બજાજ CT 125X બાઈક:હવે આ બાઈકમાં પણ મળશે ફોનનું ચાર્જિંગ સોકેટ, જાણો તેનાં લુક અને ફીચર્સ વિશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

બજાજ પોતાની સૌથી માઇલેજ બાઇક CTનું નવું મોડલ CT 125X ટૂંક સમયમાં જ લોન્ચ કરવા જઈ રહ્યું છે. હાલ આ બાઈક 110CC એન્જિનમાં પણ ઉપલબ્ધ છે. બજાજની પ્લેટિનાને પણ આ એન્જિન ઓપ્શનમાં ખરીદી શકાય છે. યૂટ્યૂબ ચેનલ ઓટો ટ્રાવેલ ટેક પર અપલોડ કરવામાં આવેલા વીડિયોમાં CT 125Xની ઝલક જોવા મળી રહી છે. તેમાં બતાવેલા વિઝયુઅલમાં બાઈકમાં મોબાઈલ ચાર્જ કરવા માટે સોકેટ પણ જોવા મળે છે. જે બતાવે છે કે આની મદદથી તમે બાઈકથી જ મોબાઈલ ચાર્જ કરી શકશો.

બજાજે લાંબા સમયથી 125CC સેગમેન્ટમાં બાઈક લોન્ચ કરી ન હતી. હવે કંપની આ સેગમેન્ટમાં પોતાની પકડ મજબૂત કરવાનાં ઈરાદાથી CT 125X લાવી રહી છે. બીજી તરફ કંપની 300CCથી 500CC સેગ્મેન્ટમાં પોતાની ઓળખ બનાવવા માટે તૈયાર છે. આ માટે બજાજે યુકે સ્થિત કંપની ટ્રાયમ્ફની સાથે હાથ મિલાવ્યો છે. બંને કંપનીઓ સાથે મળીને કેટલીક નવી પાવરફુલ બાઈક લોન્ચ કરશે.

બજાજ CT 125Xની કિંમત
બજાજ CT 110Xની એક્સ-શોરૂમ કિંમત 66,000 રૂપિયા છે. આ બાઈકની કિંમત 10-12 હજાર રૂપિયા વધુ હોઈ શકે છે. ભારતીય બજારમાં તેની ટક્કર હોન્ડા CD 110 Dream, TVS radeon, TVS Star City plus, Splender Plus સાથે થઈ શકે છે.

નવા બજાજ CT 125Xનાં ફીચર્સ
નવા બજાજ CT 125Xમાં એ જ એન્જિન મળશે, જે કંપની CT 110Xમાં આપી રહી છે. જો કે, આ એન્જિનનો પાવર 125CCનો હશે. આ બાઇકનાં ફ્રન્ટની વાત કરીએ તો તેમાં V આકારની LED DRL આપવામાં આવી છે. તેમાં એક નાનું વાઈઝર પણ છે. જો કે, તેમાં હીરો ગ્લેમર XTEC જેવા કનેક્ટેડ ફીચર્સ મળતાં નથી. તેમાં એનાલોગ ઈન્સ્ટ્રુમેન્ટ મળે છે. ગોળ હેડલાઇટને રફ અને ટફ બનાવવા માટે મેટલ ગાર્ડ પણ આપવામાં આવ્યું છે. તેનાં ફ્રન્ટ ટેલિસ્કોપિક સસ્પેન્શનમાં ફોર્ક ગેઇટર્સ છે. CT લાઇનઅપનાં X વેરિઅન્ટ્સ જેમ કે CT 110X અને CT 125X પણ વધારાની ગ્રિપ માટે રબર ટેન્ક પેડ મેળવે છે. પાછળની તરફ પિલર માટે એક મોટી ગ્રેબ રેલ જોવા મળે છે એટલે કે તેનાં પર વધુ સામાન રાખી શકાય છે.