• Gujarati News
  • Utility
  • Automobile
  • ODA Launches Two Powerful E Tron Series Cars, Covering A Distance Of 487 Km On A Single Charge, Starting At Rs 1.80 Crore

ન્યૂ લોન્ચ:ઓડીએ ઇ-ટ્રોન સિરીઝની બે પાવરફુલ કાર લોન્ચ કરી, સિંગલ ચાર્જમાં 487 કિમીનું અંતર કાપશે, પ્રારંભિક કિંમત 1.80 કરોડ રૂપિયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇલેક્ટ્રિક કારનું દેશભરમાં ચલણ વધી રહ્યું છે ત્યારે ઇન્ડિયન માર્કેટમાં લક્ઝુરિયસ ઓટોમોબાઇલ કંપની ઓડી તેની નવી બે ઇલેક્ટ્રિક કાર લઇને આવી છે. ઓડીએ ઇન્ડિયન માર્કેટમાં તેની ઇલેક્ટ્રિક ઇ-ટ્રોન GT અને RS ઇ-ટ્રોન GT કાર લોન્ચ કરી દીધી છે. ઇ-ટ્રોન GTની પ્રારંભિક એક્સ શો રૂમ કિંમત 1.80 કરોડ રૂપિયા અને RS ઇ-ટ્રોન GTની પ્રારંભિક એક્સ શો રૂમ કિંમત 2.05 કરડો રૂપિયા છે. ઓડી ઇ-ટ્રોન GT આ વર્ષે ફેબ્રુઆરીમાં શોકેસ કરવામાં આવી હતી. આ કારની ટક્કર ટેસ્લા મોડેલ S પ્લેડ અને પોર્શે ટેકન સાથે થશે. RS વર્ઝન ફક્ત 3.3 સેકંડમાં 0થી 100 km/hની સ્પીડ પકડી લે છે.

એન્જિન ડિટેલ્સ
ઇ-ટ્રોન GTની મોટર 470 hp પાવર અને 630 Nm ટોર્ક જનરેટ કરે છે. તેમજ, તેમાં એડિશનલ 522bhp પાવર અને 10Nm ઓવરબૂસ્ટ મોડ આપવામાં આવ્યો છે. એ જ રીતે, RS e-Torn GTની મોટર 590 hp પાવર અને 830 Nm ટોર્ક જનરેટ કરે છે. તેમાં એડિશનલ 637hp પાવર મોડ છે.

આશરે 2,300 કિલો વજન ધરાવ્યા બાદ પણ ઇ-ટ્રોન GT EV માત્ર 4.1 સેકન્ડમાં 0થી 100 કિમી/કલાકની સ્પીડ અને RS વર્ઝન 3.3 સેકન્ડમાં આટલી સ્પીડ પકડી લે છે. ઇ-ટ્રોન GTમાં 20-ઇંચના એલોય વ્હીલ્સ આપવામાં આવ્યાં છે અને RS વર્ઝનમાં 21-ઇંચના વ્હીલ્સ આપવામાં આવ્યાં છે.

ઓડી ઇ-ટ્રોન GT અને RS ઇ-ટ્રોન GTની બેટરી
ઇ-ટ્રોન GTમાં 93kWh બેટરી પેક આપવામાં આવ્યું છે. તેમાં 800 વોલ્ટ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઓડીએ દાવો કર્યો છે કે, આ કાર ઝડપથી ચાર્જ કરી શકાય છે. કંપનીના જણાવ્યાનુસાર, 5 મિનિટના ફાસ્ટ ચાર્જિંગમાં આ 100 kmની રેન્જ આપે છે. જો કે, નોર્મલ ચાર્જરથી તેને આખી રાત ચાર્જ કરવી પડશે. કંપનીનું કહેવું છે કે સિંગલ ચાર્જમાં આ કાર 487 kmનું અંતર કાપે છે.

12.3 ઇંચનું વર્ચ્યુઅલ કોકપિટ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને 10.1 ઇંચની ટચસ્ક્રીન મળશે
12.3 ઇંચનું વર્ચ્યુઅલ કોકપિટ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને 10.1 ઇંચની ટચસ્ક્રીન મળશે

ઓડી ઇ-ટ્રોન GT અને RS ઇ-ટ્રોન GTની કેબિન
ઇ-ટ્રોનની કેબિન ફ્યુચરિસ્ટિક બનાવવામાં આવી છે. તેનાં 12.3 ઇંચના ઓડી વર્ચ્યુઅલ કોકપિટ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરને 10.1 ઇંચની ટચસ્ક્રીન સાથે જોડવામાં આવ્યું છે. આ ઇન્ફોટેનમેન્ટની જરૂરિયાત સાથે નેવિગેશનમાં પણ મદદ કરે છે. તેમાં નજીકમાં ચાર્જિંગ સ્ટેશન કયું છે એ વિશેની માહિતી પણ મળી રહેશે.

ઓડી ઇ-ટ્રોન GT અને RS ઇ-ટ્રોન GTની કોમ્પિટીશન

ઓડીની આ ગાડીઓ મર્સિડીઝ EQC અને જગુઆર I-Paceને ટક્કર આપી શકે છે
ઓડીની આ ગાડીઓ મર્સિડીઝ EQC અને જગુઆર I-Paceને ટક્કર આપી શકે છે

આ બે મોડેલની માર્કેટમાં તો અન્ય કોઈ કાર સાથે ડાયરેક્ટ કોમ્પિટીશન નથી. પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે તે મર્સિડીઝ EQC અને જગુઆર I-Paceને ટક્કર આપી શકે છે. ભારતમાં મર્સિડીઝ EQCની કિંમત 1.07 કરોડ રૂપિયા એક્સ-શોરૂમ છે અને જગુઆર I-Paceની કિંમત 1.06 કરોડ રૂપિયાની એક્સ-શોરૂમ છે.

અન્ય સમાચારો પણ છે...