તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Automobile
  • Nissan Kicks Is Being Given A Discount Of Up To Rs 75,000. If You Book Till September 15, You Will Get An Extra Discount Of Rs 15,000.

ઓફર:નિસાન કિક્સ પર 75 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે, 15 સપ્ટેમ્બર સુધી બુકિંગ કરાવ્યું તો એક્સ્ટ્રા ₹15 હજારનું ડિસ્કાઉન્ટ મળશે

10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓફરમાં 45,000 રૂપિયા સુધીનો એક્સચેન્જ બેનિફિટ, 10,000 રૂપિયા સુધીનો લોયલ્ટી બેનિફિટ સામેલ છે
  • તેના કોમ્પિટિટરના લિસ્ટમાં ડસ્ટર, સેલ્ટોસ, ક્રેટા અને S-Cross વગેરે ગાડીઓ સામેલ છે

નિસાન કિક્સને આ મહિનામાં 75,000 રૂપિયા સુધીના બેનિફિટ અને ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકાશે. ફેસ્ટિવ સિઝનની શરૂઆત થાય એટલે ગ્રાહકોને ડીલરશિપ સુધી ખેચી લાવવા કંપનીઓ નવી-નવી ઓફર્સ કાઢતી હોય છે. સપ્ટેમ્બર 2020 માટે નિસાન ઇન્ડિયા પણ તેની ગાડી પર ભારે છૂટ આપી રહી છે. આ ઓફર કારના તમામ વેરિઅન્ટ્સ પર મળશે.

આ મહિને નિસાન કિક્સ પર કેટલા ફાયદા મળશે?
નિસાનની તમામ ડીલરશિપને 45,000 સુધીના એક્સચેન્જ બેનિફિટ અને 10,000 રૂપિયાના લોયલટી બેનિફિટ આપવા માટે સત્તા આપવામાં આવી છે. આ સિવાય 10,000 રૂપિયા સુધીનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ અને 15 સપ્ટેમ્બર પહેલાં અથવા તે પહેલાં નવી કિકના બુકિંગ પર પણ રૂ.15,000નો એક્સ્ટ્રા બેનિફિટ આપવામાં આવી રહ્યો છે.

નિસાન કિક્સના તમામ વેરિઅન્ટ્સ પર ડિસ્કાઉન્ટ
​​​​​​​​​​​​​​કિક્સના તમામ 8 વેરિઅન્ટ્સ, 3 એન્જિન ગિયરબોક્સ ઓપ્શન્સ અને 4 ટ્રિમ લેવલ પર આ બેનિફિટ આપવામાં આવી રહ્યો છે. કિક્સ પાસે હવે બે પેટ્રોલ એન્જિન ઓપ્શન છે, જેમાં એક 106 હોર્સપાવર, 1.5 લિટર નેચરલી એસ્પરેટેડ યૂનિટ અને બીજો 156 હોર્સપાવર, 1.3 લિટર ટર્બો-પેટ્રોલ એન્જિન. જૂના મોડેલમાં 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ છે, જ્યારે એ પછીને મોડેલ 6-સ્પીડ મેન્યુઅલ અને CVT ઓટોમેટિક ઓપ્શન સાથે અવેલેબલ છે.

નિસાન કિક્સની કિંમત (1.5 પેટ્રોલ માટે રૂ.9.50-10.00 લાખ અને 1.3 ટર્બો પેટ્રોલ માટે રૂ.11.85-14.15 લાખ) તેના ક્લાસ માટે સ્પર્ધાત્મક છે, જેમાંરેનોડસ્ટર, કિઆ સેલ્ટોસ, હ્યુન્ડાઇ ક્રેટા અને મારુતિ સુઝુકી S-Cross વગેરે સામેલ છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમયની ગતિ તમારા પક્ષમાં રહેશે. સામાજિક સીમા વધશે. છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત મળશે. કોઇ મોટું રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે. નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિત...

વધુ વાંચો