અપકમિંગ / જાવા 15 નવેમ્બરે તેની નવી બાઇક Perak Bobber લોન્ચ કરશે, માર્કેટમાં રોયલ એન્ફિલ્ડને ટક્કર આપશે

Java launches its new bike Perak Bobber on November 15

Divyabhaskar.com

Nov 11, 2019, 09:00 AM IST

ઓટો ડેસ્કઃ ઇન્ડિયન માર્કેટમાં આશરે 4 દાયકા પછી એકવાર ફરી પોતાની જર્ની શરૂ કરનારી જાવા કંપનીએ ગયા વર્ષે નવેમ્બર મહિનામાં તેની બે બાઇક્સ ક્લાસિક અને જાવા 42 લોન્ચ કરી હતી. હવે કંપની આ મિહનાની 15મી તારીખે પોતાની નવી બાઇક Perak રજૂ કરવા જઈ રહી છે. જો કે, આ બાઇકને કંપની આ વર્ષની શરૂઆતમાં લોન્ચ કરવાની હતી પરંતુ કોઈ કારણોસર તેને માર્કેટમાં ઉતારવામાં વિલંબ થઈ ગયો. લોન્ચ થયા પછી બાઇક માર્કેટમાં રોયલ એન્ફિલ્ડને ટક્કર આપશે.

જાવા Perak બાઇકને પણ કંપનીએ રેટ્રો લુક આપ્યો છે. આ ઉપરાંત, તેમાં મોડર્ન ટેક્નિકનો પણ પ્રયોગ કરવામાં આવ્યો છે. આ બાઇકના ફ્રંટમાં કંપનીએ 18 ઈંચ અને પાછળના ભાગમાં 17 ઈંચનું વ્હીલ આપ્યું છે. આ બાઇકની ખાસ વાત એ છે કે, કંપનીએ આમાં Pirelliના ટાયર્સનો પ્રયોગ કર્યો છે.

આ બાઇકના ફ્રંટમાં કંપનીએ ડિસ્ક બ્રેક અને પાછળના ભાગમાં ડ્યુઅલ ચેનલ એન્ટિ લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS)નો પ્રયોગ કર્યો છે. Perakના ફ્રંટમાં ઇન્વર્ટેડ ફોર્ક સસ્પેન્શન અને પાછળના ભાગમાં મોનોશોક સસ્પેન્શન આપવામાં આવ્યું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે કંપની આમાં BS-6 માન્ય એન્જિનનો પણ પ્રયોગ કરી શકે છે.

કંપનીએ તેની આ નવી બાઇક Perakને ગયા વર્ષે રજૂ કરી હતી. એ દરમિયાન આ બાઇકની કિંમત કંપનીએ 1.89 લાખ રૂપિયા જાહેર કરી હતી. પરંતુ હવે એક વર્ષ પછી આ બાઇકને લોન્ચ કરવામાં આવી રહી છે તો તેની કિંમતમાં ફેરફાર થઈ શકે છે.

જાવા Perakમાં કંપનીએ 334cc કેપેસિટીનું લિક્વિડ કૂલ્ડ સિંગલ સિલિન્ડર એન્જિનનો પ્રયોગ કર્યો છે, જે 30.4Ps પાવર અને 31Nm ટોર્ક જનરેટ કરે છે. આ બાઇકનો પાવર અને ટોર્ક કંપનીના કરન્ટ મોડલથી ઘણો વધારે છે. આ બાઇકમાં કંપનીએ 6 સ્પીડ ટ્રાન્સમિશન ગિયરબોક્સ સામેલ કર્યું છે. પાવરની બાબતે આ બાઇકનું એન્જિન રોયલ એન્ફિલ્ડ કરતાં ઘણું પાવરફુલ છે. રોયલ એન્ફિલ્ડનું 350ccનું એન્જિન 20.07Ps પાવર અને 28 Nm ટોર્ક જનરેટ કરે છે.

X
Java launches its new bike Perak Bobber on November 15
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી