ઓટો સેક્ટરની સૌથી ફિક્કી ફેસ્ટિવ સીઝન:ચિપની અછતથી ફેસ્ટિવ સીઝન પર ખરાબ અસર, છેલ્લા 10 વર્ષમાં સૌથી ઓછા વાહનોનું રજિસ્ટ્રેશન થયું

7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વ્હીકલ રજિસ્ટ્રેશનમાં 5.33%નો ઘટાડો આવ્યો

ઓટોમોબાઇલ સેક્ટરમાં વેચાણ મામલે આ વર્ષની ફેસ્ટિવ સીઝન છેલ્લા એક દાયકામાં સૌથી વધારે ફિક્કી રહી. આ વાત ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડીલર્સ એસોસિયેશને કહી છે. નવરાત્રિથી લઈને દિવાળી સુધીના 42 દિવસના ફેસ્ટિવ પીરિયડ દરમિયાન રજિસ્ટ્રેશનમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. આની પાછળનું કારણ કારની ચિપની અછત અને ટુ-વ્હીલર્સની ઘટતી ડિમાન્ડ છે.

વ્હીકલ રજિસ્ટ્રેશનમાં 5.33%નો ઘટાડો
ઓક્ટોબર મહિનામાં ટોટલ વ્હીકલ રજિસ્ટ્રેશનમાં વર્ષને આધારે 5.33%નો ઘટાડો અને ઓક્ટોબર 2019ની સરખામણીએ 26.64%નો ઘટાડો જોવા મળ્યો. ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડીલર્સ એસોસિયેશને આ ડેટા મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેના વ્હીકલ ડેશબોર્ડમાંથી લીધી છે.

ઇન્ડસ્ટ્રીમાં ફેસ્ટિવ સીઝન 2020માં 25,56,335 યુનિટ્સ અને 2019માં આ સમય દરમિયાન 26,40,748 યુનિટ્સ હતા. છેલ્લા 42 દિવસમાં ટુ-વ્હીકલર્સમાં 19, 38,006 યુનિટ્સનું રજિસ્ટ્રેશન ઘટીને 15,79,642 યુનિટ્સ થયું.

42 દિવસની ફેસ્ટિવલ સીઝનમાં વર્ષને આધારે 18% ઘટાડો
આ વર્ષે 42 દિવસોની ફેસ્ટિવ સીઝન દરમિયાન પેસેન્જર વ્હીકલનું વેચાણ 3,24,542 યુનિટ્સ હતું. ગયા વર્ષે આ સમય દરમિયાન 4,39,564 યુનિટ્સનું વેચાણ થયું હતું અને આ 26% ઓછું છે. વેચાણદર વર્ષના આધારે 18% ઘટીને 2021માં 20,90,893 યુનિટ થઈ ગઈ.