ઓનલાઇન શોપ:હવે મિનિની ગાડીઓ ઘેરબેઠાં ખરીદી શકાશે, કંપનીએ ઓનલાઇન શોપ શરૂ કરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કંપનીની વેબસાઇટ પર ફક્ત એક બટનની ક્લિકથી મિનિની રેન્જ જોઈ શકાશે
  • અહીં EMI કેલ્ક્યુલેશનની સાથે જ તેમની મનપસંદ મિનિ કાર બુક કરાવી શકે છે

કોરોનાકાળ બાદ ડિજિટલ પેમેન્ટ અને ઓનલાઇન શોપિંગને વધારે મહત્ત્વ આપવામાં આવી રહયું છે. આ બાબતને ધ્યાનમાં રાખીને મિનિ ઇન્ડિયાએ મિનિ ઓનલાઇન શોપ શરૂ કરી છે. ગ્રાહકો shop.mini.in પર જઇને ઓનલાઇન તેમની ઓન-રોડ જર્ની શરૂ કરી શકે છે. તેઓ આ વેબસાઇટ પર ફક્ત એક બટનની ક્લિકથી મિનિ રેન્જ જોઈ શકે છે. પોતાની મનપસંદ મિનિને કન્ફિગર કરી શકે છે. નજીકના ડીલરને લોકેટ કરી શકે છે. ટેસ્ટ ડ્રાઇવ અથવા કોટેશન માટે રિક્વેસ્ટ કરી શકે છે. તેમજ, EMI કેલ્ક્યુલેશન સાથે તેમની મનપસંદ મિનિ પણ બુક કરાવી શકે છે.

આ અંગે BMW ગ્રૂપ ઈન્ડિયાના પ્રેસિડન્ટ શ્રી વિક્રમ પવાહએ કહ્યું કે, મિનિ સ્વભાવથી સર્જનાત્મક અને આશાવાદી છે અને હંમેશાં કંઇક નવું લાવે છે. ડિજિટલાઇઝેશન આપણી દુનિયાને બદલી રહ્યું છે અને તે હવે ગ્રાહકની સંપૂર્ણ યાત્રાનો અભિન્ન ભાગ બની રહ્યું છે. એક પ્રગતિશીલ બ્રાંડ તરીકે મિનિએ હંમેશાં પોતાના ગ્રાહકો અને ચાહકો સાથે જોડાવા માટે પોતાની જાતને હંમેશા જુદી-જુદી સ્થિતિમાં રજૂ કરી છે. ભારતમાં મિનિ ઓનલાઇન શોપ લોન્ચ કરવાની સાથે અમે દેશભરમાં અમારી હાજરી વધારવામાં સફળ થયા છીએ. તે નવા ગ્રાહકો સુધી પહોંચશે અને મિનિ સાથે તેમની મુસાફરી વધુ સુરક્ષિત અને સરળ બનશે.

મિનિ ઓનલાઇનની ડિટેલ

  • સૌપ્રથમ shop.mini.in પર જાઓ અને ભારતમાં અવેલેબલ મિનિ મોડેલ્સની રેન્જથી મિનિને કન્ફિગર કરો.
  • કન્ફિગરેશન સેવ કરવા માટે મિનિ ઓનલાઇન શોપ પર રજિસ્ટર કરો અને તમારી જરની ચાલુ રાખો.
  • ગ્રાહકો કોઈપણ સમયે લોગ ઇન કરીને તેમના કન્ફિગરેશન અને ખરીદીની હિસ્ટ્રી જોઈ શકે છે.
  • તમારા લોકેશનની નજીકના મિનિ ઓથોરાઇઝ્ડ ડીલરને પસંદ કરો.
  • તમારા મનપસંદ લોકેશન પર અથવા ઘરે ટેસ્ટ ડ્રાઇવ માટે પૂછો.
  • કોટેશન માટે રિક્વેસ્ટ કરો અને તમારી કન્ફિગર્ડ કરેલી મિનિની EMI કેલ્ક્યુલેટ કરો.

મિનિ ઓનલાઇન શોપ ગ્રાહકોને ભારતમાં ઉપલબ્ધ મિનિ મોડેલ્સની સંપૂર્ણ રેન્જ બ્રાઉઝ કરવાની મંજૂરી આપે છે. તમે તેને કન્ફિગર કરીને બુક કરાવી શકો છો. ગ્રાહક તેમના લોકેશન પર નજીકની મિનિ ઓથોરાઇઝ્ડ ડીલર પસંદ કરી શકે છે, જે તેમને ઓનલાઇન મુસાફરીમાં મદદ કરશે. તેઓ તેમને કોઈપણ મુશ્કેલી વિના કસ્ટમાઇઝ્ડ ફાઇનાન્શિયલ સોલ્યૂશન્સ આપશે.