બજાજ ઓટોએ ભારતમાં ચેતકના ઈલેક્ટ્રિક વર્ઝનનાં સ્કૂટરનું ટોપ એન્ડ પ્રીમિયમ એડિશન લોન્ચ કર્યું છે. ઓલ ન્યૂ બજાજ ચેતક 2023માં અમુક કોસ્મેટિક અપગ્રેડ્સ કરવામાં આવ્યા છે. હવે ઈલેક્ટ્રિક સ્કૂટરમાં નવો કલર ઓપ્શન, એક મોટી LCD સ્ક્રિન , નવી સીટો અને બીજા પણ અમુક ફેરફારો કરવામાં આવ્યા છે.
આ સાથે જ કંપનીએ પોતાના બેઝ વેરિયન્ટમાં મોડેલની કિંમત પણ ઘટાડી દીધી છે. હવેની એક્સ શો-રુમ પ્રાઈસ 1.21 લાખથી શરુ થાય છે. તો બીજી તરફ બજાજ ચેતકનાં પ્રીમિયમ એડિશનની કિંમત 1,55,470થી શરુ થશે. આ ઈલેક્ટ્રિક સ્કૂટરની બુકિંગ શરુ થઈ ચૂકી છે અને તેની ડિલિવરી એપ્રિલ-2023થી શરુ થઈ જશે.
20% વધી ઈલેક્ટ્રિક સ્કૂટરની રેન્જ
બજાજે ચેતક ઈલેક્ટ્રિક સ્કૂટરમાં બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ પર પણ કામ કરે છે, જેથી તેની રેન્જમાં 20%નો વધારો નોંધાયો છે, જે હવે 108 કિમીની ARAI-સર્ટિફાઈડ રેન્જ છે. ચેતકને ફૂલ ચાર્જ કરવા પર 90 કિમીની રેન્જ મળે છે. તેમાં 3 કિલોવોટની લિથિયમ આયન બેટરી આપવામાં આવી છે. તેને ફૂલ ચાર્જ કરવા માટે 4 કલાકનો સમય લાગશે જ્યારે 80 ટકા ચાર્જ ફક્ત પોણા ત્રણ કલાકમાં કરી શકાય છે.
ઓલ ન્યૂ બજાજ ચેતક : પાવર અને ટોપ સ્પીડ
કંપનીએ તેમાં મોટર આપી છે, જેમાં સ્કૂટરને 4.2 કિલોવોટની પીક પાવર સાથે 20 ન્યૂટન મીટરનો પીક ટોર્ક મળે છે. તેની ટોપ સ્પીડ 63 km/h છે. બજાજ ચેતકની ખરીદી તમે દેશમાં 60થી વધુ શહેરોમાંથી કરી શકો છો. કંપનીએ માર્ચ-2023નાં અંત સુધી 85થી વધુ શહેરોમાં અને 100થી વધુ ડિલરશીપ વિસ્તારવાની યોજના કરી છે. આ 100થી વધુ ડિલરશીપમાંથી 40થી વધુ એક્સક્લુઝિવ એક્સપીરિયન્સ સેન્ટર છે.
2023 બજાજ ચેતક ઈલેક્ટ્રિક સ્કૂટર સ્પેસિફિકેશન
કંપનીએ તેને સેટિન બ્લેક, મેટ કોર્સ ગ્રે, મેટ કેરેબિયન બ્લૂ જેવા નવા રંગો સાથે લોન્ચ કર્યું છે. બજાજ ચેતક પ્રીમિયમ એડિશનમાં ટૂ-ટોન સીટ, બોડી કલર્ડ રિયર વ્યૂ મિરર, સાટન બ્લેક ગ્રેબ રેલ અને મેચિંગ ફૂટરેસ્ટ કાસ્ટિંગ અને ચારકોલ બ્લેક ફિનિશ ટૂ હેડલેમ્પ કેસિંગની સાથે અપગ્રેડ કરવામાં આવ્યુ છે. આ પ્રીમિયમ ઈલેક્ટ્રિક સ્કૂટરમાં મોટી LCD ડિસ્પ્લે પણ મળે છે. કંપનીનો દાવો છે કે, આ નવી ડિસ્પ્લે શાર્પ અને દેખાવમાં એકદમ સરળ હશે.
હાલના પ્રીમિયમ વેરિયન્ટમાં જૂના શેડ કાર્ડ મળે છે, જેમાં બ્રુકલિન બ્લેક, હેઝલ નટ, ઈન્ડિગો મેટાલિક અને વેલ્લુટો રોસો સામેલ છે. ઈલેક્ટ્રિક સ્કૂટર ડિસ્ક બ્રેક, એલોય વ્હીલ્સ, lED લાઈટિંગ, ટેલિસ્કોપીક ફ્રંટ સસ્પેન્શન, મેટલ બોડી પેનલ અને IP67 વોટરપ્રૂફિંગની સાથે આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.