1 લાખથી વધુ લોકોએ કરી બુકિંગ:નિસાન મેગ્નાઈટ રેડ એડિશન નવાં ફીચર્સ સાથે ભારતમાં લોન્ચ કરી, કિંમત 7.86 લાખથી શરૂ

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

નિસાને 2020 પછી મેગ્નાઈટનું નવું રેડ કલર એડિશન લોન્ચ કર્યું છે. જૂનાં મેગ્નાઈટ XV ટ્રીમ મોડલની સરખામણીમાં આ મૉડલમાં કેટલીક આધુનિક સુવિધાઓ છે. નિસાનનાં મેગ્નાઈટ રેડની શરૂઆતી કિંમત 7 લાખ 86 હજાર રૂપિયા છે. આ તેની એક્સ-શોરૂમ કિંમત છે.

નવા મોડલમાં આવેલ ફેરફાર
નવા મેગ્નાઈટ રેડ મૉડલમાં વાહનનાં કેટલાક ભાગોને લાલ રંગની ડિઝાઇન આપવામાં આવી છે. કારની આગળની ગ્રિલમાં, ફ્રન્ટ બમ્પરનાં નીચેનાં ભાગમાં, વ્હીલ્સમાં અને સાઈડનાં દરવાજામાં લાલ રંગની ડિઝાઇન આપવામાં આવી છે. આ ડિઝાઈનની સાથે ગાડીને વધુ સારાં દેખાવ સાથે લોન્ચ કરવામાં આવી છે. આ કારમાં હાજર LEDની આસપાસ પણ લાલ રંગની ડિઝાઇન આપવામાં આવી છે. તેમાં 8 ઇંચની LED ટચ સ્ક્રીન પણ છે.

ફ્રન્ટ ગ્રિલ અને બમ્પર પર રેડ કલર ડિઝાઇન, રેડ એડિશન પર બનાવેલ બોડી ગ્રાફિક્સ.
ફ્રન્ટ ગ્રિલ અને બમ્પર પર રેડ કલર ડિઝાઇન, રેડ એડિશન પર બનાવેલ બોડી ગ્રાફિક્સ.

આ કારમાં 16 ઇંચના ડાયમંડ કટ એલોય વ્હીલ્સ પણ આપવામાં આવ્યાં છે. આ ઉપરાંત કારમાં સ્ટોપ અને સ્ટાર્ટ બટન, બ્રેક આસિસ્ટ સિસ્ટમ અને સ્પીડ કંટ્રોલ સિસ્ટમથી સજ્જ છે. આ કારમાં 7-ઇંચની LED TFT સિસ્ટમ પણ છે. TFT સિસ્ટમમાં ડ્રાઈવર, કારની સ્પીડ, પેટ્રોલ કેટલું છે અને કારને લગતી અન્ય કેટલીક માહિતી મળશે.

અત્યાર સુધીમાં 1 લાખથી વધુ બુકિંગ
લોન્ચ ઈવેન્ટમાં નિસાનના એમડી રાકેશ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, મેગ્નાઈટ મોડલ ગ્રાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે. અત્યાર સુધીમાં 1 લાખથી વધુ લોકોએ તેનું બુકિંગ કરાવ્યું છે. નિસાનના એમડીએ કહ્યું- આ કાર ટેકનોલોજીનાં જાણકાર યુવાનો માટે સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. નિસાન મોટર્સે મેગ્નાઈટ રેડ ને બે કલર ઓપ્શનમાં લોન્ચ કરી છે. આ કાર ઑનિક્સ બ્લેક અને સ્ટોર્મ વ્હાઇટ કલરમાં ઉપલબ્ધ છે. આ ઉપરાંત મેગ્નાઈટના આ મોડલમાં, નિસાન મોટર્સ 2 વર્ષમાં 1500થી વધુ શહેરોમાં 24X7 રોડ સાઈડ અસિસ્ટની સેવા પણ આપશે.

વાયરલેસ ચાર્જર અને એમ્બિયન્ટ મૂડ લાઇટિંગની સુવિધા
વાયરલેસ ચાર્જર અને એમ્બિયન્ટ મૂડ લાઇટિંગની સુવિધા

નવી નિસાન મેગ્નાઈટ રેડ એડિશનની વેરિઅન્ટ મુજબની કિંમતો નીચે મુજબ છે:

  • મેગ્નાઈટ રેડ એડિશન XV MT: ₹7.86 લાખ
  • મેગ્નાઈટ રેડ એડિશન XV ટર્બો MT: ₹9.24 લાખ
  • મેગ્નાઈટ રેડ એડિશન XV ટર્બો CVT: ₹9.99 લાખ