂ જનરેશન ફોર્સ ગુરખા 3 ઓપ્શન સાથે રજૂ કરવામાં આવી છે. તેમજ, ડાયમેન્શન ચેક કરીએ તો આ કાર 4116mm લાંબી, 1812mm પહોળી અને 2075mm ઊંચી છે. તેનું વ્હીલબેઝ 2400mm છે.

બ્લેક રૂફ ગ્રિલ, 16 ઇંચનાં સ્ટીલ વ્હીલ અને અને રિઅરમાં નવા ટેલલેમ્પ્સ મળશે
બ્લેક રૂફ ગ્રિલ, 16 ઇંચનાં સ્ટીલ વ્હીલ અને અને રિઅરમાં નવા ટેલલેમ્પ્સ મળશે

નવું શું હશે?
ન્યૂ ફોર્સ ગુરખા 2021ના એક્સટિરિયરને અપડેટેડ લેડર ફ્રેમ ચેસિસ સાથે નવી ડિઝાઇન આપવામાં આવી છે. તેની વિંડ સ્ક્રીન અને વિંડોઝ પર ગ્લાસ પેનલ આપવામાં આવી છે. કારના ફ્રંટમાં હેડલાઇટ્સ સાથે ચારેબાજુ LED, DRL અને નવાં ફોગ લેમ્પ્સ જોવાં મળી રહ્યાં છે. તેમજ, તેનાં ફ્રંટમાં બ્લેક ક્લેડિંગ સાથે ગ્રિલ અને બંપર જોવા મળે છે. તેની સાથે બ્લેક રૂફ ગ્રિલ, 16 ઇંચનાં સ્ટીલ વ્હીલ અને અને રિઅરમાં નવા ટેલલેમ્પ્સ જોવા મળે છે. ઓવરઓલ જોવા જઇએ તો તેનો ફ્રંટ અને રિઅર લુક જૂનાં મોડેલ કરતાં વધુ સારો બનાવવામાં આવ્યો છે.

ગ્રીન રેડ, ઓરેન્જ, વ્હાઇટ અને ગ્રે કલરમાં મળશે
ગ્રીન રેડ, ઓરેન્જ, વ્હાઇટ અને ગ્રે કલરમાં મળશે

એન્જિન ડિટેલ્સ
ન્યૂ ફોર્સ ગુરખા 2021 ગ્રીન રેડ, ઓરેન્જ, વ્હાઇટ અને ગ્રે જેવા 5 કલર ઓપ્શન સાથે શોકેસ કરવામાં આવી છે. આ કારમાં BS6 કમ્પ્લાયન્ટ, 2.6 લિટરનું ડીઝલ એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન વિશે કંપનીનો દાવો છે કે, તે 91PS સુધીનો પાવર અને 250Nm ટોર્ક જનરેટ કરી શકે છે. આ SUV 5-સ્પીડ ગિયરબોક્સ સાથે રજૂ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...