તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લીક:નેક્સ્ટ જનરેશન Bajaj Pulsar RS200ની ડિઝાઇન લીક થઈ, સ્પોર્ટી લુકથી સજ્જ બાઇક ડ્યુઅલ ટોન કલરમાં આવશે

2 મહિનો પહેલા

બજાજે થોડા સમય પહેલાં પલ્સર RS200 લોન્ચ કરી હતી, જેને બાઇકલવર્સે ખૂબ પસંદ કરી હતી કારણ કે, કંપનીએ આ બાઇકના તમામ પાર્ટ્સને રાઇડર પ્રમાણે ડેવલપ કર્યા હતા અને આ બાઇક સંપૂર્ણપણે સ્પોર્ટ્સ બાઇક હતી. તેમજ, તાજેતરમાં આ બાઇકનું નેક્સ્ટ જનરેશન ડિજિટલ રેન્ડર લીક થઈ ગયું છે. જેમાં સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે કે, આ બાઇકની ડિઝાઇન પ્રીમિયમ અને સ્ટાઇલિશ છે.

બાઇકના ફ્રંટમાં બ્રાંડ બેજિંગ મળશે
આ સ્પોર્ટી બાઇકમાં કંપની ડબલ હેડલાઇટ્સ આપી શકે છે. તેમજ, તેના ફ્રંટમાં બ્રાંડ બેજિંગ પણ આપવામાં આવી શકે છે, જે આ બાઇકને એકદમ અટ્રેક્ટિવ લુક આપશે. તેમજ, RS 200 ટ્યૂબલેસ ટાયર પણ આપવામાં આવી શકે છે.

બાઇકને ડ્યુઅલ ટોન કલરમાં લોન્ચ કરવામાં આવી શકે છે
બાઇકને ડ્યુઅલ ટોન કલરમાં લોન્ચ કરવામાં આવી શકે છે

નવાં મોડેલમાં વધુ કમ્ફર્ટેબલ સીટ હશે
આ બાઇકમાં ઇન્ટિગ્રેટેડ LED DRLs હેડલાઇટ્સ, પહેલાં કરતાં વધુ કમ્ફર્ટેબલ સીટ અને ફ્યુલ ટેંક આપવામાં આવી શકે છે. તેમજ, આ સાથે નેક્સ્ટ જનરેશન પલ્સર RS 200 પહેલાં કરતાં વધારે અટ્રેક્ટિવ હોઈ શકે છે. તેમજ, કંપની આ બાઇકને ડ્યુઅલ ટોન કલરમાં પણ લોન્ચ કરી શકે છે.

ત્રણ કલર ઓપ્શનમાં લોન્ચ થઈ શકે છે
એક રિપોર્ટ અનુસાર, આ નવી RS 200 વ્હાઇટ, રેડ, બ્લુ કલરમાં આવી શકે છે. અગાઉ બજાજે પલ્સર 180, પલ્સર 220F અને પલ્સર 150 બાઇક્સને નવી ડેગર એજ એડિશનમાં લોન્ચ કરી હતી. એ જ રીતે કંપની પલ્સર RS 200 બાઇકને પણ લોન્ચ કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...