તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Automobile
  • Nissan Releases First Teaser Of Petrol Nissmo With Black And Red Color Theme, Cars Can Be Purchased In 4 Colors With Powerful Music System

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટીઝર:નિસાને બ્લેક એન્ડ રેડ કલર થીમથી સજ્જ પેટ્રોલ નિસ્મોનું ફર્સ્ટ ટીઝર રિલીઝ કર્યું, પાવરફુલ મ્યૂઝિક સિસ્ટમ સાથે 4 કલરમાં કાર ખરીદી શકાશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

જાપાનની ઓટોમોબાઈલ કંપની નિસાન પેટ્રોલ SUVનાં ફેસલિફ્ટે સપ્ટેમ્બર 2019માં ગ્લોબલ ડેબ્યૂ કર્યું હતું. હવે લગભગ 18 મહિના પછી કંપનીએ SUVનું નિસ્મો વેરિએન્ટ શોકેસ કર્યું છે. નિસાન પેટ્રોલ નિસ્મો જુદી જુદી બોડી કીટ સાથે વધુ અગ્રેસિવ જોવા મળી રહી છે.

કારના ઇન્ટિરિયરમાં રેડ અને બ્લેક કલર થીમ
કારના ઇન્ટિરિયરમાં રેડ અને બ્લેક કલર થીમ

લાલ પેઇન્ટનો ઉપયોગ કારના ઇન્ટિરિયર અને એક્સટિરિયર બંનેમાં કરવામાં આવ્યો છે. તેમાં 22 ઇંચના એલોય આપવામાં આવ્યા છે. તેની ઊંચાઇ પણ વધારે દેખાઈ રહી છે. કારમાં સ્પોર્ટ્સ શાર્પ LED લાઇટ્સ આપવામાં આવી છે, જે તેને આકર્ષક લુક આપે છે. નિસાને ગ્રિલ પર નિસ્મો બેજ પણ લગાવ્યો છે.

એન્જિન ડિટેલ્સ

કાર 422bhp પાવર અને 560Nm પીક ટોર્ક જનરેટ કરશે
કાર 422bhp પાવર અને 560Nm પીક ટોર્ક જનરેટ કરશે

નિસ્મોમાં 5.6-લિટર નેચરલી એસ્પિરેચેડ, V8 એન્જિન આપવામાં આવ્યું છે. તે 422bhp પાવર અને 560Nm પીક ટોર્ક જનરેટ કરે છે. એન્જિનને 7-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે જોડવામાં આવ્યું છે. નિસ્મોએ કારની આસપાસ વધુ સારી સ્થિરતા આપવા અને કોર્નરિંગને ઝડપી બનાવવા માટે સસ્પેન્શનમાં પણ ફેરફાર કર્યો છે.

કાર પાવરફુલ મ્યૂઝિક સિસ્ટમથી સજ્જ

કારમાં 13-સ્પીકર બોઝ સાઉન્ડ સિસ્ટમ ઉપરાંત એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટો સિસ્ટમ
કારમાં 13-સ્પીકર બોઝ સાઉન્ડ સિસ્ટમ ઉપરાંત એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટો સિસ્ટમ

ફેસલિફ્ટ મોડેલની કેબિનમાં બે-સ્ક્રીન સેટઅપ આપવામાં આવ્યા છે. નિસાને કેબિનને લાલ અને કાળા રંગની થીમ, કાર્બન ફાઇબર એક્સેન્ટ સાથે એક અલગ લુક આપ્યો છે. આ કારમાં 13-સ્પીકર બોઝ સાઉન્ડ સિસ્ટમ ઉપરાંત એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટો સિસ્ટમ પણ આપી છે. કંપનીનું કહેવું છે કે નિસ્મોમાં અનેક સેફ્ટી ફીચર્સ પણ છે. આ કાર ટૂંક સમયમાં ભારતમાં આવે તેવી સંભાવના છે. કારમાં બ્લેક, વ્હાઇટ, સિલ્વર અને ગ્રે કલર વેરિઅન્ટ મળશે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

વધુ વાંચો