ઇનોવેશન:હવે આવી ફ્લાઇંગ બાઇક...હવામાં 100 કિમીની સ્પીડથી ઉડશે અને 40 મિનિટ સુધી ઉડાવી શકાશે

8 મહિનો પહેલા
  • કૉપી લિંક

ફ્લાઇંગ કારનો કોન્સેપ્ટ છેલ્લાં ઘણાં સમયથી ચર્ચામાં છે. ઘણી કંપનીઓ હવામાં ઉડતી ગાડી પર હાથ અજમાવી રહી છે. પરંતુ હવે હવામાં ઉડતી ગાડીની સાથે બાઇક પણ જોવા મળશે. જાપાનની એક કંપનીએ ઉડતી બાઇક બનાવી છે. ટોક્યો સ્થિત ડ્રોન સ્ટાર્ટઅપ ALI ટેક્નોલોજીએ આ હોવરબાઈક ડિઝાઇન કરી છે. તેને XTurismo Limited Edition નામ આપવામાં આવ્યું છે. બાઇકના સફળ પરીક્ષણ બાદ કંપનીએ 26 ઓક્ટોબરથી તેનું બુકિંગ શરૂ કરી દીધું છે.

કંપની માત્ર 200 p ફ્લાઈંગ બાઈક બનાવશે. કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ડાઈસુકે કટાનોએ ન્યૂઝ એજન્સી રાઈટર્સને જણાવ્યું કે, અમારી પાસે જમીન પર કે આકાશમાં જવાનો વિકલ્પ હતો. અમે મૂવમેન્ટ માટે એક નવી પદ્ધતિ ઓફર કરી રહ્યા છીએ. ટેસ્ટિંગ દરમિયાન બાઇકને હવામાં ઉડાડીને ફેરવવામાં પણ આવી હતી. આ સ્ટાર્ટઅપને મિત્સુબિશી ઇલેક્ટ્રિક અને ક્યોસેરા દ્વારા સપોર્ટ કરવામાં આવે છે.

પેટ્રોલથી ચાલતા કન્વેન્શનલ એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે
પેટ્રોલથી ચાલતા કન્વેન્શનલ એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે

1 કલાકમાં 100 કિમીની સ્પીડથી ઉડશે
હોવરબાઈક અંગે કંપનીએ દાવો કર્યો છે કે, તેને એકવારમાં 40 મિનિટ સુધી ઉડાવી શકાય છે. તેની ફ્લાઈંગ સ્પીડ કલાક દીઠ 100 કિમી સુધી જઈ શકે છે. આમાં પેટ્રોલથી ચાલતા કન્વેન્શનલ એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બાઇકની મોટરને પાવર આપવા માટે ચાર બેટરી લગાવવામાં આવી છે. તેની કિંમત 77.7 મિલિયન યેન (લગભગ 5.09 કરોડ રૂપિયા) હશે.

બાઇકમાં અત્યારે માત્ર પાયલટ જ બેસી શકશે
XTurismo હોવરબાઈકનું ઈન્ટરનલ કમ્બશન એન્જિન પેટ્રોલની સાથે સાથે ઈલેક્ટ્રિકલી પણ ચાલે છે. બાઇકનું વજન લગભગ 300 કિલો છે. તેની લંબાઈ 3.7 મીટર, પહોળાઈ 2.4 મીટર અને ઊંચાઈ 1.5 મીટર છે. હાલમાં તેમાં માત્ર એક જ પાયલોટ બેસી શકે છે. કંપનીનો ટાર્ગેટ વર્ષ 2025 સુધીમાં આ ઉડતી બાઇકનું ફુલ્લી ઇલેક્ટ્રિક વર્ઝન લાવવાનો છે.

મેદાનથી થોડા મીટર ઉપર હવામાં બાઇક દ્વારા ટૂંકી ઉડાન ભરવામાં આવી હતી
મેદાનથી થોડા મીટર ઉપર હવામાં બાઇક દ્વારા ટૂંકી ઉડાન ભરવામાં આવી હતી

જમીનથી થોડી ઉપર ઉડાડીને ટેસ્ટિંગ થયું
આ ડ્યુઅલ કલરની હોવરબાઈકની બોડી મોટરસાઈકલ જેવી લાગે છે. તેના ટોપ પર પ્રોપેલર્સ આપવામાં આવ્યા છે. જ્યારે મશીન સ્થિર હોય ત્યારે લેન્ડિંગ સ્કિડ પર રહે છે. માઉન્ટ ફુજી પાસે બાઇકનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આમાં, મેદાનથી થોડા મીટર ઉપર હવામાં બાઇક દ્વારા ટૂંકી ઉડાન ભરવામાં આવી હતી.

જાપાનના રસ્તા પર ઉડવાની પરમિશન નહીં
ડાઇસુકે કટાનોએ જણાવ્યું કે, ભવિષ્યમાં આ ઉડતી બાઇકનો ઉપયોગ આવી સાઇટ્સ પૂરતો જ મર્યાદિત રહેશે. તેને જાપાનના ભરચક રસ્તાઓ પર ઉડવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ બાઇકના ઉપયોગથી બચાવ ટીમ મુશ્કેલ જગ્યાઓએ પહોંચી શકશે.

પેડિંગ રૂલમાં ફેરફાર કરીને બાઇકની સંભવિત એપ્લિકેશનને એક્સટેન્ડ કરવામાં આવી શકે છે. આ લિમિટેડ એડિશન ફ્લાઈંગ બાઇકની ફર્સ્ટ યૂનિટની ડિલિવરી આવતા વર્ષથી શરૂ થશે.

અન્ય સમાચારો પણ છે...