તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઓટો ડેસ્ક. કોરોના વાઈરસના કારણે ‘ન્યૂયોર્ક ઓટો શોને મુલતવી રાખવામાં આવ્યો છે. 10 થી 19 એપ્રિલ દરમિયાન યોજાનાર આ મોટર શો હવે ઓગસ્ટમાં યોજાશે. ન્યૂયોર્ક ઓટો શો માટેની તારીખ 28 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર સુધીની નક્કી કરવામાં આવી છે, જ્યારે પ્રેસ ડે 26 અને 27 ઓગસ્ટના રોજ યોજાશે.
કોરોના વાઈરસના કારણે ગ્લોબલ ઓટો ઈન્ડસ્ટ્રીને અસર થઈ છે. કોરોના વાઈરસના કારણે પહેલાથી આ વર્ષે યોજાનાર જિનીવા મોટર શો અને એપ્રિલમાં યોજાનાર બેઇજિંગ ઓટો શોને પણ રદ્દ કરવામાં આવ્યો છે. હવે ન્યૂયોર્ક ઓટો શોની તારીખ પણ લબાંવવામાં આવી છે. ન્યૂયોર્ક, અમેરિકામાં કોરોના વાઈરસથી સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાંથી એક છે. 10 માર્ચ સુધીમાં, અહીં કોરોના વાઈરસના 173 કેસ નોંધાયા હતા.
ન્યૂયોર્ક ઓટો શોનું આયોજન કરનાર સંગઠન, ગ્રેટર ન્યૂયોર્ક ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિયેશનના પ્રેસિડેન્ટ માર્ક શિએનબર્ગના જણાવ્યા પ્રમાણે, ‘અમે આ મોટર શોમાં ભાગ લેનાર લોકોને કોરોના વાઈસથી બચાવવા માટે આ નિર્ણય લીધો છે’.
120 જુનો મોટર શો
ગ્રેટર ન્યૂયોર્ક ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિયેશનના જણાવ્યા પ્રમાણે, ન્યૂયોર્ક ઓટો શો સ્થાનિક અર્થતંત્રમાં 330 મિલિયન ડોલર કરતાં વધુ યોગદાન આપે છે. આ મોટર શોનું આયોજન 120 વર્ષોથી કરવામાં આવી રહ્યું છે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.