સુવિધા:ટાટા મોટર્સેના ગ્રાહકો માટે રાહતના સમાચાર, કંપનીએ ગાડીઓની ફ્રી સર્વિસનો સમય અને વોરંટી જૂન સુધી લંબાવી

7 મહિનો પહેલા

ટાટા મોટર્સે તેના પેસેન્જર વ્હીકલના ગ્રાહકોને રાહત આપી છે. કંપનીએ હવે વોરંટી અને ફ્રી સર્વિસનો સમય 30 જૂન સુધી વધાર્યો છે. આનો અર્થ એ થયો કે જે ગ્રાહકોની ગાડીઓની વોરંટી 1 એપ્રિલ અને 30 મે સુધીમાં પૂરી થઈ રહી હતી તેઓ હવે આ સુવિધાનો લાભ 30 જૂન સુધી લઈ શકે છે.

લોકડાઉનને કારણે અવરજવર પર પ્રતિબંધ
કંપનીએ મંગળવારે કહ્યું કે, કોરોનાની બીજી લહેરની અસર અને લોકડાઉનને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઘણા ગ્રાહકો મેન્ટેનન્સ સર્વિસ નથી લઈ શક્યા. લોકડાઉનને કારણે તેઓ ઘરોની બહાર જવા માટે અસમર્થ છે. કંપનીએ કહ્યું કે, ગાડીઓના વેચાણ બાદ ગ્રાહકોને સરળ અને મુશ્કેલી વિનાની સેવા આપવી એ એક સારો નિર્ણય છે. આ હેઠળ વોરંટી અને ફ્રી સર્વિસનો સમય વધારવામાં આવ્યો છે.

કિલોમીટર વધારવામાં નથી આવ્યા
કંપનીએ કહ્યું કે, સમય સિવાય કિલોમીટરની સંખ્યા વધારવામાં નથી આવી. એટલે કે, જો તમે શરતો હેઠળ કિલોમીટર પૂરાં કરી લીધા હશે તો તમને આ સુવિધાનો લાભ મળશે નહીં. ટાટા મોટર્સે કહ્યું કે, કોવિડ-19 ની વધતી અસરને કારણે લોકોની અવરજવર પર પ્રતિબંધ છે. તેથી, દેશભરના ગ્રાહકો તેમની ગાડીઓને સર્વિસ સેન્ટર પર મોકલી શકતા નથી. આને કારણે, તેમની ગાડીઓનું મેન્ટેનન્સ અને રિપેરિંગ નથી થઈ રહ્યું.

કંપનીની પોલિસી હેઠળ નિર્ણય લેવાયો
કંપનીના કસ્ટમર કેરના પ્રમુખ ડિમ્પલ મહેતાએ જણાવ્યું કે, જ્યારે પણ વોરંટી અને ફ્રી સર્વિસનો સમય આવશે ત્યારે કંપનીની પોલિસી હેઠળ તેને આગળ ધપાવવામાં આવશે. અમે અમારા ગ્રાહકોને સપોર્ટ કરવા પ્રતિબદ્ધ છીએ. તેથી, જે ગ્રાહકોની ગાડીઓની વોરંટી અને ફ્રી સર્વિસ એપ્રિલ અને મે મહિનામાં પૂરી થઈ રહી હતી તેનો સમય વધારવામાં આવ્યો છે. કંપનીએ તાજેતરમાં જાહેરાત કરી હતી કે, તેણે તેના ગ્રાહકો, ડીલરો અને સપ્લાયર્સના હિતની સલામતીને ધ્યાનમાં રાખીને બિઝનેસ એજિલિટી પ્લાન શરૂ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...