સર્વિસ / મહિન્દ્રાએ કાર સબ્સ્કિપ્શન સર્વિસ લોન્ચ કરી, 19,720 રૂપિયામાં કોઈપણ SUV ઘરે લાવી શકાશે

Mahindra launches car subscription service, any SUV can be brought home for Rs 19,720

Divyabhaskar.com

Sep 14, 2019, 10:55 AM IST

ઓટો ડેસ્કઃ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ સબ્સ્ક્રિપ્શન બેઝ્ડ સર્વિસ શરૂ કરી છે. આ સર્વિસ હેઠળ તમે દર મહિને 19,720 રૂપિયા આપીને મહિન્દ્રાની કાર ઘરે લાવી શકો છો. પ્રથમ તબક્કામાં આ સર્વિસ પસંદગીના શહેરોમાં ઉપલબ્ધ થશે. જેમાં દિલ્હી-એનસીઆર, મુંબઇ, પુણે, બેંગલુરુ, હૈદરાબાદ, કોલકાતા, ચંદીગઢ અને અમદાવાદનો સમાવેશ થાય છે. આ સબ્સ્ક્રિપ્શન સર્વિસ હેઠળ તમે મહિન્દ્રાની KUV100, XUV500, XUV300, સ્કોર્પિયો, TUV300, મરાઝો અથવા Alturas G4 કાર્સ ઘરે લાવી શકો છો.

મહિન્દ્રાએ Revv કંપની સાથે મળીને આ સર્વિસ શરૂ કરી છે. કંપનીનું કહેવું છે કે આ સબ્સ્ક્રિપ્શન સેવાનો હેતુ ગ્રાહકો ડાઉન પેમેન્ટ કર્યા વિના સરળતાથી મહિન્દ્રાનાં વાહનનું માલિક બનાવવાની છે. આ ઓફરથી ગ્રાહકો પોતાની પસંદની કાર્સ પણ લઇ શકશે.

કેટલા સમય માટે સબ્સ્ક્રાઇબ કરી શકાય?
આ સર્વિસ હેઠળ મહિન્દ્રાની નવી કાર 1-4 વર્ષ માટે સબ્સ્ક્રાઇબ કરી શકાય છે. સબ્સ્ક્રિપ્શન સમાપ્ત થાય ત્યારે તમારે કાર પાછા આપવી પડશે, એટલે કે તમે તેને વેચી નહીં શકો.

કેવી રીતે સબ્સ્ક્રાઇબ કરવું?
મહિન્દ્રાની કારનું સબ્સ્ક્રિપ્શન ઓનલાઇન લઈ શકાય છે. આ માટે mahindrasyouv.com/mahindra-subscript અથવા revv.co.in/mahindra-subscript પર જાઓ. અહીં તમારે મહિન્દ્રાની પસંદ કરેલી સાત કારમાંથી તમારી પસંદગીની કાર સિલેક્ટ કરવાની રહેશે. ત્યારબાદ તમારે થોડી વિગતો શેર કરવાની રહેશે, જેથી તમે જાણી શકશો તમે સબ્સ્ક્રિપ્શન માટે પાત્ર છો કે નહીં. ત્યારબાદ મોડલ અને સબ્સ્ક્રિપ્શન પિરિઅડના આધારે રિફંડેબલ ડિપોઝિટની ચૂકવણી કરવી પડશે.

રિફંડેબલ ડિપોઝિટ આપ્યા પછી કંપની તમારા દ્વારા પસંદ કરેલી કાર માટે ઓર્ડર આપશે. મહિન્દ્રાએ કહ્યું છે કે, ગાડી એક મહિનાની અંદર ડિલિવર થઈ જશે. ડિલિવરી પહેલાં ગ્રાહકે સબ્સ્ક્રિપ્શનના પહેલા મહિનાની ફી અગાઉથી ચૂકવવી પડશે. ત્યારબાદ સબ્સ્ક્રિપ્શન પિરિઅડ સુધી ગ્રાહકે દર મહિને ફી ચૂકવવાની રહેશે. આ ફીમાં રોડ ટેક્સ અને રૂટિન મેન્ટેનન્સ કોસ્ટ સામેલ છે. એટલે કે તમારે તેના માટે અલગથી ચૂકવણી કરવાની રહેશે નહીં. સબ્સ્ક્રિપ્શન પૂરું થયા પછી કોઈ સમસ્યા વગર તમે કાર પર કરી શકો છો. જો તમે ઇચ્છો તો તમે તે કાર કંપની પાસેથી પૂર્વ નિર્ધારિત ભાવે ખરીદી શકો છો.

X
Mahindra launches car subscription service, any SUV can be brought home for Rs 19,720
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી