અપકમિંગ:આવતા મહિને બજાજ ડોમિનાર 400નું નવું ટૂરિંગ વર્ઝન લોન્ચ થશે, ₹2.11 લાખમાં બાઇક લોન્ચ થાય એવી શક્યતા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અગ્રેસિવ લુક અને પાવરફુલ એન્જિન સાથે આવતી બજાજ ડોમિનાર બાઇક યંગસ્ટર્સમાં ફર્સ્ટ ચોઇસ રહી છે. સ્પોર્ટ્સ બાઇક લવર્સ માટે બજાજ ઓટો તેની પોપ્યુલર બાઇક Bajaj Dominar 400નું ટૂરિંગ વર્ઝન લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. આવતા મહિનાથી ગ્રાહકો આ અપડેટેડ બાઇકનું બુકિંગ કરાવી શકશે. જો કે, કંપનીએ હજી આ બાઇકની ઓફિશિયલ લોન્ચિંગ ડેટ જાહેર નથી કરી. આ બાઇકમાં ડ્યુઅલ ટોન હેન્ડગાર્ડ્સ, વધુ લાંબી વિંડસ્ક્રીન અને અપડેટેડ મિરરનો ઉપયોગ કરવામાં આવશે. એટલે જો તમે સ્પોર્ટ્સ બાઇક લેવાનું વિચારી રહ્યા હો તો થોડી રાહ જુઓ અને આ નવી બાઇક ખરીદો.

બાઇકમાં એલોય વ્હીલ્સ અને LED લાઇટિંગ હશે
બાઇકમાં એલોય વ્હીલ્સ અને LED લાઇટિંગ હશે

એન્જિન ડિટેલ્સ
આ બાઇકમાં 373.3cc, સિંગલ સિલિન્ડર, DOHC એન્જિન આપવામાં આવશે. આ એન્જિન 6 સ્પીડ ગિયરબોક્સ સાથે આવે એવી શક્યતા છે. ડોમિનાર 400નું આ એન્જિન 39.4hp પાવર અને 35Nm પીક ટોર્ક જનરેટ કરવા જઈ રહ્યું છે. આ સિવાય, આ બાઇકમાં એલોય વ્હીલ્સ અને LED લાઇટિંગ પણ મળશે. આ સિવાય, આ બાઇકમાં એક્સટેન્શન સાથે મસ્ક્યુલર ફ્યુઅલ ટેંક મળે એવી શક્યતા છે. બાઇક ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કંસોલ અને ફુલ LED સેટઅપ સાથે આવે તેવી અપેક્ષા છે. આ બાઇકનું વજન 187 કિલો સુધી હોઇ શકે છે.

ફ્રંટ એન્ડ રિઅર ડિસ્ક બ્રેક

બાઇકમાં ગ્રાહકોને ફ્રંટ અને રિઅર બંને ડિસ્ક બ્રેક મળશે
બાઇકમાં ગ્રાહકોને ફ્રંટ અને રિઅર બંને ડિસ્ક બ્રેક મળશે

આ બાઇકમાં ગ્રાહકોને ફ્રંટ અને રિઅર બંને ડિસ્ક બ્રેક મળશે. બાઇકમાં ડ્યુઅલ ચેનલ ABS મળશે. આ સિવાય, આ બાઇક ઘણાં એડવાન્સ્ડ ફીચર્સથી સજ્જ હશે, જેના કારણે રાઇડરને વધુ સારો રાઇડિંગ એક્સપિરિયન્સ મળશે.

કિંમત
આ બાઇકની ઓફિશિયલ કિંમત હજુ સુધી જાહેર કરવામાં આવી નથી અને કંપની તેને બાઇક લોન્ચ સમયે જ જાહેર કરશે. માનવામાં આવી રહ્યું છે કે તે 2.11 લાખ રૂપિયાની એક્સ-શો રૂમ કિંમત સાથે માર્કેટમાં લોન્ચ થઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...