તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓટો બાઇંગ ગાઇડ:હવે એવરેજ સાથે નો કોમ્પ્રોમાઇઝ, બજાજથી લઇને TVS સહિતની 10 સસ્તી બાઇકમાં 104kmpl સુધીની એવરેજ મળશે

6 દિવસ પહેલા
  • કૉપી લિંક

એક સસ્તી સિટી કમ્યૂટર બાઇક ફક્ત બે હેતુથી બનાવવામાં આવે છે - પહેલું કમ્ફર્ટનેસ અને બીજું સારી એવરેજ માટે. મોટાભાગના ખરીદદારો માટે એવરેજ ફર્સ્ટ પ્રાયોરિટી હોય છે. ભારત આવી બાઇક્સના માર્કેટથી ભરપૂર છે, જે ઓછી કિંમતે સારી એવરેજ આપે છે.

જો તમારું રોજનું ટ્રાવેલિંગ વધારે હોય અને એવરેજ તમારી પ્રાયોરિટીની સાથે જરૂરિયાત પણ હોય તો અહીં એવી 10 બાઇકનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં સારી એવી એવરેજ મળી જાય છે. નીચે લિસ્ટ જૂઓ...

ભારતની ટોપ-10 સૌથી વધુ એવરેજ આપતી BS6 બાઇક્સ
મોડેલએવરેજ (ARAI ટેસ્ટેડ)કિંમત (એક્સ શો રૂમ, દિલ્હી)
બજાજ CT110104 kmpl48,704 રૂપિયા
TVS સ્ટાર સિટી85 kmpl62,784 રૂપિયા
બજાજ પ્લેટિન 110 H-Gear84 kmpl62,899 રૂપિયા
હીરો સુપર સ્પ્લેન્ડર83 kmpl71,650 રૂપિયા
હીરો સ્પ્લેન્ડર પ્લસ80 kmpl60,310 રૂપિયા
હોન્ડા CD110 ડ્રીમ74 kmpl65,505 રૂપિયા
TVS Radeon69 kmpl59,742 રૂપિયા
હોન્ડા શાઇન65 kmpl68,812 રૂપિયા
હીરો સપ્લેન્ડર iSmart61 kmpl65,672 રૂપિયા
હીરો પેશન પ્રો 11060 kmpl65,750 રૂપિયા
  • બજાજ CT110 આ સ્ટાઇલની બાઇક્સને લીડ કરે છે, જેમાં 104 kmpl (ARAI રેટેડ) એવરેજ મળે છે. નોંધનીય બાબત એ પણ છે કે, આ સૌથી સસ્તી બાઇક પણ છે, જેની પ્રારંભિક એક્સ શો રૂમ કિંમત આશરે 50 હજાર રૂપિયા છે. જે ખરીદદાર સસ્તી બાઇક લેવાનું વિચારી રહ્યા હોય તેના માટે CT110 એક પ્રીમિયમ ઓપ્શન છે.
  • બીજા નંબરે TVS સ્ટાર સિટી પ્લસ આવે છે અને ત્રીજા નંબરે બજાજ પ્લેટિના H-Gear છે. આ બંને બાઇકમાં લગભગ એકસરખી એવરેજ મળે છે અને તેની કિંમત પણ એકસરખી હોય છે. જો કે, TVS કેટલાક પાસાંઓમાં થોડી આગળ છે. પ્લેટિના H-Gearમાં 5 સ્પીડ ગિયરબોક્સ આપવામાં આવ્યું છે, જે તેની ટોપ સ્પીડ અને હાઇવે પર્ફોર્મન્સને સારું બનાવે છે.
  • ત્યારબાદ અમારી પાસે હીરોની સૌથી વધુ વેચાનારી બાઇક્સમાં સુપર સ્પ્લેન્ડર અને સ્પ્લેન્ડર પ્લસ છે. પહેલાવાળી વધુ સ્ટાઇલિશ અને મોડર્ન બાઇક છે, જેને યુવાનો વધુ પસંદ કરે છે, જ્યારે પછીનું મોડેલ થોડું સિમ્પલ છે અને માસ ઓડિયન્સને ટાર્ગેટ કરે છે.
  • હોન્ડા CD110 ડ્રીમ એ ભારતીય બજાર માટે બ્રાન્ડની સૌથી સસ્તી બાઇક છે. તે તેનાં 110cc એન્જિનથી 74 kmplની ખૂબ સારી એવરેજ આપે છે. ત્યારબાદ TVS Radeonનો નંબર આવે છે, જે 110cc કમ્યૂટર બાઇક પણ છે. નેક્સ્ટ નંબરે હોન્ડા શાઇન છે, જે ભારતમાં સ્મૂથ અને મોસ્ટ રિફાઇન્ડ 125cc એન્જિન ધરાવે છે.
  • હીરો સ્પ્લેન્ડર i-Smart શહેરની ટ્રાફિકની સ્થિતિમાં તેની એવરેજ સુધારવા માટે i2S (આઇડિયલ સ્ટોપ-સ્ટાર્ટ) ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે અને એટલે જ તે બિઝી ઇન્ડિયન રોડ્સ માટે એક પ્રીમિયમ કમ્યૂટર બાઇક છે.
  • હીરો પેશન પ્રો ભારતમાં સૌથી વધુ અને બેસ્ટ એવરેજ આપતી બાઇકની લિસ્ટને પૂરું કરે છે. સ્પ્લેન્ડર પ્લસની જેમ પેશન પ્રો પણ એક સરળ, નો-નોનસેન્સ બાઇક છે, જેમાં એક સારું એન્જિન આપવામાં આવ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો