બજાજ CT 125cc લોન્ચ:હવે ફોન ચાર્જિંગ માટે મળશે USB પોર્ટ, કિંમત 71,345 રૂપિયાથી શરૂ

9 મહિનો પહેલા
  • કૉપી લિંક

બજાજ ઓટોએ CT બાઇકના એન્જિન પાવરમાં વધારો કર્યો છે અને હવે તેને 71,345 રૂપિયામાં 125cc સાથે લોન્ચ કરી છે. આમ, બજાજ CT 125X એ ભારતમાં મળતી સૌથી સસ્તી 125CC બાઇક બની ગઇ છે. નવી બજાજ CT 125X પહેલાથી જ આવી રહેલ CT 110X કરતાં લગભગ 5,000 રૂપિયા મોંઘી છે. તેની ટક્કર હોન્ડા શાઇન (77,378-81,378 રૂપિયા) અને હીરો સુપર સ્પ્લેન્ડર (77,500-81,400 રૂપિયા) જેવી કંપનીઓ સાથે થશે. આ તમામ કિંમતો એક્સ-શોરૂમ છે.

CT 125Xમાં 3 કલર ઓપ્શન
આ બાઇકને ત્રણ કલર ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવી છે - રેડ ડિકલ્સની સાથે ઇબોની બ્લેક, બ્લુ ડિકલ્સની સાથે ઇબોની બ્લેક અને ગ્રીન ડિકલ્સની સાથે ઇબોની બ્લેક. પાવર માટે આ મોટરસાઇકલમાં 124.4CC એર-કૂલ્ડ એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે 10.9ps અને 11Nm ટોર્ક જનરેટ કરે છે. તે 5-સ્પીડ ગિયરબોક્સ સાથે આવે છે.

બજાજ CT 125X સ્પેસિફિકેશન્સ
બજાજ CT 125Xના સસ્પેન્શન સેટઅપમાં આગળ ટેલિસ્કોપિક ફોર્ક્સ અને પાછળના ભાગમાં ડ્યુઅલ શોક એબ્ઝોર્બર્સ સામેલ છે. તેમાં CBS (કમ્બાઈન બ્રેકિંગ સિસ્ટમ) સ્ટાન્ડર્ડ છે. બ્રેકિંગ માટે ફ્રન્ટ અને રિયરમાં 130mm ડ્રમ બ્રેક છે, જે લોઅર વેરિઅન્ટ પર ઉપલબ્ધ છે. હાઇ વેરિઅન્ટને 240mm ડિસ્ક અપ ફ્રન્ટ યુનિટ મળે છે. આ બાઇક 80/100-17 ફ્રન્ટ અને 100/90-17 રિયર ટ્યૂબલેસ ટાયર્સ સાથે 17 ઇંચના એલોય વ્હીલ પર ચાલે છે.

બજાજ CT 125X ફીચર્સ
ફીચર ફ્રન્ટની વાત કરીએ તો CT 125Xમાં એનાલોગ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, USB ચાર્જિંગ પોર્ટ અને કાઉલ પર LED DRL આપવામાં આવ્યું છે. આ બાઇક સીટની ઉંચાઇ અને લંબાઈ અનુક્રમે 810mm અને 700mm છે. તે 1285mmના વ્હીલબેઝ પર ચાલે છે. તેમાં રાઉન્ડ હેડલેમ્પ્સ, LED DRL, રબર ટેન્ક પેડ્સ, ક્રેશ ગાર્ડ્સ, ફોર્ક ગેઇટર્સ અને મોટી ગ્રેબ રેલ જેવી સુવિધાઓ મળે છે. આ સિવાય અહેવાલ છે કે, કંપનીએ પુણે સ્થિત ટુ-વ્હીલરથી નવી 350cc બાઇકનું ટેસ્ટિંગ શરૂ કર્યું છે, જેને ટ્રાયમ્ફ સાથે વિકસિત કરવામાં આવશે. આ મોડેલ આવતાં વર્ષે લોન્ચ થવાની સંભાવના છે. તે 350cc,4 વાલ્વ અને DOHC લેઆઉટ સાથે લિક્વિડ-કૂલ્ડ એન્જિન સાથે આવશે.