ક્રેશ ટેસ્ટ:પેસેન્જર સેફ્ટી માટે નિસાન મેગ્નાઇટ અને રેનો કાઇગરને 4 સ્ટાર મળ્યાં, ચાઇલ્ડ સેફ્ટીમાં બંને ગાડીઓ ફેલ

8 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગ્લોબલ ન્યૂ કાર અસેસમેન્ટ પ્રોગ્રામ (NCAP)એ નિસાન મેગ્નાઈટ અને રેનો કાઈગર માટે સેફ્ટી રેટિંગ જાહેર કર્યાં છે. આ બંને ભારતમાં વેચાતા લોકપ્રિય મોડેલ છે. મેગ્નાઇટે ઓછી કિંમતના કારણે SUV સેગમેન્ટમાં પોતાની જગ્યા બનાવી છે. તેની એક્સ-શો રૂમ કિંમત 5.76 લાખ રૂપિયા રાખવામાં આવી છે. તેમજ, કાઇગરની પ્રારંભિક કિંમત 5.79 લાખ રૂપિયા છે. એટલે જો તમે આ બેમાંથી કોઈ કાર ખરીદવા જઈ રહ્યા હો તો તમારે તેનાં સેફ્ટી રેટિંગ વિશે જાણવું જોઈએ. તો ચાલો આ બંને ગાડીમાં અડલ્ટ અને ચાઇલ્ડ પેસેન્જર્સ કેટલા સેફ છે તે જાણીએ.

NCAP ક્રેશ ટેસ્ટ કેવી રીતે થાય છે એ પહેલાં જાણીએ...

  • લગભગ તમામ કંપનીઓની કારનું ક્રેશ ટેસ્ટિંગ NCAP દ્વારા કરવામાં આવે છે. તમામ કંપનીઓ તેમની કારના દરેક મોડેલ અને વેરિઅન્ટમાં અલગ-અલગ સેફ્ટી ફીચર્સ આપે છે. તેમાં એરબેગ્સ, ABS, EBD, સેફ્ટી બેલ્ટ, બેક સેન્સર, કેમેરા, સ્પીડ અલર્ટ જેવાં ફીચર્સ સામેલ છે. જ્યારે કારનો ક્રેશ ટેસ્ટ કરવામાં આવે ત્યારે તેને આ સેફ્ટી ફીચર્સના આધારે રેટિંગ આપવામાં આવે છે.
  • સેફ્ટી રેટિંગ મેળવવાની પ્રોસેસ સેફ્ટી રેટિંગ માટે કારનો ક્રેશ ટેસ્ટ કરવામાં આવે છે. આ માટે માનવ જેવી ડમીનો ઉપયોગ કરવામાં આવે છે. ટેસ્ટિંગ દરમિયાન ગાડીને એક નિશ્ચિત ગતિએ કોઈ હાર્ડ ઓબ્જેક્ટ સાથે અથડાવવામાં આવે છે. આ દરમિયાન કારમાં 4થી 5 ડમીનો ઉપયોગ કરવામાં આવે છે. પાછળની સીટ પર એક બેબી ડમીને ચાઇલ્ડ સેફ્ટી સીટ પર ફિક્સ કરવામાં આવે છે.
  • સેફ્ટી રેટિંગ શા માટે જરૂરી: ક્રેશ ટેસ્ટ પછી કારની એરબેગ્સ કામ કરતી હતી કે કેમ. ડમીને કેટલું નુકસાન થયું? કારનાં અન્ય ફીચર્સ કેટલી સારી રીતે કામ કરે છે? આ બધાના આધારે રેટિંગ આપવામાં આવે છે. આ રેટિંગ ગ્રાહકોને સુરક્ષિત કાર ખરીદવામાં મદદ કરે છે. જો કે, NCAP કોઈપણ કારના તમામ પ્રકારોનું ક્રેશ ટેસ્ટ કરતું નથી.

નિસાન મેગ્નાઇટને ક્રેશ ટેસ્ટમાં 4 સ્ટાર મળ્યાં

અડલ્ટ પ્રોટેક્શન ટેસ્ટમાં 17માંથી 11.85 પોઈન્ટ મળ્યા છે
અડલ્ટ પ્રોટેક્શન ટેસ્ટમાં 17માંથી 11.85 પોઈન્ટ મળ્યા છે

નિસાને મેગ્નાઈટ SUV 2020માં લોન્ચ કરી હતી. તેના સેગમેન્ટમાં તેની કિંમત ઓછી હોવાને કારણે તેને સારો રિસ્પોન્સ મળ્યો. આ કાર હ્યુન્ડાઈ, ક્રેટા, મારુતિ વિટારા બ્રેઝા, કિઆ સેલ્ટોસ અને ટાટા નેક્સન જેવી SUVને ટક્કર આપે છે. આ કાર અન્ય ગાડીઓની સરખામણીમાં સૌથી સસ્તી SUV પણ છે. ક્રેશ ટેસ્ટ દરમિયાન મેગ્નાઈટને અડલ્ટ પ્રોટેક્શન ટેસ્ટમાં 4-સ્ટાર રેટિંગ મળ્યાં હતાં. તેને ટેસ્ટ દરમિયાન 17માંથી 11.85 પોઈન્ટ મળ્યા છે. બીજીબાજુ, તેને ચાઇલ્ડ સેફ્ટી ટેસ્ટિંગમાં માત્ર 2-સ્ટાર રેટિંગ મળ્યાં છે. તેને ટેસ્ટ દરમિયાન 49માંથી 24.88 પોઈન્ટ મળ્યાં છે. એટલે કે, તે ચાઈલ્ડ સેફ્ટી ક્રેશ ટેસ્ટ દરમિયાન ફેલ થઈ હતી.

નિસાન મેગ્નાઇટનાં સેફ્ટી ફીચર્સઃ મેગ્નાઈટનું ટોપ વર્ઝન વ્હીકલ ડાયનેમિક્સ કંટ્રોલ, ટ્રેક્શન કંટ્રોલ અને હિલ સ્ટાર્ટ આસિસ્ટ જેવાં ફીચર્સ સાથે આવે છે. તેમાં પાછળના ભાગમાં ISOFIX ચાઇલ્ડ-સીટ માઉન્ટ આપવામાં આવ્યું છે. તેમજ, કારમાં EBD સાથે ABS, ડ્યુઅલ એરબેગ્સ અને રિયર પાર્કિંગ સેન્સર આપવામાં આવ્યાં છે. તેમાં 360 ડિગ્રી કેમેરા છે. ભીડભાડવાળા એરિયામાં પાર્કિંગ દરમિયાન આ કામમાં આવશે.

રેનો કાઇગરને ક્રેશ ટેસ્ટમાં 4 સ્ટાર રેટિંગ મળ્યાં

કાઇગરને અડલ્ટ પ્રોટેક્શન ટેસ્ટમાં 17માંથી 12.34 પોઈન્ટ મળ્યા છે
કાઇગરને અડલ્ટ પ્રોટેક્શન ટેસ્ટમાં 17માંથી 12.34 પોઈન્ટ મળ્યા છે

કાઇગર પણ ઇન્ડિયન માર્કેટમાં પોતાની ઓળખ બનાવવામાં સફળ રહી છે. માર્કેટમાં આ કાર કિઆ સોનેટ, હ્યુન્ડાઈ વેન્યૂ, મહિન્દ્રા XUV300, મારુતિ વિટારા બ્રેઝા, ફોર્ડ ઇકોસ્પોર્ટ અને ટાટા નેક્સનને ટક્કર આપે છે. આ બધાની સરખામણીમાં તે એક સસ્તી SUV પણ છે. ક્રેશ ટેસ્ટ દરમિયાન કાઇગરને અડલ્ટ પ્રોટેક્શન ટેસ્ટમાં 4-સ્ટાર રેટિંગ મળ્યાં. તેને ટેસ્ટ દરમિયાન 17માંથી 12.34 પોઈન્ટ મળ્યા છે. બીજીબાજુ, તેને અડલ્ટ સેફ્ટી ટેસ્ટિંગમાં માત્ર 2-સ્ટાર રેટિંગ મળ્યાં છે. તેને ટેસ્ટ દરમિયાન 49માંથી 21.05 પોઈન્ટ મળ્યાં છે. એટલે કે, તે ચાઈલ્ડ સેફ્ટી ક્રેશ ટેસ્ટમાં ફેલ થઈ હતી.

રેનો કાઇગરનાં સેફ્ટી ફીચર્સઃ પેસેન્જરની સેફ્ટી માટે આ કારમાં 4 એરબેગ્સ, EBD સાથે ABS, રિઅર પાર્કિંગ કેમેરા, હિલ સ્ટાર્ટ આસિસ્ટ અને વ્હીકલ સ્ટેબિલિટી કંટ્રોલ જેવાં ફીચર્સ આપવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...