ફ્યૂચર ટેક / હવે કારનો સાઉન્ડ જાતે પસંદ કરી શકાશે, પણ કિંમત વધી જશે

Now the car's sound can be selected manually, but the price will go up

Divyabhaskar.com

Oct 05, 2019, 04:27 PM IST

ઓટો ડેસ્કઃ ઈલેક્ટ્રિક કાર્સ જ્યારે બહુ ધીમી સ્પીડ પર ચાલે તો તેમાંથી થોડો પણ અવાજ નથી નીકળતો. તેનાથી પગપાળા ચાલતા લોકો માટે જોખમ ઊભું થઈ શકે છે. આવનારા સમયમાં શક્ય છે કે તમે તમારી ઈલેક્ટ્રિક કાર માટે મનપસંદ અવાજની પસંદગી કરી શકશો. દુનિયાભરમાં આવી કાર્સના અવાજને લઇને કામ ચાલુ છે.

  • ઈલેક્ટ્રિક કાર્સમાં માત્ર હવા અને ટાયરમાંથી નીકળતો અવાજ સંભળાય છે, એ પણ ત્યારે જ્યારે એ સ્પીડમાં ચાલી રહી હોય.
  • કેટલીક કાર કંપનીઓએ તેની કાર્સ માટે સાઉન્ડ પસંદ કરી લીધો છે. જેમ કે, મર્સિડીઝ બેંઝે નકલી હમિંગ સાઉન્ટને તેની ઈલેક્ટ્રિક કાર્સ માટે પસંદ કર્યો છે.
  • પ્રતિ કલાક 20 કે 30 કિલોમીટરની ઝડપથી ઓછી સ્પીડ થતાં જ તેનો નકલી સાઉન્ડ એક્ટિવેટ થઈ જાય એવી સિસ્ટમ વિકસાવવામાં આવી રહી છે.
  • આ કાર્સ માટે સાઉન્ડ બનાવવામાં કંપનીઓ એ વાતનું ધ્યાન રાખી રહી છે કે ડ્રાઇવર્સને એવી જ ફીલ મળે જેવી તેમને રેસિંગ કાર ચલાવતી વખતે મળે છે. અત્યારે સાઉન્ટ માટે લગભગ 35 હજાર રૂપિયા સુધીની કિંમત ચૂકવવી પડશે. ઘણી કંપનીઓ ‘ઈલેક્ટ્રિક સ્પોર્ટ સાઉન્ડ’ આપવાની ઓફર પણ કરી રહી છે.
X
Now the car's sound can be selected manually, but the price will go up

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી