ટાટાની કાર ખરીદવી સસ્તી:નેક્સન EVના ભાવમાં 50 હજારનો ઘટાડો, બેઝ વેરિયન્ટની કિંમત ઘટીને 14.49 લાખ થઇ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

હવે ઇલેક્ટ્રિક કારનું ચલણ દિવસને દિવસે વધી રહ્યું છે. લોકો પણ ઇલેક્ટ્રિક વાહનમાં રુચિ વધારવા લાગ્યા છે. જે લોકો ઇલેક્ટ્રિક કાર ખરીદી કરવાનું વિચારી રહ્યા છે તે લોકો માટે એક સારા સમાચાર છે. Tata Motors એ તેની લોકપ્રિય Suv Nexon EVની કિંમતોમાં ધરખમઘટાડો કર્યો છે. કંપનીએ દ્વારા બેઝ ટ્રીમની કિંમતમાં રૂ. 50,000નો ઘટાડો કરવામાં આવ્યો છે. તે રૂ. 14.99 લાખ (તમામ કિંમતો એક્સ-શોરૂમ) થી ઘટીને રૂ. 14.49 લાખ થઈ ગઈ છે. તો બીજી તરફ Nexon EV Maxમાં એક નવું વેરિયન્ટ XM પણ ઉમેરવામાં આવ્યું છે. તેની કિંમત 16.49 લાખ રૂપિયા છે. Nexon EV લોન્ચના 3 વર્ષ પુરા થયા બાદ કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

કંપનીએ આ નિર્ણય ત્યારે લીધો છે જ્યારે મહિન્દ્રાએ નવી સંપૂર્ણ ઇલેક્ટ્રિક XUV400 ની કિંમત જાહેર કરી છે. બેઝ વેરિયન્ટની એક્સ-શોરૂમ કિંમત 15.99 લાખ રૂપિયા રાખવામાં આવી છે, જે 18.99 લાખ રૂપિયા સુધી જાય છે. આ શરૂઆતની કિંમતો છે જે પ્રથમ 5000 ગ્રાહકો માટે ઉપલબ્ધ હશે. મહિન્દ્રાની આ SUV કાર અને Tata Nexon EV સ્પર્ધામાં છે મહિન્દ્રાની SUV સિંગલ ચાર્જમાં 456 કિમી ચાલશે.

બે વેરિયન્ટમાં આવે છે નેક્સન EV
Nexon EV બે વેરિયન્ટમાં આવે છે (પ્રાઈમ અને મેક્સ) અને વિવિધ ચાર્જિંગ વિકલ્પો સાથે પણ મળે છે. નવી કિંમત અપડેટ સાથે, EV પ્રાઇમ (બેઝ મોડલ) ની પ્રારંભિક કિંમત 14.49 લાખ રૂપિયા થઈ ગઈ છે તો Nexon EV Maxની કિંમત 16.49 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) થી શરૂ થાય છે. સમગ્ર Nexon EV લાઇન-અપનું બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. નવા વેરિયન્ટ Nexon EV MAX XMની ડિલિવરી એપ્રિલ 2023થી શરૂ કરવામાં આવશે.

નેક્સોન EV Maxની રેન્જ વધી
ટાટા મોટર્સે નેક્સોન ઈવી મેક્સની રેન્જને પણ અપડેટ કરી છે. હવે તેમાં 453kmની રેન્જ મળશે, જે પહેલાં 437km હતી. એટલે કે રેન્જમાં 16 કિલોમીટરનો વધારો કરવામાં આવ્યો છે. રેન્જ વધારવા માટે ગ્રાહકોએ સોફ્ટવેર અપડેટ કરવું પડશે.