તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

અપકમિંગ:નિસાન નવી ઇલેક્ટ્રિક SUV Ariya લાવી રહી છે, સિંગલ ચાર્જમાં 480 કિમીનું અંતર કાપશે

દિલ્હી3 મહિનો પહેલા

જાપાનની ઓટોમોબાઇલ કંપની નિસાને તેની આવનારી ઇલેક્ટ્રિક SUV (સ્પોર્ટ યુટિલિટી વ્હીકલ) Nissan Ariyaનું ફર્સ્ટ ટીઝર રિલીઝ કરી દીધું છે. આ ટીઝર રિલીઝ કરવાની સાથે જ કંપનીએ આ SUVની લોન્ચ પણ જાહેર કરી દીધી છે. જાણવા મળ્યું છે કે, કંપની આ SUVનું વર્લ્ડ પ્રીમિયમ આવતા મહિને જુલાઈમાં કરશે. જો કે, ટીઝરમાં આ SUVની ફક્ત ડેહલાઇટ્સ જોવા મળી રહી છે. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે, આ Ariyaના કોન્સેપ્ટ વર્ઝન પર જ બેઝ્ડ હશે.

કાર 2021માં રજૂ થશે
કંપનીએ Ariya કાર પહેલીવાર ગયા વર્ષે જાપાનમાં યોજાયેલા ટોક્યો મોટર શો દરમિયાન કોન્સેપ્ટ મોડેલ તરીકે રજૂ કરી હતી. આ દરમિયાન કહેવામાં આવ્યું હતું કે, આ SUVને વર્ષ 2021માં રજૂ કરવામાં આવશે. આ એક ક્રોસઓવર SUV છે, જેમાં કંપનીએ હેવી બેટરીપેકનો પ્રયોગ કર્યો છે જે તેને સારી ડ્રાઇવિંગ રેન્જ આપે છે.

સિંગલ ચાર્જમાં કલાક દીઠ 480 કિમીની ડ્રાઇવિંગ રેન્જ
એક રિપોર્ટ અનુસાર, આ SUV સિંગલ ચાર્જમાં કલાક દીઠ 480 કિમી સુધીનું અંતર કાપશે. જો કે, હજી તેવી ડ્રાઇવિંગ રેન્જ વિશે કંપની તરફથી કોઈ ઓફિશિયલ જાહેરાત કરવામાં નથી આવી. કંપની આ કારમાં ઓલ વ્હીલ ડ્રાઇવ સિસ્ટમ સાથે રિજનરેટિંગ બ્રેકિંગ ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરી રહી છે. જે તેને સારી ડ્રાઇવિંગ રેન્જ સાથે લાંબી રેન્જ આપશે. કંપની આ SUVમાં ProPilot 2.0 સિસ્ટમનો પણ ઉપયોગ કરી રહી છે. આ સિસ્ટમ ઇમરજન્સી બ્રેકિંગ સાથે પેડેસ્ટ્રિય ડિટેક્ટિંગ, લેન ડિપાર્ચર વોર્નિંગ અને એડોપ્ટિવ ક્રૂઝ કન્ટ્રોલ જેવાં ફીચર્સ આપે છે. આ SUV વિશે અન્ય જાણકારી મેળવવા તેના લોન્ચિંગની રાહ જોવી પડશે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો