તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બંધ:હોન્ડા સિવિક અને CV-R ગાડીનું પ્રોડક્શન કરતો નોઇડાનો પ્લાન્ટ બંધ કરવામાં આવ્યો, વેચાણ પણ અટક્યું

4 મહિનો પહેલા
  • ગ્રેટર નોઇડા પ્લાન્ટની વાર્ષિક પ્રોડક્શન કેપેસિટી 1 લાખ યૂનિટ હતી
  • રાજસ્થાનના ટાપુકારા પ્લાન્ટની કેપેસિટી વાર્ષિક 1.8 લાખ યૂનિટ છે

જાપાનની ઓટોમોબાઇલ કંપની હોન્ડા કાર્સ ઇન્ડિયા (HCIL)એ ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં તેના પ્લાન્ટને બંધ કરવાની જાહેરાત કરી છે. આ પ્લાન્ટ બંધ થતાંની સાથે દેશમાં CR-V અને સિવિક મોડેલ્સનું પ્રોડક્શન પણ બંધ થઈ ગયું છે. કંપનીએ તાત્કાલિક અસરથી ભારતમાં આ વાહનોનું વેચાણ પણ બંધ કરી દીધું છે.

કંપનીએ પ્લાન્ટ બંધ કરવા અંગે કહ્યું કે, વર્ષ 1997માં અસ્તિત્વમાં આવેલા આ પ્લાન્ટનું પ્રોડક્શન રોકવાનો નિર્ણય એટલે લેવામાં આવ્યો છે જેથી તે તેના સંચાલનને મજબુત અને ટકાઉ બનાવી શકે. ગ્રેટર નોઈડા પ્લાન્ટની વાર્ષિક પ્રોડક્શન કેપેસિટી 1 લાખ યૂનિટ હતી. બીજીબાજુ, ટાપુકારા પ્લાન્ટની વાર્ષિક કેપેસિટી 1.8 લાખ યૂનિટ છે. ટાપુકારા પ્લાન્ટમાં લગભગ 5,500 કર્મચારીઓ કાર્યરત છે.

કોવિડના કારણે નિર્ણય લેવાયો
HCILના પ્રમુખ અને CEO ગાકુ નાકાનિસીએ જણાવ્યું કે, છેલ્લાં ત્રણ મહિનાથી વેચાણમાં વૃદ્ધિ થઈ હોવા છતાં સમગ્ર ઉદ્યોગ માટે હાલની બજારની સ્થિતિ અનિશ્ચિત છે. કોવિડ-19 અસરે અમને અમારું સ્થાન મજબૂત બનાવવાની ફરજ પાડી. આ હાંસલ કરવા માટે HCILએ ટાપુકારા પ્લાન્ટને એકીકૃત કરીને ઉત્પાદન પ્રવૃત્તિઓને મજબૂત બનાવવાનો નિર્ણય લીધો છે.

HCILના સિનિયર વાઇસ પ્રેસિડન્ટ અને ડાયરેક્ટર રાજેશન ગોયલે જણાવ્યું કે, અમે અમારું તમામ પ્રોડક્શન રાજસ્થાનના ટાપુકારા પ્લાન્ટમાં કરીશું. અમે ગ્રેટર નોઈડા પ્લાન્ટમાં પ્રોડક્શન બંધ કરી રહ્યા છીએ.

માર્કેટમાં તેજી આવવાની સંભાવના
તેમણે કહ્યું કે, કંપની ભારતીય અર્થવ્યવસ્થાની મજબૂતાઈ અંગે આત્મવિશ્વાસ રાખે છે અને અપેક્ષા રાખે છે કે માર્કેટ ફરી પાટા પર આવશે. હોન્ડાની વૈશ્વિક વ્યૂહરચના હેઠળ ભારત એક મહત્ત્વપૂર્ણ બજાર છે અને HCIL ભવિષ્યમાં ઇલેક્ટ્રિક વાહનો સહિત તેનાં સૌથી લેટેસ્ટ ટેકનોલોજીવાળાં મોડેલ્સ લાવવા માટે પ્રતિબદ્ધ છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો